આ માળા પહેરવાથી ક્યારેય પાસે નથી ભટકતું મૃત્યુ, પ્રભુ શ્રી રામે પણ પહેરી હતી આ માળા

0
5648

હિંદુ ધર્મમાં માનવા વાળા લોકો માળા પહેરે છે. અને આજથી નહિ પણ હજારો વર્ષોથી. અને ગળામાં માળા પહેરવા પાછળનું આધ્યાત્મિક મહત્વ પણ છે. જો તમે પણ થોડા વિશેષ રત્ન વાળી માળા પહેરો છો, તો તમને એના અનુસાર મન, મગજ, ચામડી, અસ્થિ, લોહીનો પ્રવાહ, વાત સંસ્થાન અને ક્ષણ સાથે જોડાયેલ લાભ પ્રાપ્ત થાય છે.

માળા પણ ઘણા પ્રકારની હોય છે. એમાંથી એજ છે રુદ્રાક્ષની માળા. અને એ વાત તમે પણ જાણતા હશો કે રૂદ્રાક્ષની માળાથી લક્ષ્મી, સરસ્વતી, ગણેશ, રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ, દત્ત તથા નવગ્રહ વગેરેની સાધના કરવામાં આવે છે. અને આમ કરવાથી તમને મનવાંછિત ફળ મળે છે. એવી જ એક બીજી માળા છે જેને ધારણ કરવાથી મૃત્યુ મનુષ્યથી દૂર રહે છે. અને આ માળાને ભગવાન પણ ધારણ કરતા હતા. અમે વાત કરી રહ્યા છીએ મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરવાની.

મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરો :

મિત્રો એ વાત તો તમે જાણો જ છો કે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી તે જલ્દી જ પ્રસન્ન થાય છે. અને આ ખાસ દિવસે જો તમે હનુમાનજી પાસે કોઈ વિશેષ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવો છો, તો એમની સંપૂર્ણ વિધિ વિધાન સાથે આરાધના કરો. તમને તમારું મન ગમતું ફળ અવશ્ય મળશે.

તેમજ એવું માનવામાં આવે છે કે પોતાના જન્મને સદીઓ વીતી ગયા પછી પણ હનુમાનજી જીવિત છે. માતા સીતાના વરદાનને કારણે હનુમાનજી આજે પણ પૃથ્વી પર હયાત છે. તે પોતાના ભક્તો અને આખી માનવ જાતિની રક્ષા અને કલ્યાણ માટે પૃથ્વી પર હયાત છે.

હનુમાનજી વિષે કહેવામાં આવે છે, કે તે પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. હનુમાનજીની કૃપાથી કોઈ પણ વ્યક્તિ કોઈનાથી પણ નથી ડરતો. જો કોઈ ઉપર એમનો આશીર્વાદ હોય તો કોઈ પણ આત્મા અહીં સુધી કે મૃત્યુ પણ મનુષ્યથી દૂર રહે છે. મૃત્યુથી બચવું છે તો એના માટે, આજે અમે તમને એક એવા રક્ષા કવચ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં સ્વયં હનુમાનજીનો વાસ હોય છે. આ રક્ષા કવચમાં સાક્ષાત હનુમાનજી વાસ કરે છે અને એમની આરાધના કરવાથી તમારા બધા કષ્ટ દૂર થાય છે.

શું છે હનુમાન કવચ :

મિત્રો આપણે ત્યાં એવી માન્યતા છે કે મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરવું. અને આ વિશેષ રક્ષા કવચને ગળામાં ધારણ કરવાથી કોઈ પણ મનુષ્યની મૃત્યુથી રક્ષા થઈ શકે છે. આ રક્ષા કવચ વ્યક્તિની મૃત્યુથી રક્ષા કરી એને અમરત્વ પ્રદાન કરે છે. એનાથી એમના શત્રુ પણ એમનું કંઈ બગાડી શકતા નથી.

અને એવી પણ માન્યતા છે કે, આ રક્ષા કવચને ધારણ કરવા વાળા વ્યક્તિને એના દરેક કાર્યમાં સફળતા મળે છે. તેમજ હનુમાનજીના આ વિશેષ રક્ષા કવચને પ્રભુ શ્રી રામ પણ ધારણ કરતા હતા. અને એ કવચની વિશેષતાઓનું આપણા પુરાણોમાં પણ વર્ણન કરેલું છે.

એવું પણ કહેવામાં આવે છે કે, પ્રભુ શ્રી રામે રાવણ સાથેના યુદ્ધમાં દશાનંદ રાવણનો વધ કરવા માટે આ રક્ષા કવચની મદદ લીધી હતી. પ્રભુ શ્રી રામના સૌથી મોટા સેવક હનુમાનજી છે. અને તેઓ આજે પણ કોઈ સ્થાન પર જીવિત અવસ્થામાં વિરાજમાન છે.

અને એવી માન્યતા છે કે એમના કવચના પાઠથી મરતું પ્રાણી પણ જીવિત થઈ ઉઠે છે. હનુમાન કવચની આરાધનાથી બધા રોગ, દુઃખ વગેરે દૂર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ત્રેતા યુગમાં મહાબલી રાવણ સાથે યુદ્ધ કરતા સમયે સ્વયં ભગવાન શ્રી રામે પણ હનુમાન કવચનો પાઠ કર્યો હતો અને રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો.

હનુમાન કવચ મંત્ર :

ओम अस्य श्रीपंचमुख हनुम्त्कवचमंत्रस्य ब्रह्मा रूषि:।

गायत्री छंद्:।

पंचमुख विराट हनुमान देवता। ह्रीं बीजम्।

श्रीं शक्ति:। क्रौ कीलकम्। क्रूं कवचम्।

क्रै अस्त्राय फ़ट्। इति दिग्बंध्:।

श्री गरूड उवाच्।।

अथ ध्यानं प्रवक्ष्यामि।

श्रुणु सर्वांगसुंदर। यत्कृतं देवदेवेन ध्यानं हनुमत्: प्रियम्।।१।।

पंचकक्त्रं महाभीमं त्रिपंचनयनैर्युतम्।बाहुभिर्दशभिर्युक्तं सर्वकामार्थसिध्दिदम्।।२।।

पूर्वतु वानरं वक्त्रं कोटिसूर्यसमप्रभम्। दंष्ट्राकरालवदनं भ्रुकुटीकुटिलेक्षणम्।।३।।

अस्यैव दक्षिणं वक्त्रं नारसिंहं महाद्भुतम्। अत्युग्रतेजोवपुष्पंभीषणम भयनाशनम्।।४।।

पश्चिमं गारुडं वक्त्रं वक्रतुण्डं महाबलम्।सर्वनागप्रशमनं विषभूतादिकृन्तनम्।।५।।

उत्तरं सौकरं वक्त्रं कृष्णं दिप्तं नभोपमम्।पातालसिंहवेतालज्वररोगादिकृन्तनम्।ऊर्ध्वं हयाननं घोरं दानवान्तकरं परम्। येन वक्त्रेण विप्रेन्द्र तारकाख्यमं महासुरम्।।७।।

जघानशरणं तस्यात्सर्वशत्रुहरं परम्।ध्यात्वा पंचमुखं रुद्रं हनुमन्तं दयानिधिम्।।८।।

खड्गं त्रिशुलं खट्वांगं पाशमंकुशपर्वतम्। मुष्टिं कौमोदकीं वृक्षं धारयन्तं कमण्डलुं।।९।।

भिन्दिपालं ज्ञानमुद्रा दशभिर्मुनिपुंगवम्। एतान्यायुधजालानि धारयन्तं भजाम्यहम्।।१०।।

प्रेतासनोपविष्टं तं सर्वाभरण्भुषितम्। दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानु लेपनम सर्वाश्चर्यमयं देवं हनुमद्विश्वतोमुखम्।।११।।

पंचास्यमच्युतमनेकविचित्रवर्णवक्त्रं शशांकशिखरं कपिराजवर्यम्। पीताम्बरादिमुकुटै रूप शोभितांगं पिंगाक्षमाद्यमनिशं मनसा स्मरामि।।१२।।

मर्कतेशं महोत्राहं सर्वशत्रुहरं परम्। शत्रुं संहर मां रक्ष श्री मन्नपदमुध्दर।।१३।।

ओम हरिमर्कट मर्केत मंत्रमिदं परिलिख्यति लिख्यति वामतले। यदि नश्यति नश्यति शत्रुकुलं यदि मुंच्यति मुंच्यति वामलता।।१४।।

ओम हरिमर्कटाय स्वाहा ओम नमो भगवते पंचवदनाय पूर्वकपिमुखाय सकलशत्रुसंहारकाय स्वाहा।

ओम नमो भगवते पंचवदनाय दक्षिणमुखाय करालवदनाय नरसिंहाय सकलभूतप्रमथनाय स्वाया।

ओम नमो भगवते पंचवदनाय पश्चिममुखाय गरूडाननाय सकलविषहराय स्वाहा।

ओम नमो भगवते पंचवदनाय उत्तरमुखाय आदिवराहाय सकलसंपत्कराय स्वाहा।

ओम नमो भगवते पंचवदनाय उर्ध्वमुखाय हयग्रीवाय सकलजनवशकराय स्वाहा।

मूल मंत्र : इस कवच का मूल मंत्र है : ॐ श्री हनुमंते नमः

મિત્રો આ રક્ષા કવચનો પાઠ કરવાં માટે, સૌથી પહેલા તો મંગળવારનો દિવસ પસંદ કરવો જોઈએ. મંગળવારના દિવસે સવારે ઉઠીને પહેલા સ્નાન કરો, અને હનુમાનજીની મૂર્તિની આગળ આ કવચ મુકો. ત્યારબાદ હનુમાનજીને પ્રાર્થના કરો કે આ કવચમાં એ શક્તિ આપે, જે તમને ઈચ્છાઓના માર્ગ પર લઈ જાય અને કયારેય તમારા હાથથી કોઈ ખોટું કામ નહિ થાય. ત્યારબાદ મનમાં 7 વાર હનુમાન ચાલીસાનો પાથ કરો. ત્યારબાદ “હં હનુમંતે નમઃ” નું 108 વાર ઉચ્ચારણ કરી આ કવચ ધારણ કરો.