વગરકામની વસ્તુ જમા કરો અને મફતમાં પીઝા, કોફી, ડીનરનો આનંદ માણો, જાણો વધુ વિગત

0
1179

જીલ્લા તંત્ર દ્વારા કુલ્લુ શહેરને સ્વચ્છ બનાવવા માટે શનિવારથી નવી યોજના વેસ્ટ ટુ ટેસ્ટ કેફે શરુ કરવામાં આવી રહી છે. યોજનાનો કાર્યભાર નગર પરિષદ કુલ્લુ સંભાળશે. નગરજનો દ્વારા ઘરમાં પડી રહેલી નકામી વસ્તુઓ આપવાથી કુપન આપવામાં આવશે. કુપનથી તેમને શહેરની ઉત્તમ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેવાની તક મળી શકશે. આ વાનગીઓમાં કોફી, આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર અને કુટુંબના ચાર સભ્યો માટે ડીનરની જોગવાઈ કરવામાં આવશે.

કુપન મેળવનાર વ્યક્તિને આ વાનગી કુબેર ફાસ્ટ ફૂડ, જ્ઞાની આઈસ્ક્રીમ, બુક કાફે અને સીટી ચ્વાઇસ હોટલમાંથી પૂરી પાડવામાં આવશે. તંત્રએ શહેરને સ્વચ્છ રાખવા માટે અનોખી શરુઆત કરી છે. યોજનાને લઈને શહેરના લોકોમાં પણ ક્રેઝ જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે લોકો લંચ, ડીનર, પીઝા અને બર્ગર વગેરે માટે નકામી વસ્તુઓ ફેંકવાને બદલે એમઆરએફની સાઈટ સરવરીમાં જમા કરશે.

ઉપાયુક્ત ડો. રુચા વર્માએ જણાવ્યું કે લોકો પોતાના ઘરોમાં અથવા આજુબાજુ પડેલા કચરાને જમા કરાવીને વાનગીઓની મજા ઉઠાવે. શહેરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપે. આ કચરાને લોકો કોઈપણ જગ્યાએ ફેંકી રહ્યા છે. તેનાથી માત્ર શહેર પ્રદુષિત જ નથી થઇ રહ્યું છે, પરંતુ પાણીના સ્ત્રોતો ઉપર પણ ખરાબ અસર પડી રહી છે. કુલ્લુ-મનાલીમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. તેવામાં દરેક વ્યક્તિની જવાબદારી બને છે કે, આ કચરો ગમે ત્યાં ન નાખે.

તેના આધારે મળશે કુપન :

મફત કુપન માટે સરવરી આવેલા એમઆરએફ સ્થળ ઉપર નકામી વસ્તુઓ જમા કરાવવાની રહેશે. કોફી માટે ત્રણ કિલો કાંચ, અડધો કિલો પ્લાસ્ટિક, બે કિલો કાર્ડબોર્ડ અને એક કિલો ઈ વેસ્ટ માંથી કોઈ એક વસ્તુ જમા કરાવવાની રહેશે.

બર્ગર અને મોમો માટે ચાર કિલો કાચ, એક કિલો પ્લાસ્ટિક, ત્રણ કિલો કાર્ડબોર્ડ અને બે કિલો ઈ વેસ્ટ માંથી કોઈ એક વસ્તુ, તેમજ લંચ અથવા સેન્ડવીચ માટે પાંચ કિલો કાચ, દોઢ કિલો પ્લાસ્ટિક, ચાર કિલ્લો કાર્ડબોર્ડ અને ત્રણ કિલો ઈ વેસ્ટ માંથી કોઈ એક જમા કરાવવાની રહેશે. કુટુંબ સહીત રાત્રી ભોજન માટે ૧૦ કિલો પ્લાસ્ટિક અથવા સાત કિલ્લો કાર્ડબોર્ડ અથવા છ કિલો ઈ કચરો આપવાનો રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.