દેખાવમાં સુંદર લાગતી જેલીફિશે ગોવામાં ફક્ત 2 દિવસમાં જ આટલા બધા લોકોને બનાવ્યા પોતાના શિકાર.

0
386

સુંદર જ નહિ પણ ઘણી ખતરનાક હોય છે જેલીફિશ, ગોવા બીચ પર 2 દિવસમાં આટલા લોકોને બનાવી ચુકી છે પોતાનો શિકાર. દુનિયામાં ઘણા પ્રકારના જાનવર પાળવામાં આવે છે, જે લોકો માટે તો આકર્ષણનું કેન્દ્ર હોય જ છે. એવો જ એક જીવ છે જેલીફીશ, જે તેના વિચિત્ર એવા ગુણ માટે પ્રસિદ્ધ છે. દેખાવમાં ઘણી જ સુદંર પરંતુ ઘણી જ ખતરનાક હોય છે આ ફીશ. તેના ડંખથી કોઈ પણ માણસ પળભરમાં મૃત્યુ પામી શકે છે.

આ સમયમાં ગોવા બીચના કાંઠા ઉપર જેલીફીશે તોફાન મચાવ્યું છે. તે ખતરનાક માછલી 2 દિવસમાં 90થી વધુ લોકોને તેનો શિકાર બનાવી ચુકી છે. તેમાંથી ઘણા લોકોને હોસ્પિટલમાં પણ લઇ જવા પડ્યા. જેલીફીશ એક પ્રકારની માછલી હોય છે. દુનિયાભરમાં તેની 1500થી વધુ પ્રજાતિઓ છે. તે દેખાવમાં ટ્રાંસપેરેંટ હોય છે, પરંતુ માનસ માટે તે ઘણી જ ખતરનાક પણ હોય છે. કહે છે કે જેલીફીશના ડંખથી કોઈ પણ માણસ પળભરમાં મૃત્યુ પામે છે.

goa beach

હાલના દિવસોમાં આ જેલીફીશનો આતંક ગોવામાં ફેલાયેલો છે. ગોવાના બાગા-કૈલન્ગ્યુટ બીચ, જે હંમેશા પ્રવાસીઓથી ભરેલું રહે છે, હવે અહિયાં લોકો જવાનું ટાળી રહ્યા છે. આમ તો અહિયાં જેલીફીશનો શિકાર થવાના 55થી વધુ કેસ સામે આવ્યા છે. એટલું જ નહિ ગોવાના કૈન્ડોલીમ બીચ ઉપર આ ઝેરીલી માછલીએ 10 લોકોને ડંખ માર્યો. દક્ષીણ ગોવામાં પણ 25 થી વધુ કેસ સામે આવ્યા. આમ તો હજુ સુધી તેના ડંખથી કોઈનું મૃત્યુ નથી થયું, પરંતુ જેલીફીશનો શિકાર બનેલા લોકોને સારવારની જરૂર પડી.

જેલીફીશના સંપર્કમાં આવવાથી શરીરમાં દુઃખાવો થાય છે અને તે જે શરીરના ભાગના સ્પર્શમાં આવે છે તે સુન્ન થઇ જાય છે. તે ઉપરાંત ઘણા કેસોમાં તેના સ્પર્શને કારણે બહેરાશની પણ ફરિયાદ થઇ રહી છે. કહેવામાં આવે છે કે ધરતી ઉપર જેલીફીશનું અસ્તિત્વ માણસથી પણ જુનું છે. તે ડાયનાસોરના સમય કાળથી જ ધરતી ઉપર રહેલી છે.

તેને ક્યારેય ન મરે તેવો જીવ પણ કહેવામાં આવે છે. તેની અંદર એવી ખાસિયત હોય છે કે તેને જો બે ભાગમાં કાપી નાખવામાં આવે તો તે મરતી નથી, પરંતુ તે બંને ભાગો માંથી અલગ અલગ જેલીફીશનો જન્મ થાય છે. લોકડાઉન પછી ગોવા બીચને પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. પરંતુ હાલમાં આ ઘટનાઓ ઝડપથી વધી રહી છે, જેને લઈને લોકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

jelly fish bite
jelly fish bite – demo pic

જો જેલીફીશ ડંખ મારી દે તો શું કરવું? સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે, જો જેલીફીશે ડંખ મારી દીધો છે, તો નજીકના લાઈફસેવરને જાણ કરો અથવા લાઈફસેવર ટાવર સુધી પહોચવાનો પ્રયત્ન કરો. ડંખ વાળા ભાગને જેટલું બની શકે એટલું ગરમ પાણીથી સાફ કરો, કેમ કે તેની ગરમી ટોક્સીન્સને દુર કરી દેશે. માછલીએ જ્યાં ડંખ માર્યો છે, ત્યાં વિનેગરનો સ્પ્રે કરો. સિરકા ટેંટેકલ્સમાં થતા નીમૈટોશિસ્ટસમાં ઘણું વધુ સક્રિય થવા વાળા ઝેરને ફેલાવવા માટે ઓળખવામાં આવે છે.

સ્ટેટમેંટ મુજબ, બરફની થેલીઓ દુઃખાવા અને સોજાને ઓછા કરી શકે છે. સામાન્ય રીતે જેલીફીશનો ડંખ માણસને વધુ નુકશાન નથી પહોચાડતો અને માત્ર સામાન્ય બળતરા થઇ શકે છે. આમ તો દુર્લભ કેસમાં જેલીફીશનો ઝેરીલા ડંખને કારણે મેડીકલ સેવા લેવાની જરૂર પડી શકે છે.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.