દીપિકાની બુટ્ટીની કિંમતમાં તમે ખરીદી શકો છો 120 કિલો ડુંગરી

0
2445

દીપિકા પાદુકોણ પોતાની આવનારી ફિલ્મ છપાકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મીનું પાત્ર ભજવી રહી છે, અને આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. આજકાલ આ જ ફિલ્મના પ્રમોશનમાં દીપિકા જોડાયેલી છે અને વ્યસ્ત છે. તે દિવસ રાત અલગ અલગ જગ્યાએ જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન એમની બુટ્ટી(ઈયરિંગ) ચર્ચામાં આવી છે.

દીપિકાએ પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇયરલોબ પહેરી હતી. અને ઘણા સમાચારોમાં એની કિંમત 12 હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. અને સાથે જ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આટલી કિંમતમાં મુંબઈમાં રહેતા વ્યક્તિ 120 કિલો ડુંગરી ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં આ દિવસોમાં ડુંગરીની કિંમત 100 રૂપિયાની આસપાસ ચાલી રહી છે.

છોડો ડુંગરીના વધતા ભાવનું દર્દ તમે શું સમજશો દીપુજી. સામાન્ય માણસના રસોડાનો રાજા છે ડુંગરી, રસોડાનો બેસ્ટ ફ્રેન્ડ છે ડુંગરી, દાળ ભાતનો પ્રેમ છે ડુંગરી.

દીપિકા પાદુકોણની આ બુટ્ટી શું જો તમને એમના ડ્રેસનો ભાવ ખબર પડે, તો તમે કહેશો કે આટલામાં તો અમારા આખા ખાનદાન માટે કપડાં આવી જશે. છોડો દીપિકા તો સ્ટાર છે તે કાંઈ પણ પહેરી શકે છે, વિચારવાનું તો આપણે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.