જાણો ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કોના માટે રહેશે ભાગ્યશાળી, કોના ખુલશે નસીબના દ્વાર.

0
277

કન્યા : સપ્તાહની શરૂઆત આપના માટે એકંદરે સારી રહેશે. પરિવારજનો સાથે બેસીને આપ અગત્યની ચર્ચા વિચારણા કરશો. ગૃહસજાવટ માટે આપ નવું ફર્નિચર ખરીદો અથવા રંગરોગાન કરાવો તેવી શક્યતા છે. દૂરના અંતરે તમારું કમ્યુનિકેશન વધશે. સપ્તાહના મધ્યમાં આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. તમે પ્રોફેશનલ મોરચે ઘણી મહેનત કરશો અને તેનું તેનું ફળ મળવાથી આત્મવિશ્વાસ વધશે.

અહં સંતોષવાના બદલે સમર્પણની ભાવના રાખશો તો તમે સંખ્યાબંધ નવા લોકો સાથે મૈત્રી કેળવી શકશો. જોકે, અત્યારે કોઇ મિત્ર તમારી સાથે દગાખોરી કરે નહીં તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીવર્ગ માટે એકંદરે પ્રગતિપૂર્ણ સમય છે. અભ્યાસમાં એકાગ્રતા જળવાઇ રહે. સપ્તાહના અંતમાં કામકાજના કારણે તમને કોઇને કોઇ સારું ફળ મળવાની શક્યતા છે. સંતાનોના પ્રશ્નો પર આપ વધુ ધ્યાન આપી શકો. આપનો વિકએન્ડ આનંદ- પ્રમોદમાં વીતશે. સ્વાસ્થ્ય બાબતે ખાસ ચિંતાજનક સ્થિતિ નથી.

ધનુ : સામાજિક મેળાવડામાં તમારી ઉપસ્થિતિ બધાને આનંદ કરાવશે. ઘણી વિસ્મયકારી ઘટનાઓ, મનોરંજન, રચનાત્મક કાર્ય, શાનદાર વૈભવ, અત્યાધિક ખુશી, આ બધું તમને આ સપ્તાહે મળવાની સંભાવના છે. પ્રોફેશનલ મોરચે પ્રતિસ્પર્ધીઓ આપની સામે ફાવી શકશે નહીં. વ્યવસાય ક્ષેત્રે પ્રતિસ્પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકશો. નોકરિયાતોને તેમનું કૌશલ્ય બતાવવાની તક મળે. આ સમયમાં વિદેશમાં વસતા સંબંધી કે વ્યાપારિક સંબંધોથી સારા અને લાભદાયી સમાચાર મળે. ધનલાભની પણ શક્યતાઓ છે.

સિવિલ સર્વિસ, તબીબી અને એન્જિનિયરિંગ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ મહેનત કરવામાં પાછા નહીં પડે પરંતુ વારંવાર બીજાના માર્ગદર્શનની જરૂર પડે. આ સમયે તમને તમારા પ્રિયજનને મળવાની ઘણી તક મળશે. આ સમયે કોઈ વ્યક્તિ સાથે કોઈ નવો સંબંધ પ્રારંભ થઈ શકે છે અથવા ઓફિસ અથવા કોલેજમાં કોઈક તમને પસંદ કરી શકે છે. આપ સ્વસ્થ રહેવા માટે નવી જીવનપદ્વતિ શરૂ કરી શકશો. નિયમિતપણે કસરત કરવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થશે.

મીન : સપ્તાહના આરંભમાં તમારામાં સાહસવૃત્તિ વધશે પરંતુ તેનાથી તમને કોઇ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું પડશે કારણ કે ઘણી વખત તમે ખોટી ભ્રમણાઓમાં આવીને અથવા આંધળુ સાહસ ખેડીને પોતાનું જ નુકસાન કરી શકો છો. મિત્રો પાછળ બિનજરૂરી ખર્ચ પર કાબુ નહીં રાખો તો આર્થિક ચિંતા વધી શકે છે. રોકાણ અંગેના નિર્ણયમાં પણ અતિ ઉતાવળથી બચવું. વ્યાવસાયિક ક્ષેત્રે સપ્તાહના મધ્યમાં મુસાફરી લાભદાયી રહે. નોકરીથી લાભ રહે. દેશાવર કાર્યોમાં કમ્યુનિકેશન અથવા ઓર્ડર સંબંધિત કોઇપણ કામકાજોમાં બીજાના ભરોસે રહેવું નહીં.

શરૂઆતમાં પ્રિયપાત્ર કે સ્નેહી સાથે વર્તનમાં ઘણા સૌમ્ય રહેવાની સલાહ છે. આપના સ્વભાવમાં ક્રોધ રહેતા પ્રિયપાત્ર કે સ્નેહી સાથે ઉગ્ર બોલાચાલીનો પ્રસંગ ઉપસ્થિત થાય. પ્રિયપાત્રને લગતી કોઇ ચિંતા પણ થઇ શકે છે. છતાં પણ છેલ્લા બે દિવસ પ્રણયસંબંધો માટે થોડા બહેતર રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવું હોય તો ખરાબ મિત્રોની સોબત છોડવાની ખાસ સલાહ છે. જેઓ રિસર્ચ અથવા ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા હોય તેમને બીજાના માર્ગદર્શનની જરૂર પડશે. સ્વાસ્થ્યમાં અગાઉની તુલનાએ સુધારો આવે.

મિથુન : સપ્તાહ શરૂઆતમાં તમારા જીવનસાથી અને પરિવારજનો સાથે સંબંધોમાં કંઇક ખૂંટતું હોવાનો અહેસાસ તમારા મનને સતાવ્યા કરશે. તેથી જ તમારે ખુશ રહીને પરિવારના સભ્યો તથા જીવનસાથી જોડે સૂમેળભર્યા સંબંધો રાખવા માટે વધારે પ્રયાસો કરવા પડશે. આ સમયમાં સહકાર, સમાધાન તેમજ અનુકૂલન વૃત્તિ દાખવવાની જરૂરિયાત રહેશે. સપ્તાહના મધ્યનો તબક્કો કારકિર્દી મામલે સકારાત્મક આધાર સમાન પુરવાર થશે.

પ્રોફેશનલ પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી કરેલા કાર્યોનું આપને સારું એવું વળતર પ્રાપ્ત થાય. આપ વધુ પદ્વતિસર રીતે કામ કરશો. પ્રોફેશનલ મોરચે વિરોધીને પોતાની કર્તવ્યનિષ્ઠા અને કામની ગુણવત્તાથી પછાડી શકશો. છેલ્લા ચરણમાં આવકની પણ શક્યતા પ્રબળ હોવાથી તમે આર્થિક મોરચે બહુ ચિંતિત નહીં રહો. વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં મન ઓછુ ચોંટે પરંતુ સપ્તાહના મધ્યથી ઉત્તમ તબક્કો છે. સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ જો શરૂઆતના બે દિવસ સંભાળી લેશો તો વાંધો નહીં આવે.

તુલા : સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે મધ્યાહન સુધી આપનો આત્મવિશ્વાસ સારો રહેશે અને કામકાજમાં સફળતા પણ મળશે પરંતુ તે પછીના બે દિવસ સુધી તમારું મન અનેક વિચારોના આટાપાટામાં અટવાયેલું રહેશે. આ બાબતને ધ્યાનમાં રાખતા શરૂઆતનું ચરણ કોઇપણ મહત્વના નિર્ણયો લેવા માટે ઠીક નથી તેમજ તમારે સંબંધોમાં પણ સાચવીને આગળ વધવું પડશે. જેઓ પહેલાંથી કોઇ બીમારીમાં સપડાયેલા હોય તેમણે પણ અત્યારે ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને દાંતમાં દુખાવો, નાક-કાન અને ગળાને લગતી ફરિયાદો વધી શકે છે.

જોકે, તમારે વધુ નિરાશ થવાની જરૂર નથી કારણ કે સપ્તાહના મધ્યથી સમય આપની તરફેણમાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે તેમ જ આપનું મિત્રવર્તુળ વધશે. ગૃહસ્થ જીવનમાં તમારૂં વર્ચસ્વ વધે અને મધુરતા વ્યાપે. અવિવાહિતોને પ્રિયપાત્રનો સંગાથ મળે અથવા નવા સંબંધોની શરૂઆત થઇ શકે છે. પ્રોફેશનલ મોરચે પણ તમને દૂરના અંતરેથી થતા કાર્યોમાં સારી સફળતા મળે. તમે નવી શરૂઆત કરવા માટે સપ્તાહના અંતિમ ચરણનો ઉપયોગ કરી શકશો.

કુંભ : નોકરી- વ્યવસાયના સ્થળે ધીમે ધીમે ગાડી પાટે ચડવા લાગશે. ઉપરી અધિકારીઓ આપના કામથી પ્રસન્ન રહેશે. આપના દરેક કાર્યો સહજતાથી ઉકલતા જશે. આપના માન પ્રતિષ્ઠામાં વધારો થાય. આપને જાહેર માનસન્માન મળે. વાહનસુખ પ્રાપ્ત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. દાંપત્યજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. પ્રિયપાત્ર કે સ્નેહી, મિત્રોને મળવાનું થશે અને તેમની પાછળ ખર્ચ પણ થશે. પરંતુ ચિંતા ન કરશો કારણ કે આપ ખર્ચને પહોંચી વળવા પૂરતા નાણાં રળી લેશો.

પ્રેમસંબંધોમાં નવી શરૂઆત કરવા માટે સપ્તાહના મધ્યનું ચરણ બહેતર છે. અત્યારે સંતાનો સંબંધિત ખર્ચ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આપ શારીરિક અને માનસિક પ્રફુલ્લિતા અનુભવો. વિદ્યાર્થીઓને સાથી મિત્રો ભણતરમાં સાથ સહકાર આપશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સારો સમય છે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે છતાં ખાવા-પીવામાં થોડી કાળજી લેવી જરૂરી છે. આપના મન પર નકારાત્મક વિચારો પ્રભુત્વ ન જમાવે તેનો ખ્યાલ રાખવો.

મેષ : પ્રોફેશનલ મોરચે અત્યારે તમે શત્રુઓને મ્હાત આપીને આગળ વધો. મીટિંગ અને કોન્ફરન્સને કારણે આપની આવડતમાં વધારો થાય. સપ્તાહના અંતમાં આ ગોચરના ગ્રહો આપની આર્થિક સ્થિતિને વધુ મજબુત બનાવશે. આપના વિદેશી ગ્રાહકો તેમજ ગ્રૂપ સાથે વારંવાર કમ્યુનિકેશન કરવાનું થાય તેમજ કામને કારણે લાંબા અંતરની મુસાફરીએ પણ જવાનુ થાય. સહેલાઇથી નાણાં પ્રાપ્ત થાય. આપના પ્રોફેશનલ ફિલ્ડમાં આપ ઉત્તમ પરફોર્મન્સ આપશો. આપની સખત મહેનતને કારણે આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર વૃદ્વિ થશે. હકીકતમાં આપના અગાઉની મહેનતનું પણ આ સમયમાં ફળદાયી પરિણામ પ્રાપ્ત થશે.

વિદ્યાર્થી જાતકો અત્યારે ભાવિ અભ્યાસ અંગે કોઇ વિદ્વાન વ્યક્તિ સાથે મહત્વની ચર્ચા કરે અથવા પ્રવેશ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરે તેવી શક્યતા છે. સપ્તાહ પસાર થવાની સાથોસાથ તમે ચિંતામુક્ત અને સામાજિક બનશો તથા આપના પરિવારજનો આપના સંગાથની પ્રશંસા કરશે. આપ પરિવારને વધુ સમય આપવાનું વિચારશો જેથી વિકએન્ડમાં તેમની સાથે ક્યાંક ફરવાનું આયોજન બની શકે છે. શરીર અને મન બંનેથી આપ સ્વસ્થ રહેશો. સાહસના શોખીન જાતકો વિકએન્ડમાં એડવેન્ચર ટૂરનું આયોજન કરીને શોખ પૂરો કરી શકે છે. જોકે કમરમાં દુખાવો, બ્લડપ્રેશર, દાંતને લગતી સમસ્યા હોય તેમણે અત્યારે સાચવવું પડશે.

કર્ક : સપ્તાહની શરૂઆતમાં તમે કામકાજમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરશો. તમારામાં કામનો ઉત્સાહ પણ સારા પ્રમાણમાં જોવા મળે. ભાગીદારીના કાર્યો ધીમે પરંતુ એકધારી ગતિએ આગળ વધે. આવી સ્થિતિમાં તમે સંબંધો પર અપેક્ષા કરતા ઓછુ ધ્યાન આપશો. પહેલા ચરણમાં તમને અગાઉની તુલનાએ કેટલાક લાભો મળવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય અને તમે આપ્તજનો માટે ખર્ચ કરવામાં પાછા નહીં પડો. સંતાનો સંબંધિત ખર્ચની શક્યતા જણાઈ રહી છે.

આ ઉપરાંત તમે ઘરની સજાવટ અથવા કામકાજના સ્થળે પોતાની આસપાસના માહોલમાં સજાવટ કે રિનોવેશનમાં ખર્ચ કરો તેવી સંભાવના રહેશે. સપ્તાહના મધ્યમાં અંગત જીવનમાં ખુશી મેળવવા માટે દરેક સ્થિતિમાં અનુકૂલન સાધવાની તૈયારી બતાવવી પડશે. સપ્તાહના છેલ્લા ચરણ દરમિયાન આપના મિત્રવર્તુળ તેમજ ગ્રૂપમાં પણ વધારો થશે. વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆત અને અંતિમ ચરણમાં અભ્યાસમાં સારું ધ્યાન આપે પરંતુ મધ્યમાં તમારી માનસિક ચંચળતાના કારણે થોડા પાછા પડશો. સ્વાસ્થ્ય બાબતે સપ્તાહના મધ્યમાં થોડી કાળજી રાખશો તો બાકીનો સમય સારો છે.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં ધંધામાં પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવશો. નોકરીમાં પણ આપની વિરુદ્ધ ચાલતા ષડયંત્રો નિષ્ફળ જશે. પહેલા દિવસે મધ્યાહન સુધી પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી અસ્‍વસ્‍થતા અનુભવાય પરંતુ આ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવી શકશો. પહેલાં ચરણમાં સ્ત્રીવર્ગ અને સંતાનો પાછળ વધારે ખર્ચ કરવો પડે. પહેલાં ચરણમાં પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ઉત્તમ સમય વિતાવી શકશો અને આ તબક્કો તમારા માટે યાદગાર બની શકે છે. તેમની સાથે ભેટસોગાદોની આપ-લે થઇ શકે છે.

પ્રોફેશનલ મોરચે નવી ભાગીદારી અથવા કરારોની સંભાવના પણ નકારી શકાય નહીં. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે પરંતુ સપ્તાહના મધ્યમાં તમે સામાન્ય અભ્યાસના બદલે પરાવિજ્ઞાનમાં વધુ રુચિ લો તેવી શક્યતા છે. સપ્તાહના અંતિમચરણમાં લાંબી મુસાફરી થવાના યોગ છે. આખા સપ્તાહમાં આપનો મોટાભાગનો સમય બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં પસાર થશે. આપના નવીન વિચારો કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરશે. ઘરમાં પણ શાંતિનું વાતાવરણ રહે. આપનું મિત્ર વર્તુળ વધશે પરંતુ નવા મિત્રો બનાવવામાં તમે દરેક પાસાનો વિચાર કરવામાં થોડો સમય લેવાનું પણ પસંદ કરશો.

સિંહ : સપ્તાહના શુરુઆતમાં કાર્ય સફળતા મેળવવા અને મહત્વના નિર્ણયો લેવા માટે સાનુકૂળ સમય છે. જીવનસાથી સાથે નિકટતા વધતા આપ આનંદિત રહેશો. પ્રોફેશનલ મોરચે સમાધાનકારી વલણ આપને લાભદાયી રહેશે. લાગણી છોડીને દરેક બાબતે વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવજો. પરિવારના સભ્યો માટે કરેલા કોઇપણ ખર્ચનો અત્યારે યશ મળવાની આશા રાખવી નહીં. આપના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. સપ્તાહના મધ્યમાં શરીરમાં સ્ફુર્તિ અને ઉલ્લાસ વ્યાપશે. આપના કાર્યો વિના અવરોધે પાર પડે.

ધનલાભનો યોગ છે. મિત્રો સંબંધીઓથી ફાયદો થશે. લગ્નોત્સુક યુવક યુવતીઓને લગ્ન આડેથી અવરોધો દૂર થશે. સપ્તાહના અંતિમ ચરણમાં તમારું મન કેટલીક બાબતોમાં વ્યાકૂળ રહે. પરિવારના સભ્યો અને સ્નેહીજનો તમારી તરફેણમાં ના હોય તેવું મનોમન લાગ્યા કરશે. નકારાત્મક વિચારો મનને ઘેરી વળશે. ધન અને માનહાનિ થાય તેવા કોઇપણ કાર્યોથી દૂર રહેવું. નોકરીમાં સમસ્યાઓ ઉભી થાય. સ્થાવર મિલકતના દસ્તાવેજો કરવામાં કાળજી રાખવી. આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ રહે.

મકર : આ સપ્તાહમાં પરિવાર, પ્રિયપાત્ર અથવા સમાજને લગતા ધાર્યા કામોમાં થોડી મહેનત પછી સફળતા મળવાની શક્યતાઓ છે. ભાઇભાંડુઓ સાથે આનંદથી સમય પસાર કરો. તેમનાથી લાભ પણ થાય. આવકના સ્ત્રોત ઊભા કરવા માટે આપ રોકાણ અથવા સ્થાવર મિલકતોની ખરીદી જેવા માર્ગો અપનાવી શકો છો. આ સમયમાં શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઓ તમને મોટા આર્થિક ખાડામાં ધકેલી શકે છે માટે સાચવજો. દૂર વસતા સ્નેહીજનો તેમ જ મિત્રો સાથે અસરકારક કમ્યુનિકેશન થઇ શકે છે અને તેના કારણે તમને એક અલગ ખુશી પ્રાપ્ત થાય.

પ્રિય પાત્ર સાથે વિવાદ, ઝગડો ન થાય તે માટે શાંત રહેજો. પ્રેમસંબંધોમાં સાવધાની પૂર્વક આગળ વધવું. વિદ્યાર્થીઓને અભ્યાસનું અવ્યસ્થિત આયોજન અને વધુ પડતા વિચારો મનમાં ગુંચવણ પેદા કરશે. અંતે વિદ્યાર્થીઓ માટે બહેતર સમય છે. સપ્તાહના મધ્યમાં ખાવામાં અનિયમિતતાથી પેટની બીમારીઓ થાય. ગુસ્સાની લાગણી પર કાબૂ રાખવો.

વૃષભ : આ સપ્તાહ આપને જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તક પુરી પાડશે. આ સપ્તાહમાં તમે એવી કોઇપણ દલીલબાજી ટાળશો કે જે આપને મંતવ્યોમા ભેદભાવ અને ગેરસમજ તરફ લઇ જાય. પ્રોફેશનલ મોરચે શરૂઆતથી તમે ધ્યાન આપશો જેમાં ખાસ કરીને પોતાના કૌશલ્યમાં સુધારો લાવવા, આત્મવિશ્વાસ વધે તેવી પ્રવૃત્તિઓ અથવા સેમીનાર વગેરે માટે પ્રયત્નશીલ રહેશો. આ ઉપરાંત તમે વાકચાતુર્યથી પણ ઘણા કામ પાર પાડી શકશો. વિદ્યાર્થી જાતકો આ સપ્તાહે તેમના ભાવિ અભ્યાસ અંગે આયોજન કરે તેમજ પ્રવેશ સંબંધિત ચર્ચા થાય તેવી સંભાવના છે.

પ્રેમસંબંધોમાં તમે સક્રિય રહેશો પરંતુ શરૂઆતના બે દિવસમાં તમને સંબંધોમાં અનિશ્ચિતતા વર્તાય અથવા તમારા સાથી પર સંપૂર્ણ વિશ્વાસ મુકતા અચકાવ તેવી શક્યતા છે. આ સ્થિતિમાં આપના જીવનસાથી અથવા પ્રિયપાત્ર આપને સ્વાર્થી અથવા સ્વકેન્દ્રિ ના સમજે તેની ખાસ તકેદારી રાખશો અન્યથા સંબંધોમાં અંતર આવી શકે છે. તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. તમે પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ વધુ સારી કરવા માટે એકધારી કાળજી રાખશો. તમે જરૂર જણાય ત્યારે આગોતરા પગલાં પણ લેશો.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.