દેશના સૌથી સાફ શહેરમાં આ માણસ ખુલ્લામાં કરી રહ્યો હતો ટોયલેટ, મળી એવી સજા સાંભળીને…

0
560

જયારે પણ ભારતના સૌથી સાફ સફાઈ વાળા વિસ્તારની વાત આવે છે, ઈંદૌર દેશ સામે એક મિસાલ બની જાય છે. આ મિસાલને આગળ કાયમ રાખવા માટે ઈંદૌરના શહેરી નિગમે ખુલ્લામાં શૌચ કરતા પકડાઈ ગયેલા 30 વર્ષીય વ્યક્તિને ઘણી અનોખી સજા આપી છે.

હકીકતમાં થયું એવું કે, ઈંદૌરના શહેરી નિકાયે ખુલ્લામાં એક વ્યક્તિએ શૌચ કરતા પકડ્યો. દૈનિક મજુર તરીકે કામ કરતા તે વ્યક્તિએ ખુલ્લામાં શૌચ કરવા પર 100 રૂપિયા દંડ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી એણે પોતાની આ હરકત પણ માફી માંગતા કહ્યું કે, તે ઈંદૌરની બહારના એક સ્થળેથી આવ્યો છે, અને હાલમાં એની પાસે એટલી રકમ નથી.

એ પછી આ વ્યક્તિને રસ્તા પરથી કચરો જમા કરવાનું કામ આપવામાં આવ્યું. એ કારણે તેણે 5 કલાક સુધી કચરો ભેગો કરીને પરસેવો પાડવો પડ્યો. ઈંદૌર નગર નિગમ (આઈએમસી) ના સ્વાસ્થ્ય અધિકારી વિવેક ગંગરાડેએ “પીટીઆઈ-ભાષા” ને જણાવ્યું કે, શહેરી નિકાયની ટીમ સફાઈનું નિરીક્ષણ કરવા ગુરુવારે સવારે પોલોગ્રાઉન્ડ ઔદ્યોગિક ક્ષેત્ર પહોંચી હતી.

વિવેક ગંગરાડેએ જણાવ્યું કે, આ વ્યક્તિને સવારે સાત વાગ્યાથી બપોરે 5 વાગ્યા સુધી આઈએમસીની તે ગાડીમાં ફરજ બજાવવા મોકલવામાં આવ્યો, જે રસ્તાના કિનારે લાગેલા લિટરબિન એટલે કે કચરાના નાના ડબ્બાને ખાલી કરી કચરો ભેગો કરે છે.

એણે કચરો સંગ્રહ કરવાના કામમાં પાંચ કલાક સુધી પોતાની સેવા આપીને શહેરની સાફ-સફાઈમાં આઈએમસી કર્મચારીઓની મદદ કરી. જાણકારી માટે જણાવી દઈએ કે, રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈંદૌર સતત ત્રણ વર્ષ પ્રથમ આવી ચૂક્યું છે. સફાઈની આ વાર્ષિક સ્પર્ધામાં ‘જીતનો ચોગ્ગો’ લગાવવા માટે શહેરી નિકાય કોઈ કસર છોડતુ નથી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.