SBI ની આ સ્કીમમાં દર મહિને જમા કરો 1000 રૂપિયા, મળશે 1.59 લાખનું શાનદાર રિટર્ન.

0
261

દર મહિને ફિક્સ બચત કરવા માંગો છો, તો SBIની આ સ્કીમનો ઉઠાવો લાભ, મળશે જોરદાર રિટર્ન. દેશની સૌથી મોટી સરકારી બેંક ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા’ તમને આપી રહી છે એક ખાસ તક, જેમાં રોકાણ કરવા પર તમે સારું રિટર્ન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે, એસબીઆઈની આ સ્કીમમાં સામાન્ય રીતે એટલે કે દર મહિને ફક્ત 1 હજાર રૂપિયાનું રોકાણ કરવા પર તમને 1 લાખ 59 હજાર રૂપિયા રિટર્ન મળી શકે છે. આવો જાણીએ આ સ્કીમ વિષે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને સારો વ્યાજદર ઓફર કરે છે. એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ Sbi.co. in અનુસાર એસબીઆઈ પોતાની આરડી (રીકરીંગ ડીપોઝીટ) સ્કીમ પર 3-5 વર્ષથી વધારે સમય ગાળા માટે 5.3 ટકા વાર્ષિક દરથી વ્યાજ આપી રહી છે. એટલું જ નહિ, જો તમારી આરડી સ્કીમ 5 લાખથી વધારેની છે, તો એસબીઆઈ તમને 5.4 ટકાના દરે વ્યાજ આપશે.

જો કોઈ વરિષ્ઠ નાગરિક આરડી સ્કીમમાં રોકાણ કરે છે, તો બેંક તેમને 0.80 ટકાના દરે વધારાનું વ્યાજ આપે છે. એટલે કે 5 વર્ષથી વધારે સમયની આરડી પર વરિષ્ઠ નાગરિકોને એસબીઆઈ 6.2 ટકાના દરે વ્યાજ આપશે.

જો તમે આરડી લીધી છે અને સમય સર તેમાં ચુકવણી નથી કરતા, તો એસબીઆઈ પેનલ્ટી પણ લગાવે છે. 5 વર્ષથી ઓછા સમયની આરડી પર 1.5 રૂપિયા પ્રતિ 100 રૂપિયાના હિસાબે પેન્લટી ચાર્જ લેવામાં આવશે. 5 વર્ષથી ઉપરની આરડી પર પ્રતિ 100 રૂપિયા પર 2 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. એટલે કે 1000 રૂપિયા પર 20 રૂપિયા. જો 6 મહિના સુધી સતત પૈસા જમા નહિ કરવામાં આવે, તો એસબીઆઈ આ સ્કીમ બંધ કરી દેશે અને બધા પૈસા તમારા બચત ખાતામાં મોકલી દેશે.

એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર જો 3-4 વાર પૈસા સમય પર જમા નહિ કર્યા, તો બેંક 10 રૂપિયા ઉપકર લગાવશે. જે સર્વિસ ચાર્જના રૂપમાં વસુલવામાં આવશે.

એસબીઆઈ (SBI) કેલ્ક્યુલેટર અનુસાર જો તમે 60 વર્ષથી ઓછી ઉંમરના છો અને 1000 રૂપિયા દર મહિનાના હિસાબે 120 મહિના સુધી જમા કરો છો, તો તમને 5.4 ટકાના દરથી 10 વર્ષમાં 1.59 લાખ રૂપિયા મળશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.