ડિસેમ્બરમાં થશે આ 4 ગ્રહોનું રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર કેવો પડશે પ્રભાવ.

0
476

આવતા મહિને થનારા ગ્રહોના રાશિ પરિવર્તનનો દરેક રાશિઓ પર પડશે પ્રભાવ, આ લોકોને મળશે અતિશુભ ફળ. ડિસેમ્બર મહીનામાં ચાર ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યા છે, જેની અસર દરેક રાશિના લોકોના જીવન પર થવાની છે. પંડિતો અનુસાર આવતા મહિને શુક્ર ગ્રહ, સૂર્ય ગ્રહ, બુધ ગ્રહ અને મંગલ ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. શુક્ર દેવ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. સૂર્ય ગ્રહ અને બુધ ગ્રહ ધનુ રાશિમાં પ્રવેશ કરવાના છે. જયારે મંગળ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે. આ ચારેય ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. આવો આ ગ્રહોનું રાશિ પરિવર્તન કઈ તારીખે થશે અને તેનો પ્રભાવ કેવો રહેશે તેના પર એક નજર ફેરવી લઈએ.

શુક્ર દેવનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ : શુક્ર દેવ પોતાની સ્વરાશિ તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન 11 ડિસેમ્બરે થશે. શુક્ર દેવ 4 જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. આ ગ્રહને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. શુક્રના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાથી અમુક રાશિઓના લોકોને શુભ ફળ મળશે, તો અમુક રાશિઓ માટે તે અશુભ હોઈ શકે છે. શુક્ર દેવનું આ ગોચર ઘણા લોકોના લગ્ન જીવન પર પ્રભાવ પાડી શકે છે.

કરો આ ઉપાય : શુક્ર ગ્રહને અનુકૂળ બનાવી રાખવા માટે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો અને દર શુક્રવારે આ ગ્રહ સાથે જોડાયેલી કથા વાંચો.

સૂર્ય દેવ કરશે ધનુ રાશિમાં પ્રવેશ : 15 ડિસેમ્બરે સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિમાં સૂર્ય દેવ 14 જાન્યુઆરી સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય દેવ આ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગ્રહના ધનુ રાશિમાં પ્રવેશ કરવાથી દરેક રાશિઓને શુભ ફળ જ મળશે. ધનુ રાશિના લોકો પર આ પરિવર્તનની ઘણી સારી અસર જોવા મળશે અને ધન લાભ થશે. સાથે જ કરિયરમાં પરિવર્તન આવશે અને થઈ શકે છે કે પ્રમોશન મળી જાય અથવા નવી નોકરી લાગી જાય.

કરો આ ઉપાય : સૂર્ય દેવના ખરાબ પ્રભાવથી બચવા માટે રોજ સવારે આ ગ્રહની પૂજા કરો અને સૂર્યને અધર્ય આપો.

બુધ દેવનું થશે ધનુ રાશિમાં ગોચર : બુધ ગ્રહ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ પ્રવેશ 17 ડિસેમ્બરે થશે. આ રાશિમાં ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિના કારક માનવામાં આવતા બુધ ગ્રહ 5 જાન્યુઆરી 2021 સુધી રહેશે. આ રાશિમાં બુધ દેવ અને સૂર્ય ગ્રહ ભેગા થશે. જેથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ રાશિ પરિવર્તનની અસર દરેક રાશિ પર થશે. અમુક લોકોનું કરિયર સુધરી જશે, જયારે અમુક લોકોના દાંપત્ય જીવન પર તેની શુભ અસર થશે.

કરો આ ઉપાય : બુધ દેવના રાશિ પરિવર્તનની તમારા જીવનમાં કોઈ ખરાબ અસર ન થાય એવા હેતુથી લીલી વસ્તુઓનું દાન કરો અને બુધ ગ્રહની કથા વાંચો.

મંગળનો મેષ રાશિમાં પ્રવેશ : 24 ડિસેમ્બરે મંગળ ગ્રહ પોતાની સ્વરાશિ મેષમાં માર્ગી થશે અને તેમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનનો સૌથી સારો પ્રભાવ મેષ રાશિના લોકો પર જ થવાનો છે. તેમજ અન્ય રાશિના લોકો સાવચેત રહે અને પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખે. વધારે ગુસ્સો કરવાથી તમને નુકશાન થઈ શકે છે.

કરો આ ઉપાય : મંગળ ગ્રહ તમને અનુકૂળ બની રહે તેના માટે દર મંગળવારે લાલ રંગની વસ્તુઓનું દાન કરો. સાથે જ હનુમાનજીની પૂજા કરો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.