શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ અને ઘૂંટણના દુ:ખાવાને કહો બાય બાય માત્ર 2 રૂપિયામાં

0
6055

જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ વ્યક્તિના શરીરમાં નબળાઈઓ આવવાની શરુ થઇ જાય છે. તેમજ શરીરમાં અલગ અલગ તત્વોની કમી થવા લાગે છે. અને ખોરાક પણ ઓછો થવા લાગે છે. અંદાજે 30 વર્ષની ઉંમર થયા પછી, શરીર લીધેલા આહાર માંથી કેલ્શિયમને સંપૂર્ણ રીતે પોતાનામાં સમાવી શકતું નથી. એટલે શરીરમાં કેલ્શિયમની ઉણપ થવી એક સામાન્ય વાત થઇ છે. પણ એને લીધે લોકોને તકલીફ ઘણી થાય છે.

તેમજ સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા સમયે બાળકના વિકાસની પ્રક્રિયા દરમિયાન શરીરમાં કેલ્શિયમનું સ્તર ઘટે છે. તમને એવું લાગી રહ્યું હોય કે તમે તો યુવાન છો, અને તમારા હાડકા તો નબળા ન જ હોઈ શકે, તો જણાવી દઈએ કે તમે ખોટા હોઈ શકો છો. જાણીતા હાડકાના સર્જનનું એવું કહેવું છે કે, આજે લોકોને ઘણી નાની ઉંમરે ઓસ્ટીયોપોરોસિસ (અસ્થિ ડિસઓર્ડર) નું જોખમ વધી ગયું છે. જો તમે તમારા આહારમાં કેલ્શિયમના પુરતા પ્રમાણ વાળો ખોરાક નથી લેતા તો તમને ઓછી ઉંમરે પણ તમારા ઘૂંટણ નબળા થઇ જશે.

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે, તો તમારે સમય રહેતા એનું નિદાન કરી લેવું જોઈએ. આજે અમે તમને આ લેખના માધ્યમથી થોડા એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ દૂર કરી શકો છો. અને એ પણ એકદમ ઓછી કિંમતે. તો આવો જાણીએ અમારા લેખમાં એના વિષે શું ખાસ છે?

1. બદામ :

બદામમાં વિટામિન ઈ અને એન્ટીઑકિસડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. બદામ શરીરના સાંધાઓને બગાડથી રક્ષણ આપે છે. અને તે બળતરા અને પીડા સામે પણ રક્ષણ પૂરું પાડે છે.

2. સોયાબીન :

શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ માટે સોયાબીન શાકભાજીને અઠવાડિયામાં એકવાર અવશ્ય ખાવું જોઈએ.

3. ફણગાવેલા મગ :

દિવસમાં સવારના નાસ્તામાં અથવા તો સાંજે એક કપ ફણગાવેલા મગ લેવાથી તમને રાહત આ સમસ્યાથી રાહત મળશે.

4. તલ :

કેલ્શિયમ વધારવા માટે તમે 2 ચમચી શેકેલા તલ ખાવ. જો એકલા તલ નથી ભાવતા, તો તેના સ્વાદને બદલવા માટે તલની ચિકકી અને તલના લાડુ પણ ખાઈ શકો.

5. અંજીર અને બદામ :

કેલ્શિયમની ઉણપમાં રોજ રાત્રે પાણીમાં 4 બદામ અને 2 અંજીર પલાળો, અને પછી સવારે તેને ચાવી ચાવીને ખાવ. તમને સારું પરિણામ મળશે.

6. ગ્રીન ટી :

જાણકારી માટે જણાવી દઈએ કે ગ્રીન ટી માં એન્ટીઑકિસડન્ટ હોય છે. અને તે મુક્ત રેડિકલથી તમારા હાડકાંને નુકસાન નહી થવા દે. રોજ એક કપ ગ્રીન ટી નું સેવન તમને દુ:ખાવાથી બચાવી શકે છે.

7. આદુની ચા :

માત્ર આદુની ચા પણ તમને આ સમસ્યામાં આરામ અપાવી શકે છે. એના માટે એક ઇંચ આદુનો ટુકડાને પીસીને અડધો કપ પાણીમાં ઉકાળી એની ચા બનાવીને પીવી જોઈએ.

8. લિંબુ શરબત :

જો તમે રોજ એક ગ્લાસ લિંબુ શરબત પીઓ છો, અને આ સિવાય થોડા ખાટા ફળ પણ ખાવ છો તો પણ તમને લાભ થઈ શકે છે.

9. સવારનો તડકો :

સવારનો તડકો પણ તમારા માટે સારો ગણાય છે. એના માટે સવારે ૮ વાગ્યા પહેલાં સૂર્યપ્રકાશમાં ૧૦ મિનિટ બેસો.

10. પપૈયા :

એ તો તમે જાણતા હશો કે પપૈયામાં વિટામિન સી વધારે માત્રામાં રહેલું હોય છે. માટે એનું પણ સેવન કરવું જોઈએ.

11. બ્રોકલી :

બ્રોકલી જે ફૂલગોબીની એક ખડતલ જાતનો છોડ છે, તે શરીર માંથી મુક્ત રેડિકલસને બહાર કાઢે છે, એને લીધે સાંધાના જોડાણોમાં નુકસાનક નથી થતું અને સાથે જ તે સાંધાને મજબૂત બનાવે છે.

12. રાજમા (બ્લેક બીન) :

રાજમા ઘણા લોકોને પ્રિય હોય છે. અને તેમાં મેંગેનીઝ અને અન્ય તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. અને એ બધા તત્વો તંદુરસ્ત સાંધા માટે ઘણા જરૂરી હોય છે. તે એન્થોકયાનિન ધરાવે છે જે એન્ટીઑકિસડન્ટ અને રેડિકલ શરીરમાંથી બહાર કાઢે છે અને સાંધાને બગડવાથી અટકાવે છે.

13. સફરજન :

જાણકારી માટે જણાવી દઈએ કે સફરજન ખાવાથી સાંધામાં થતો દુ:ખાવો અને એમાં રહેલી ક્ષતિ દૂર થાય છે. સફરજન શરીરના સાંધાઓમાં કેલ્શિયમ બનાવવા માટે મદદ કરે છે, જે ઘૂંટણને બેડોળ બનતા અટકાવે છે.

14. જીરા વાળું પાણી:

આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે જીરા વાળું પાણી પીવું જોઈએ. એના માટે રાત્રે સુતા પહેલા બે ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં નાખીને મૂકી દો. અને બીજા દિવસે સવારે તેને ગાળીને પી જાવ.

15. આદુ :

આદુમાં રહેલા તત્વો દુ:ખાવો અને સોજો દૂર કરવામાં મદદ કરે છે. એટલે ચા અને ખોરાકમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

16. રાગી :

રાગી જે એક જાતનું ઘાસ ધાન્ય હોય છે તેનું સેવન અઠવાડિયામાં ઓછા માં ઓછું બે વાર કરવું જોઈએ. તેના લોટ માંથી ઈડલી, દાળીયા વગેરેની બનાવી તેનું સેવન કરી શકો છો. કારણ કે રાગીમાં જરૂરી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે શરીરમાં રહેલી કેલ્શિયમની કમીને દુર કરી તમને આરામ આપશે.