ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય માસ માગશર જલ્દી જ થશે શરૂ, જાણો ડિસેમ્બરના વ્રત અને તહેવારોની સંપૂર્ણ યાદી.

0
333

2020 નો છેલ્લો મહિનો થયો શરૂ, આ મહિને જ શરૂ થશે શ્રીકૃષ્ણનો પ્રિય માગશર માસ, જાણો તેમાં આવતા વ્રત અને તહેવાર વિષે. વર્ષ 2020 ના અંગ્રેજી કેલેન્ડરનો છેલ્લો મહિનો ડીસેમ્બર શરુ થઇ ગયો છે, અને હિંદુ કેલેન્ડરનો બીજો મહિનો માગશર પણ જલ્દી જ શરુ થઇ જશે. માગશર માસની પુનમ મૃગશીરા નક્ષત્રથી યુક્ત હોય છે, એટલા માટે આ માસનું નામ માગશર પડ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણને માગશર માસ ખુબ પ્રિય છે.

કેલેન્ડર અનુસાર ડિસેમ્બર મહિનામાં અગિયારસ, પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રી, સોમવતી અમાસ, નાતાલ, લગ્ન પંચમ, ગીતા જયંતી, માસિક ગણેશ ચતુર્થી, અમાસ, પુનમ જેવા વ્રત અને તહેવાર આવવાના છે. આવો જાણીએ આ માસના આ મુખ્ય વ્રત અને તહેવાર કઈ તારીખે અને દિવસે આવવાના છે, જેથી તમે તે મુજબ તમારી તૈયારીઓ કરી લો.

ડીસેમ્બર 2020 માં આવતા વ્રત અને તહેવાર :

03 ડીસેમ્બર, દિવસ : ગુરુવાર : સંકષ્ટી ચતુર્થી

07 ડીસેમ્બર, દિવસ : સોમવાર : કાલ ભૈરવ જયંતી

11 ડીસેમ્બર, દિવસ : શુક્રવાર : ઉત્પન્ના અગિયારસ

12 ડીસેમ્બર, દિવસ : શનિવાર : શનિ પ્રદોષ વ્રત

13 ડીસેમ્બર, દિવસ : રવિવાર : માસિક શિવરાત્રી

14 ડીસેમ્બર, દિવસ : સોમવાર : સોમવતી અમાસ, વર્ષ 2020 નું છેલ્લું સૂર્યગ્રહણ.

15 ડીસેમ્બર, દિવસ : મંગળવાર : ધનુ સંક્રાંતિ

18 ડીસેમ્બર, દિવસ : શુક્રવાર : વિનાયક ચતુર્થી

19 ડીસેમ્બર, દિવસ : શનિવાર : લગ્ન પાંચમ

25 ડીસેમ્બર, દિવસ : શુક્રવાર : મોક્ષદા અગિયારસ, ગીતા જયંતી, નાતાલ

27 ડીસેમ્બર, દિવસ : રવિવાર : પ્રદોષ વ્રત

29 ડીસેમ્બર, દિવસ : મંગળવાર : દત્તાત્રેય જયંતી

30 ડીસેમ્બર, દિવસ : બુધવાર : માગશર પુનમ

કાલ ભૈરવ જયંતી 2020 : આ વર્ષે કાલ ભૈરવ જયંતી 07 ડીસેમ્બરના રોજ સોમવારે છે. તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક સમસ્યાઓનો ઉકેલ આવે છે.

ઉત્પન્ના અગિયારસ 2020 : આ વર્ષે ઉત્પન્ના અગિયારસ 11 ડીસેમ્બરના રોજ શુક્રવારે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. તેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

શનિ પ્રદોષ વ્રત : ડીસેમ્બરમાં શનિ પ્રદોષ વ્રત 12 તારીખે છે. આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે.

સોમવતી અમાસ કે માગશર અમાસ : તે 14 ડિસેમ્બરે છે. આ દિવસે સ્નાન, દાન વગેરેનું વિશેષ મહત્વ હોય છે. તેને પિતૃ અમાસ પણ કહેવાય છે. તે દિવસે પિતૃનું સ્મરણ કરવામાં આવે છે.

ધનુ સંક્રાંતિ 2020 : ધનુ સંક્રાંતિ 15 ડીસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી રહેશે. સૂર્યદેવ 15 ડીસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરશે, એટલા માટે આ સંક્રાંતિને ધનુ સંક્રાંતિ કહેવાય છે.

મોક્ષદા અગિયારસ 2020 : મોક્ષદા અગિયારસ 25 ડિસેમ્બરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મોહ માયાના બંધનમાંથી મુક્ત થઇ જાય છે. આ જ દિવસે ગીતા જયંતી પણ હોય છે, કેમ કે આ દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

નાતાલ 2020 : દર વર્ષે નાતાલ 25 ડીસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તે ઈસાઈ ધર્મનો મુખ્ય તહેવાર છે. ઇસા મસીહના જન્મના પ્રસંગ ઉપર લોકો એક બીજાને કેક ખવરાવે છે અને ભેંટ આપે છે.

માગશર પુનમ 2020 : આ વર્ષે માગશર પુનમ 30 ડીસેમ્બરના રોજ છે. આ દિવસે સ્નાન, તપ અને દાનનું વિશેષ મહત્વ હોય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.