દેરાણી-જેઠાણી એક બીજાથી આટલી બધી કેમ બળતી હોય છે? જાણો આ બળતરાનું સાચું કારણ.

0
1776

‘એક ઘરમાં બે તલવારો ક્યારેય રહી શકતી નથી.’ તમે આ કહેવત તો સાંભળી જ હશે. આ વાત ઘરની દેરાણી અને જેઠાણી ઉપર એકદમ લાગુ પડે છે. એવું ખુબ ઓછુ જોવા મળે છે, જયારે દેરાણી અને જેઠાણી બન્ને સ્નેહથી સાથે રહે. આ બન્ને દુનિયાની સામે ભલે ન ઝઘડે પરંતુ પીઠ પાછળ એકબીજાની બુરાઈ જરૂર કરે છે.

તેનું એક કારણ એ પણ છે કે તે બન્નેના મનમાં ઈર્ષ્યાની ભાવના ખુબ જલ્દી આવી જાય છે. જેઠાણી ઘરની મોટી વહુ હોય છે. તે પહેલાથી તે ઘર પર રાજ કરતી હોય છે. પછી ઘરમાં નાની વહુ દેરાણી આવી જાય છે.

હવે મોટી વહુને એ બીક રહે છે કે નાની વહુના આવવાથી તેનું સમ્માન ઓછુ ન થઇ જાય. જો ઘરમાં દેરાણીના બધા સાથે સારા સંબંધ છે, તો જેઠાણીને થોડી ઈર્ષ્યા થવા લાગે છે. બીજી બાજુ દેરાણી ઘરમાં નવી હોય છે. આવામાં તેને બધા કામમાં જેઠાણીથી થોડું દબાઈને રહેવું પડે છે. જેઠાણીને ઘરના બધા કામોમાં પ્રાથમિકતા મળે છે. આ વાતથી દેરાણીને ઈર્ષ્યા થવા લાગે છે.

બન્નેની ઈર્ષ્યાનું એક કારણ પ્રગતી અને પૈસા પણ હોય છે. હવે બન્ને ભાઈઓ એક જ જેવું કમાય અને ખાય એ તો સંભવ નથી. કોઈ વધારે કમાય છે તો કોઈ ઓછુ કમાય છે. આવામાં વધારે કમાવાવાળાની લાઈફસ્ટાઇલ જોઇને દેરાણી જેઠાણી અંદરો અંદર ઈર્ષ્યા કરવા લાગે છે. તેમનાથી જોઈ નથી શકાતું કે આપણાથી વધારે પ્રગતી સામેવાળા કઈ રીતે કરી રહ્યા છે.

કેટલીક વાર દેરાણી જેઠાણી એકબીજાના બાળકોની સફળતાની પણ ઈર્ષ્યા કરે છે. જો તેમનું બાળક નબળું નીકળે અને બીજાનું બાળક વધારે ગુણી હોય, તો ત્યાં પણ ઈર્ષ્યાની સંભાવના આવી જાય છે. ઈર્ષ્યાની એક બીજું મોટું કારણ સુંદરતા પણ છે. જો દેરાણી જેઠાણીમાંથી એક ઓછી સુંદર હોય અને બીજી ખુબ જ સુંદર હોય, તો ત્યાં પણ ઈર્ષ્યા થાય છે. પછી મોંઘા કપડા અને ઘરેણાને પહેરેલા જોઇને પણ ઈર્ષ્યા થાય છે.

ઈર્ષ્યા ખુબ જ ખરાબ વસ્તુ હોય છે. એ તમને એક ખરાબ માણસ બનાવી દે છે. તેનાથી તમારા મનમાં દુશ્મનાવટની ભાવના ઉત્પન્ન થાય છે. તેનાથી ઘર પરિવાર પણ બરબાદ થઇ જાય છે. જો તમે આ પરિસ્થિતિથી બચવા માંગો છો બીજાની ઈર્ષ્યા કરવાનું બંધ કરો. તમારી આસપાસ જે કઈ પણ છે તેમાં ખુશ રહેતા શીખો. તમને બહારથી ભલે બીજાની જિંદગી સારી લાગી રહી હોય, પરંતુ અંદરથી તે કેટલો દુ:ખી છે એ તમે જાણતા નથી. તમે માત્ર પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો,

મહેનત કરો અને સ્નેહથી રહો. તમારી ખુશી વધારે મહત્વની છે. બીજાની ખુશી જોઇને દુઃખી થવું ફાયદાની વાત નથી. એક દેરાણી અને જેઠાણી સાથે મળીને પણ રહી શકે છે. એક વાત હમેશા યાદ રાખો કે અંતમાં લોકોનું દિલ જીતવામાં પૈસા નહી પરંતુ તમારો વ્યવહાર કામમાં આવે છે. આ જ સુખી જીવનની ચાવી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.