બેંક ખાતામાં 3 વખતથી વધારે રોકડા જમા કરાવસો તો મોંઘું પડશે જાણો SBI નો નવો નિયમ

0
1053

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ૧ ઓક્ટોમ્બર ૨૦૧૯ થી પોતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા સર્વિસ ચાર્જ રહેલા છે. સર્વિસ ચાર્જમાં ફેરફારના સંબંધમાં એસબીઆઈએ પોતાની વેબસાઈટ ઉપર એક સરક્યુલર પણ બહાર પાડી દીધું છે.

જો ૩ વખતથી વધુ કેશ જમા કરવામાં આવે તો દર વખતે થશે ૫૬ રૂપિયા ચાર્જ :

એસબીઆઈ જે સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે, તેમાં બેંક ખાતામાં રૂપિયા જમા કરવા પણ સામેલ છે. બેંકના આદેશ મુજબ ૧ ઓક્ટોમ્બર પછી તમે ૧ મહિનામાં તમારા ખાતામાં માત્ર ૩ વખત જ રૂપિયા મફતમાં જમા કરી શકશો. જો તેમાં વધુ વખત રૂપિયા જમા કરાવવામાં આવે છે, તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર ૫૦ રૂપિયા (જીએસટીના અલગથી આપવાના) નો ચાર્જ આપવાનો રહેશે. અને બેંક સર્વિસ ચાર્જ ઉપર ૧૨ ટકાનો જીએસટી વસુલે છે.

આ મુજબ જયારે તમે ચોથી, પાંચમી કે વધુ વખત રૂપિયા જમા કરાવશો, તો તમારે દર વખતે ૫૬ રૂપિયા વધુ આપવાના રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં કોઈ પણ બેંકમાં ખાતામાં રૂપિયા જમા કરવા સંબંધી રોકટોક નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના ખાતામાં મહીનામાં કેટલી પણ વખત કેટલા પણ પૈસા જમા કરવી શકે છે.

ટેકનીકલ કારણોથી ચેક પાછો ફર્યો તો આપવા પડશે ૧૬૮ રૂપિયા :

એસબીઆઈએ ચેક રીટર્નના નિયમોને પણ કડક કરી દીધા છે. બેંકના સર્ક્યુલર મુજબ ૧ ઓક્ટોમ્બર પછી કોઈ પણ ચેક કોઈ ટેકનીકલ પ્રોબ્લેમને કારણે (બાઉંસ સિવાય) પાછો ફરે છે, તો ચેક જાહેર કરવા વાળા ઉપર ૧૫૦ રૂપિયા (જીએસટી અલગથી) વધારાનો ચાર્જ આપવાનો રહેશે. અને જીએસટી મળીને આ ચાર્જ ૧૬૮ રૂપિયા થશે.

સસ્તું થશે બેંકમાં જઈને આરટીજીએસ કરવું :

એસબીઆઈમાં રીયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ (આરટીજીએસ) કરવું સસ્તું થઇ જશે. ૧ ઓક્ટોમ્બરથી બેંક શાખામાં જઈને આરટીજીએસ કરવું સસ્તું થઇ જશે. ૧ ઓક્ટોમ્બરથી ૨ થી ૫ લાખ રૂપિયા સુધીના આરટીજીએસ ઉપર ૨૦ રૂપિયા (જીએસટી અલગ)નો ચાર્જ આપવાનો રહેશે. હાલમાં આ ૨ થી ૫ લાખ રૂપિયા સુધીના આરટીજીએસ ઉપર ૨૫ અને પાંચ લાખથી ઉપરના આરટીજીએસ ઉપર ૫૦ રૂપિયાનો ચાર્જ આપવો પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.