કંપનીના સીઈઓ બનવા માટે જરૂરી છે આ ડિગ્રીઓ, જાણો એના વિષેની વિસ્તાર પૂર્વક માહિતી

0
644

જીવનમાં કાંઈક વધુ કરવાનું સપનું મોટાભાગના લોકો જુવે છે, પરંતુ સપના પુરા કરવા વાળા ઘણા ઓછા લોકો હોય છે. કાર્પેરેટ દુનિયામાં ઘણા બધા લોકો એવા મહત્વકાંક્ષી પ્રોફેશનલ છે, જે જીવનમાં ક્યારેને ક્યારે કોઈ કંપનીના સીઈઓના હોદ્દા સુધી પહોંચવાનું સપનું જુવે છે.

સીઈઓ બનવાના સપના પુરા કરવા માટે તે જરૂરી છે કે, તમે સીસીઓ માટે જરૂરી પ્રોફેશનલ ડીગ્રી, વ્યક્તિગત યોગ્યતા, ટેકનીકલ સ્કીલ અને બીજી જરૂરી યોગ્યતાના વિષયમાં સંપૂર્ણ જાણકારી રાખતા હોય. તેમજ તેને અનુરૂપ પોતાના વ્યક્તિગત અને સામાજિક ગુણોનો વિકાસ કરો. તેમણે પ્રોફેશનલની યોગ્યતા માટે નીચે સીઈઓ માટે જરૂરી ડીગ્રી અને બીજી જરૂરી સ્કીલ્સનું વિવરણ આપવામાં આવ્યું છે.

જો કોઈ પોતાના જીવનમાં સીઈઓ બનવા માંગે છે, તો તેણે પોતાના પ્રોફેશનલ લાઈફની શરૂઆત ઘણી વહેલી કરી દેવી જોઈએ. એક સારું શિક્ષણ જ તે ફાઉન્ડેશન છે જેની ઉપર પ્રોફેશનલ જીવનની મહત્વકાંક્ષાની યોજનાને વધુ મજબુત બનાવી શકાય છે. શિક્ષણની સાથે સાથે વ્યવહારિક અનુભવ સારા હોદ્દા ઉપર નોકરી પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવે છે.

કોઈ પણ સંગઠનમાં સીઈઓનું મુખ્ય કાર્ય – વ્યવસ્થા અને નાણાકીય બાબતોની દેખરેખ રાખવી, કોઈ પણ પ્રકારના પ્રશ્નોના ઉકેલ શોધવા અને સારા મેનેજમેન્ટના હોદ્દાને રીક્રૂટ કરવા, તેના પરફોર્મન્સ વગેરે ઉપર દેખરેખ રાખવાનું હોય છે. તે ઉપરાંત તેની ઉપર કંપનીના ટાર્ગેટ પુરા કરવાની જવાબદારી હોય છે. એટલા માટે જો કોઈ સીઈઓ બનવા માંગે છે, તો તેને પોતાની અંદર આ બધા ગુણોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

કોઈ કંપની કે સંસ્થાના સીઈઓ બનવા માટે જરૂરી લાયકાત કે ડીગ્રી : આમ તો એવું કહેવાય છે કે એક સફળ સીઈઓ બનવા માટે કઈ ડીગ્રી સૌથી વધુ મહત્વની હોય છે તે થોડું અઘરું છે. કેમ કે જુદા જુદા ફિલ્ડ માટે જુદી જુદી પ્રોફેશનલ ડીગ્રીઓ જરૂરી હોય છે. દાખલા તરીકે જો તમે કોઈ આરોગ્યને લગતી ઓર્ગેનાઈઝેશન કે આરોગ્ય સાથે જોડાયેલી કંપનીમાં આગળ વધવા માંગો છો, તો તમારી પાસે આરોગ્ય સાથે જોડાયેલી ડીગ્રીઓ હોવી જોઈએ.

કોઈ સામાન્ય સ્કુલ અને કોલેજની ડીગ્રીઓની સરખામણીમાં કોઈ પ્રખ્યાત સ્કુલ કે પ્રીમિયર ઇન્સ્ટીટયુટની ડીગ્રીઓનું સીઈઓ જેવા હોદ્દા માટે ઘણું વધુ મહત્વ હોય છે. કારણ કે એવી ઇન્સ્ટીટયુટ ઉત્તમ શિક્ષણ ઉપર વધુ ભાર આપે છે. તે ઉપરાંત તે ઇન્ડસ્ટ્રી ઈંટરફેસ વગેરે દ્વારા કોર્પોરેટ વર્લ્ડની કામગીરીઓ સાથે અપડેટેડ પણ રહે છે. સામાન્ય રીતે એકાઉન્ટસ, બિઝનેસ, ઇકોનોમિકસ, ફાયનાન્સ અને મેનેજમેન્ટમાં ગ્રેજયુએશનની ડીગ્રી સીઈઓની સામાન્ય યોગ્યતા છે.

ટોપ બી સ્કુલ્સ માંથી એમબીએ કરેલા એવા ગ્રેજ્યુએટસ જેમણે એન્જીનીયરમાં ગ્રેજયુએશન કર્યું હોય તેવા સીઈઓ માટે એક સારા ઉમેદવાર ગણવામાં આવે છે. પરંતુ તેને પણ એકાઉન્ટસ, બિઝનેસ, ઇકોનોમિકસ, ફાયનાંસ વગેરેની પુરતી જાણકારી હોવી જોઈએ. બીજા વિષયોના ગ્રેજ્યુએટસ પણ સીઈઓ બની શકે છે, પરંતુ તેને ઉપર આપવામાં આવેલા વિષયોની સારી ક્ષમતા પોતાની અંદર વિકસિત કરીને પોતાની યોગ્યતા સાબિત કરવાની જરૂર રહે છે.

એટલું જ નહિ સીઈઓને કાયદા અને કાનુન, ટેકનિકલ ટુલ્સ અને એચઆર મેનેજમેન્ટની પણ સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. સોફ્ટ કમ્યુનિકેશનમાં તો તેને કુશળતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. કોઈ પણ સારા પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઈંટર્નશીપ રહેતી હોય છે, અને ઈંટર્નશીપ દ્વારા વિદ્યાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટની વ્યવહારિક બાબતો શીખવવામાં આવે છે.

સીઈઓ માટે સામાન્ય રીતે અંડરગ્રેજયુએટ ડીગ્રી :

સીઈઓ વચ્ચે એન્જીનીયરીંગ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સૌથી સામાન્ય ડીગ્રી છે. ઘણા સર્વે મુજબ એવું જાણવા મળ્યું છે કે ફોર્ચ્યુન ૫૦૦ના લગભગ ૪૫ ટકા સીઈઓ પાસે આ બે ફિલ્ડની ડીગ્રીઓ છે, અને તેમણે બંને ફિલ્ડમાં કામ કર્યું છે. એન્જીનીયરીંગ ડીગ્રી અંતર્ગત ખાસ કરીને કમ્પ્યુટર, કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મીકેનીકલ જેવા અલગ અલગ સ્પેશ્યલાઇઝેશનને વધુ મહત્વ આપવામાં આવે છે. અને આ વિષયોમાંથી ગ્રેજ્યુએટ એન્જીયરીંગ સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

તેની સાથે જ બિઝનેસ મેનેજમેન્ટ ઉપરાંત એકાઉન્ટસ, ઇકોમોમીક્સ, ફાઈનાંસ, માર્કેટિંગ અને સેલ્સની સ્ટડી કરતા ઉમેદવાર પણ સીઈઓ બને છે. તે રચનાત્મક વિચારસરણી, નિર્ણય લેવાની ક્ષમતા, સામુહિક વિકાસ અને નેતૃત્વ કૌશલ્યની કળામાં નિષ્ણાંત હોય છે. પરંતુ એવી કોઈ બાબત નથી કે માત્ર એન્જીનીયરીંગ કે મેનેજમેન્ટ કરવા વાળા ઉમેદવાર જ સીઈઓ બને છે. તમને ઘણા એવા સીઈઓ પણ જોવા મળે છે, જેમણે ઈતિહાસ અને પોલીટીકલ સાયન્સમાં નિપુણતા પ્રાપ્ત કરી હોય છે.

દાખલા તરીકે અમે એક ચોનોલ્ટ, ૨૦૦૧થી ૨૦૧૮ સુધી અમેરિકન એક્સપ્રેસના સીઈઓ (તેની પાસે ઈતિહાસમાં ડીગ્રી છે.), એચપીના પૂર્વ સીઈઓ કાર્લી ફીઓરીના (તેમણે સ્ટેનફોર્ડમાંથી મધ્યકાલીન ઈતિહાસ અને દર્શનમાં ડીગ્રી મેળવી છે.), ડીલ્જીના સીઈઓ, રોબર્ટ ઈગર (તેમની પાસે ઈથાક કોલેજમાંથી કમ્યુનિકેશનની ડીગ્રી છે.) વગેરેના નામ લઇ શકાય છે.

સીઈઓ માટે ટોપ એમબીએ પ્રોગ્રામ્સ :

વિશ્વભરમાં કરાવવામાં આવતા થોડા ટોપ એમબીએ પ્રોગ્રામ્સ કરવા વાળા ઉમેદવારોમાંથી લગભગ દર વર્ષે એક-બે સીઈઓ તો બને જ છે. બિઝનેસ રીસર્ચ ગાઈડ.કોમ મુજબ ટોપ ઇન્સ્ટીટયુશન છે, હાવર્ડ બિઝનેસ સ્કુલ (ફોર્ચ્યુન ૫૦૦ ફર્મોમાં પૂર્વ વિદ્યાર્થીઓની સંખ્યા : ૪૦), વ્હાર્ટન (૧૩), સ્ટેનફોર્ડ જીએસબી (૧૦), કેલોગ (૬), કેલી સ્કુલ ઓફ બિઝનેસ (ઇન્ડિયાના વિશ્વવિદ્યાલય – ૬), રોસ (૫), કોલમ્બિયા (૪), વાર્ડન (૪), રટગર્સ (૩) અને ડાર્ટમાઉથ (૩).

ખાનગી અને સાર્વજનિક ઇન્સ્ટીટયુટસ દ્વારા કરાવવામાં આવી રહેલા એમબીએ પ્રોગ્રામ્સ કરવા વાળા ઉમેદવારોમાંથી લગભગ ૧૦૦ ઉમેદવાર કોઈને કોઈ કંપનીઓના સીઈઓ બન્યા છે. જે ઇન્સ્ટીટયુટસ અને યુનીવર્સીટીજના પૂર્વ વિદ્યાર્થીઓ સીઈઓ છે, તેમાંથી ઘણા મુખ્ય છે હાવર્ડ યુનીવર્સીટી, કોર્નલ યુનીવર્સીટી, પેસીલ્વેનયા સ્ટેટ યુનીવર્સીટી, ટેક્સાસ એ એંડ એમ યુનીવર્સીટી, યુએસ મીલીટરી એકેડમી, યુનીવર્સીટી ઓફ નોટ્રે ડેમ, યુનીવર્સીટી ઓફ વિસ્કોન્સીન મેડીકલ, પ્રીસટન યુનીવર્સીટી, સ્ટેનફોર્ડ યુનીવર્સીટી અને મીયાસી યુનીવર્સીટી.

સીઈઓ અને એમબીએ :

ફોર્ચ્યુન ૧૦૦ કંપનીઓના સીઈઓની પ્રોફાઈલને જો આપણે જોઈએ તો ખબર પડે છે કે, તેમાંથી મોટાભાગનાએ ટ્રેડીશનલ વિષયમાં ડીગ્રી મેળવી હતી. માર્ચ ૨૦૧૭માં પ્રકાશિત એક અમેરિકી સમાચારના લેખ મુજબ ૩૯ સીઈઓ એવા હતા જેમની પાસે એમબીએની ડીગ્રી નન એલીટ સ્કુલ્સની હતી. જેવા કે વોલમાર્ટ સ્ટોર્સના સીઈઓ ડગ મેકમિલન (કોલીન્સ કોલેજ ઓફ બિઝનેસ, યુનીવર્સીટી ઓફ તુલસા, ઓકલાહોમા) વગેરે.

કોઈ ડીગ્રી કરતા વધુ એક સીઈઓમાં જોવા મળતા થોડા બીજા લક્ષણ :

ફેસબુકના ઓનર માર્ક જુકરબર્ગ હાવર્ડ વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક અને કમ્પ્યુટર સાયન્સના ફિલ્ડમાં કાંઈક કરવા માંગતા હતા. પરંતુ ફેસબુક ઉપર કામ કરવા માટે તેમણે યુનીવર્સીટી જવાનું છોડી દીધું. બીલ ગેટ્સે પણ વચ્ચે જ પોતાનો અભ્યાસ છોડી દીધો અને માઈક્રોસોફ્ટ માટે કામ કરવાનું શરુ કરી દીધું.

ડેલના સંસ્થાપક માઈકલ ડેલે પણ બિઝનેસને આગળ વધારવા માટે કોલેજ છોડી દીધી. ઉબેરના સીઈઓ ટ્રેવીસ ક્લાનીક યુસીએલએમાં કમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા હતા. પરંતુ સર્ચ એન્જીન ઉપર કામ કરવા માટે તેમણે પણ પોતાનો પ્રોગ્રામ વચ્ચે જ છોડી દીધો.

ઘણા મહાન સફળ લોકોનું માનવું છે કે, માત્ર ઇન્સ્ટીટયુટ, કોલેજો કે યુનીવર્સીટી સ્કુલ્સ માત્ર એક સીઈઓ બનવા માટે પૂરતા નથી. હા એ વાત સાચી છે કે વિશ્વવિદ્યાલય, નેટવર્કિંગ માટે પ્રોફેસરો, કંપનીઓ અને એમ્પ્લોયર સાથે સંબંધ જાળવી રાખવા માટે તક પૂરી પાડે છે. કોલેજમાં બનાવવામાં આવેલા સંબંધ અધિકારીઓ માટે ઘણા ફાયદાકારક સાબિત થાય છે. ઈંટર્નશીપ વિદ્યાર્થીઓને સજ્જતા પ્રાપ્ત કરવા અને થોડા અધિકારીઓને મળવાની તક પૂરી પાડે છે.

પરંતુ એક સીઈઓ બનવા માટે તે ઉપરાંત ઘણા એવા ગુણ છે જેની માહિતી જરૂરી છે. તેને ખાસ કરીને એક સારા કમ્યુનિકેટર, એક્સ્ટ્રોવર્ટ, સ્ટેટજીસ્ટ અને દૂરદર્શી હોવું જોઈએ. તમને ઘણા એવા સીઈઓ પણ જોવા મળશે જેમણે પોતાની કારકિર્દીની શરુઆત એક મેનેજર તરીકે કરીને પોતાની દુરદર્શિતા દ્વારા સીઈઓ સુધીનો હોદ્દો પ્રાપ્ત કર્યો. તેના માટે દ્ર્ઢ ઈચ્છા અને સંકલ્પ શક્તિ પણ જરૂરી હોય છે.

એટલા માટે તમે પણ સીઈઓ બનવાના સપના જુવો છો, તો તેના માટે તમે પસંદ કરેલા વિષયોમાં ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશનની ડીગ્રી પ્રાપ્ત કરો. જો તમે કોઈ બિઝનેસ ફિલ્ડમાં છો કે રસ ધરાવો છો, તો કોઈ એમબીએ પ્રોગ્રામ કરો અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનુભવ પ્રાપ્ત કરો. પોતાના કાર્યો અને યોજના સાથે જોડાયેલા સંકલ્પો પ્રત્યે પ્રતિબદ્ધ રહો.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.