આ ફોર્મ્યુલા AC, Fan, Cooler વગર જ ઘરનું તાપમાન ઓછું કરે છે, જાણો આ લાખો રૂપિયાનો ફોર્મ્યુલા ફ્રી માં.

0
1249

ઉનાળામાં ગરમીથી બચવા માટે ઘણા બધા લોકો પોતાના ઘરમાં એસી કે કુલર લગાવે છે. અને જે લોકો આવી વસ્તુને નથી ખરીદી શકતા એમણે ઉનાળાની ગરમીનો પ્રકોપ સહન કરવો પડે છે. પણ આજે અમે તમને એક એવા ફોર્મ્યુલા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જે તમારા ઘરનું તાપમાન નીચું રાખવા માટે ઉપયોગી સાબિત થશે, અને એ પણ એસી, કુલર કે પંખાના ઉપયોગ વગર.

ગરમીની ઋતુ શરુ થાય એટલે આપણને પરસેવો છૂટવા લાગે છે. અને આખો દિવસ બહારનું તાપમાન તો વધારે રહે જ છે. સાથે સાથે આપણા ઘરનું ધાબુ પણ ગરમ રહે છે. જેને લીધે થતી ગરમી આપણને રૂમમાં ભઠ્ઠીનો અનુભવ કરાવે છે. હવે ગરમી ઉપર તો કોઈ માણસનું જોર નથી ચાલતું. ઘરમાં આખો દિવસ પંખા, કુલર ચલાવવા છતાંપણ આખો ઉનાળો ખરાબ રીતે જ પસાર કરવો પડે છે.

અને સૂર્યના તાપને લીધે ઘરનું ધાબુ એકદમ ગરમ થઇ જાય છે. અને ધાબા પર ઉઘાડા પગે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. જયારે જયારે ઘરની મહિલાઓ ધાબા ઉપર કપડા સૂકવવા જાય છે, તો તેઓ એ અનુભવ કરે છે કે, ધાબાનું તાપમાન ૬૫-૭૦ ડીગ્રી સુધી પહોચી જાય છે. પણ આજે અમે જે રીત તમને જણાવીશું એનાથી આ તાપમાન ૩૦-૩૫ ડીગ્રી રહી જશે.

આજે અમે તમને જણાવીશું એક ઘણી જ સસ્તી અને ઉત્તમ રીત, કે જેનાથી તમે ગરમીમાં પણ રૂમની અંદર આરામથી બેસી શકશો અને બપોરે ઉઘાડા પગે ધાબા ઉપર પણ ફરી શકશો. આ કામ કરવાં માટે તમને માત્ર ૨-૩ વસ્તુની જરૂર પડશે. અને એ પણ જણાવી દઈએ કે એનો ખર્ચો માત્ર ૫૦૦-૧૦૦૦ રૂપિયા સુધી જ થશે.

મિત્રો અમે જેની વાત કરી રહ્યા છીએ એને Roof-Coating પણ કહેવામાં આવે છે. આવા પ્રકારની બનાવટ તમે બજારમાં લેવા જશો, તો તમને ૨૦ રૂપિયા લીટરનો આવો ઘોળ ૪૫૦૦ થી ૭૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતે નહિ મળે, અને મોટા ધાબા ઉપર તમારે ખર્ચ ૨૫,૦૦૦ થી ૩,૦૦૦૦ થી ઓછો નહી થાય.

તો આવો તમને જણાવીએ કે, એને તમે ઘરે જાતે જ કેવી રીતે બનાવી શકો છો? મિત્રો આના માટે નીચે લખેલી વસ્તુ લાવવાની છે, અને તેને ભેળવવાની છે.

૧. લાઈમ પાઉડર (lime powder) જે ઈંટીરીયરમાં ઉપયોગ થાય છે, તેને આપણે ચૂનો કે કળી પણ કહીએ છીએ. સામાન્ય ચુનાને બદલે ઉત્તમ ચૂનાનો ઉપયોગ કરો તો વધુ સારું. તે તમને ૮૦ થી ૧૫૦ રૂપિયા સુધી ૧૦ કી.ગ્રા. ના પેકીંગમાં મળી જશે.

૨. ફેવીકોલ (DDL) તેને તમે ચુના સાથે ભેળવો, જેથી ચૂનો વરસાદમાં પણ જળવાય રહે અને જલ્દી ન ઉતરે.

૩. અને ત્રીજું ફિલ્ટર પાણી લો ૭ થી ૧૦ લીટર જેટલું. આ બધાને સારી રીતે મિક્સ કરો. અને ધ્યાન રહે કે આ ઘોળ વધુ પાતળો ન કરવો. ફિલ્ટર પાણી ન હોય તો તમે સામાન્ય પીવાનું પાણી નાખો.

અને લગાવવા માટે તમે સૌથી પહેલા ધાબાને સારી રીતે સાફ કર્યા પછી તેને પાણીથી ધોઈ નાખો. ધોયા પછી હવે આ ઘોળને કોઈ બ્રશથી ધાબા ઉપર ૨-૩ વખત લગાવો. (જેને આપણે ૨-૩ કોટ કહીએ છીએ.) દર વખતે કોટ મારતી વખતે પહેલાના કોટ પછી ૩-૪ કલાકનું અંતર રાખો. એટલે કે પહેલો કોટ સારી રીતે સુકાયા પછી બીજો કોટ ફરી એવી રીતે ત્રીજો કોટ મારો.

તેનું આયુષ્ય ઓછામાં ઓછું ૧ વર્ષ અને વધુમાં વધુ ૩ થી ૫ વર્ષ સુધી હોય. વધુ વરસાદ અને પાણીથી તે નીકળી જાય, તો તમારે ફરી વખત કરવું પડશે. ઘણી સ્કૂલો, હોસ્પિટલો આવી રીતે બિલ્ડીંગોના તાપમાનને કંટ્રોલ કરે છે. અને આ ઉપાય એસી, કુલર વાપરતા લોકો પણ કરશે તો એમના ઘરનું તાપમાન પહેલાથી ઓછું રહેવાથી એસી ઓછું વપરાશે અને લાઈટબીલ પણ ઓછું આવશે.