ડેબિટ કાર્ડ પર છપાયેલ 16 અંક શું જણાવે છે

0
1455

ડેબીટ કાર્ડ ઉપર લખવામાં આવેલા નંબરોનો શું અર્થ થાય છે? ડેબીટ કાર્ડ ઉપર આપવામાં આવેલા આંકડા ઓની ઓળખ કેવી રીતે કરવી? કાર્ડ નંબર શું છે, અને ડેબીટ કાર્ડ ઉપર ૧૬ આંકડાનો શું અર્થ થાય છે? આ બધા એવા પ્રશ્ન છે જે હંમેશા પૂછવામાં આવે છે. સંપૂર્ણ જાણકારી માટે આવો જોઈએ.

ડેબીટ કાર્ડને જ એટીએમ કાર્ડ કહે છે અને તેનો ઉપયોગ ઓનલાઈન ખરીદી, ઓનલાઈન બીલ પેમેન્ટસ વગેરે માટે કરવામાં આવે છે. ડેબીટ કાર્ડ કે એટીએમ દ્વારા આપણે કોઈપણ એટીએમ મશીન માંથી પૈસા મેળવી શકીએ છીએ.

આવો એક ઉદાહરણ તરીકે સમજીએ : જેવી રીતે આપણે સીમનો ઉપયોગ કરીએ છીએ બસ એવી જ રીતે એટીએમનો પણ થાય છે. જો સીમમાં બેલેન્સ ન હોય તો આપણે વાત નથી કરી શકતા તેવી રીતે જો બેંકમાં બેલેન્સ ન હોય તો ડેબીટ કાર્ડની મદદથી પૈસા નથી કાઢી શકાતા.

વધતી જતી ટેકનોલોજીથી આપણેને ફાયદો થાય છે કે હવે આપણે પૈસા લેવા માટે બેંક જવાની જરૂર પડતી નથી, હવે આપણે એટીએમ દ્વારા કોઈપણ બેંકના એટીએમ મશીન માંથી પૈસા મેળવી શકીએ છીએ. ડેબીટ કાર્ડનો અર્થ ઓનલાઈન બેન્કિંગ ટ્રાજેકશન થાય છ જેનાથી તમે કોઈપણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.

આજના સમયમાં દરેક બેંક એકાઉન્ટ ખાતેદાર પાસે ડેબીટ (એટીએમ) કાર્ડ હોય છે. લોકો તેનો ઉપયોગ કરે છે, પણ ઘણાને આ કાર્ડ વિષે વધુ જાણકારી નથી હોતી. ડેબીટ કાર્ડ ઉપર આપવામાં આવેલા નંબરોથી તમારા બેંક ખાતાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. એ આપણે બધા જાણીએ છીએ કે દરેક ડેબીટ કાર્ડની બન્ને તરફ કોઈ નંબર લખેલા હોય છે, પણ તેને ડી કોડ કરવું ઘણું સરળ હોય છે.

શું તમે જાણો છો કે આ નંબર તમારા બેંક એકાઉન્ટ વિષે જણાવે છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિથી પણ ઘણું જરૂરી હોય છે. ત્યાં સુધી કે શોપિંગ અને ઓનલાઈન બેન્કિંગ વખતે કોઈપણ પ્રકારની છેતરપીંડી અટકાવવા માટે તે ઘણું મદદરૂપ સાબિત થાય છે. પણ જો કોઈપણ પ્રકારની બેદરકારી ને કારણે કાર્ડ ડીટેલ્સ જો કોઈ પાસે પહોચી જાય છે તો છેતરપીંડી થઇ શકે છે.

જાણો એટીએમ વિષે ૧૫ જાણવા જેવી વાતો :-

ડેબીટ કાર્ડ ઉપર લખેલા ૧૬ આંકડાનો નંબર શું દર્શાવે છે :

ડેબીટ કાર્ડના આગળના ભાગમાં ૧૬ આંકડાનો નંબર લખેલો હોય છે. પહેલા ૬ આંકડા બેંક આઈડેન્ટીફીકેશન નંબર હોય છે અને પછીના ૧૦ આંકડા કાર્ડધારકનો યુનિક એકાઉન્ટ નંબર હોય છે. ત્યાં સુધી કે ડેબીટ કાર્ડ ઉપર બનેલા ગ્લોબલ હોલોગ્રામ એક એવો સુરક્ષા હોલોગ્રામ છે, જેની નકલ કરવી ઘણું અઘરું હોય છે. તે થ્રી ડાઈમેંશનલ હોય છે. ડેબીટ કાર્ડ ઉપર એક્સપાયરી ડેટ અને વર્ષ પણ લખેલા હોય છે. જેથી તે ધ્યાનમાં રહે કે આ તારીખ પછી કાર્ડ કામ નહિ કરે.

ડેબીટ કાર્ડ ઉપર લખેલા નંબરનો શું અર્થ છે?

પહેલો નંબર તે ઇન્ડસ્ટ્રીને દર્શાવે છે, જેણે કાર્ડ બહાર પડ્યું છે. તેને મેઝર ઇન્ડસ્ટ્રી આઈડેન્ટીફાયર કહે છે. જેમ કે બેંક, પેટ્રોલીયમ કંપની વગેરે. જુદી જુદી ઇન્ડસ્ટ્રી માટે આ અલગ અલગ હોય છે.

તે ઇન્ડસ્ટ્રીઝ જે mll કોડ જાહેર કરે છે:

O – ISO અને બીજી ઇન્ડસ્ટ્રી, ૧. એયરલાઈન્સ, ૨. એયરલાઈન્સ અને બીજી ઇન્ડસ્ટ્રી, ૩. ટ્રાવેલ્સ અને ઇન્ટરટેનમેંટ (અમેરિકન એક્સપ્રેસ કે ફૂડ ક્લબ) ૪. બેન્કિંગ અને ફાઈનેંસ (વિઝા) ૫. બેન્કિંગ અને ફાઈનેંસ (માસ્ટર કાર્ડ) ૬. બેન્કિંગ અને મર્ચેડાઈજિંગ, પેટ્રોલીયમ, ૮. ટેલીકમ્યુનિકેશન અને બીજી ઇન્ડસ્ટ્રી, ૯. નેશનલ અસાઇનમેંટ

બેંક મિત્ર અને કિયોસ્ક બેન્કિંગ કોને કહે છે?

ડેબીટ કાર્ડ ઉપર લખેલા પહેલા ૬ નંબરનો શું અર્થ છે :

ડેબીટ કાર્ડના પહેલા ૬ નંબર તે કંપનીને દર્શાવે છે. જે કાર્ડ બહાર પાડે છે. તેને Issuer Identification Number (IIN) કહે છે.

કંપની IIN

માસ્ટરકાર્ડ = 5XXXXX

વિઝા = 4XXXXX

હવે ૭ નંબરથી લઈને છેલ્લા નંબરને છોડીને એટલે ૭ થી ૧૫ નંબર સુધી :

૭ નંબર થી લઈને કાર્ડના છેલ્લા નંબરને છોડીને તે તમારા બેંક એકાઉન્ટ નંબર સાથે લીંક રહે છે. આપણે તેને બેંક ખાતા નંબર નથી કહી શકતા પણ આ નંબર બેંકના ખાતા સાથે લીંક રહે છે. પરંતુ ચિંતા કરવાની વાત નથી, આ નંબર તમારા બેંક ખાતા અને તમારા વિષે કોઈ પણ સ્પષ્ટતા નથી કરતો. તે બસ કાર્ડ બહાર પાડવા વાળા દ્વારા ફાળવવામાં આવેલો હોય છે અને સંપૂર્ણ રીતે તેને ગોપનીય રાખવામાં આવે છે.

હવે ડેબીટ કાર્ડના છેલ્લા નંબર વિષે જોઈએ :-

ડેબીટ કાર્ડનો છેલ્લો નંબર ચેક ડીઝીટ નામથી ઓળખવામાં આવે છે. તેનાથી એ જાણી શકાય છે કે કાર્ડ માન્ય છે કે નહિ.

ડેબીટ કાર્ડની પાછળ :-

ઓન લાઈન ખરીદી કરતી વખતે, સીસીવી નંબરની જરૂર પડે છે, જેથી transaction સારી રીતે થઇ શકે. સીવીવી ત્રણ અંકોની સંખ્યા હોય છે. જેમ કે કાર્ડની પાછળ આપવામાં આવે છે, તે સામાન્ય રીતે સહી વાળી પટ્ટીની પાસે આવેલી છે અને ઇટેલિકમાં હાઈલાઈટેડ થાય છે.

આશા રાખીએ છીએ કે તમે કાર્ડ ઉપર આપવાના આવેલા ૧૬ આંકડાના નંબરો વિશે જાણી ગયા હશો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો.

ડેબીટ કાર્ડ કે એટીએમ કાર્ડ ઉપર હંમેશા પૂછવામાં આવતા પ્રશ્નો :

પ્રશ્ન ૧. ડેબીટ કાર્ડ શું છે?

જવાબ : ડેબીટ કાર્ડને એટીએમ કાર્ડ, પ્લાસ્ટિક કાર્ડ, ચેક કાર્ડ કે બેંક કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ખરીદી કરતી વખતે રોકડા આપવાને બદલામાં કરી શકાય છે. તે સૌથી સગવડતા ભરેલી અને સુરક્ષિત રીત છે. ડેબીટ કાર્ડની મદદથી ઓનલાઈન ચુકવણી, બેલેન્સ પૂછપરછ અને એટીએમ સાથે મીની સ્ટેટમેંટ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.

પ્રશ્ન ૨. તમે ડેબીટ કાર્ડ કેવી રીતે મેળવી શકો છો?

જવાબ : જયારે તમે કોઈપણ પસંદ કરેલી બેંકમાં ખાતું ખોલાવો છો, તો તમને બેન્કની એક શરુઆતની કીટ મળે છે જેમાં ડેબીટ કાર્ડ, પાસબુક વગેરે હોય છે. જો તમને બેંકમાં ખાતું ખોલાવતી વખતે ડેબીટ કાર્ડ ન મળે તો તમે ગ્રાહક સેવા નંબર ઉપર કોલ કરી શકો છો.

પ્રશ્ન ૩. ATM-cum-Debit-card માટે કોણ અરજી કરી શકે છે?

જવાબ : બચત બેંક કે ચાલુ ખાતું, એકલા કે સંયુક્ત ખાતા વાળા કોઈપણ વ્યક્તિગત ખાતા ધારકને અથવા તો નોમીની, પહેલા અથવા નોમીની, પાછલા અથવા નોમીની, કોઈપણ અથવા નોમીની, પેન્શનર, એનઆરઈ ખાતા ધારક તરીકે સંચાલિત કરી શકાય છે.

પ્રશ્ન ૪. વ્યક્તિગત ઓળખ સંખ્યા (પીન) શું છે?

જવાબ : પીન તમારા ડેબીટ કાર્ડની ચાર આંકડાની એક ગુપ્ત આંકડા છે. જેના માધ્યમથી તમે તમારી રોકડ સુધી પહોચી શકો છો અને તમારા એટીએમના માધ્યમથી કોઈપણ લેવડ દેવડ કરી શકો છો. તમારા પીનને સુરક્ષિત અને ગુપ્ત રાખવો, યાદ રાખો અને તેને કોઈ સાથે શેર ન કરો.

પ્રશ્ન ૫. ડેબીટ કાર્ડનો ઉપયોગ કરીને તમે કેટલી રકમ ઉપાડી શકો છો અથવા લેવડ દેવડની કોઈ મર્યાદા છે?

જવાબ : રોજના રોકડ ઉપાડ ઉપર મર્યાદા છે અને તે તમારા દ્વારા રાખવામાં આવેલા ડેબીટ કાર્ડના પ્રકાર ઉપર આધાર રાખે છે. તમે જે પ્રકારના કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તેના આધારે તમે ૧૫,૦૦૦ રૂપિયાથી લઈને ૨ લાખ કે તેનાથી પણ વધુ ઉપાડી શકો છો. પ્રીમીયમ કાર્ડ માટે રોકડ ઉપાડવાની મર્યાદા અને પોઈન્ટ-ઓફ-સેલ્સની મર્યાદા વધુ હોય છે.

પ્રશ્ન ૬. શું રોકડ ઉપાડવા માટે ડેબીટ કાર્ડનો ઉપયોગ કરવા ઉપર કોઈ ટેક્સ લગાવવામાં આવે છે?

જવાબ : ખાસ કરીને એક જ બેંકમાં એટીએમ માંથી રોકડ ઉપાડ એકદમ મફત છે. હકીકતમાં અમુક બેંકો દ્વારા એટીએમ માંથી કરવામાં આવેલા પાંચથી વધુ લેવડ દેવડની બાબતમાં માત્ર નામનો જ ટેક્સ લે છે.

પ્રશ્ન ૭. જયારે એટીએમ-કમ-ડેબીટ કાર્ડ ખોવાઈ જાય કે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તરત શું પગલા ભરવા જોઈએ?

જવાબ : ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર સાથે સંપર્ક કરો અને કાર્ડના નુકશાન વિષે જાણ કરો. સાથે જ કાર્ડને બ્લોક કરવા અને નેટવર્ક ઉપર કાર્ડને બંધ કરવા માટે રજૂઆત કરો. મહેરબાની કરીને સંપર્ક કેન્દ્ર માંથી ટીકીટ નંબર લેવા માટે ધ્યાન રાખો. જો ગ્રાહક સંપર્ક કેન્દ્ર માંથી સંપર્ક કરવામાં સક્ષમ નથી, તો તમે બેંકની કોઈપણ શાખા સાથે સંપર્ક કરી શકો છો. કાર્ડ આપવા વાળી બ્રાંચને કાર્ડના નુકશાન વિષે ટેલીફોન દ્વારા કે લેખિત સુચના દ્વારા તરફ જાણ કરો.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.