જૂન અને જુલાઈમાં લગ્ન માટે હવે બચ્યા છે 8 દિવસ, ત્યારબાદ નવેમ્બરમાં શરૂ થશે લગ્ન અને શુભ કામ.

0
120

આવનારા 40 દિવસમાં લગ્નના માટે ફક્ત 8 દિવસ શુભ, પછી સીધા નવેમ્બરમાં થશે લગ્ન, જોઈ લો લગ્ન માટે શુભ દિવસોનું લિસ્ટ.

જૂન અને જુલાઈમાં હવે લગ્ન માટે 5-5 શુભ મુહૂર્ત છે. ત્યારબાદ 20 જુલાઈએ દેવશયની એકાદશી એટલે કે ચાતુર્માસની શરૂઆત થઈ જશે. એટલે આવનારા 4 મહિનામાં લગ્ન મુહૂર્ત નહિ રહે. પછી નવેમ્બરમાં લગ્નની શરૂઆત થઈ શકશે.

આ પહેલા મહામારીને કારણે ઘણા લોકોના લગ્નમાં અડચણ આવી ચુકી છે. આ મહામારીને કારણે લગ્ન અને દરેક શુભ કામો માટે અબુજ મુહૂર્ત અને અખાત્રીજ પર પણ શુભ કામ નહિ કરી શકાયા. એટલા માટે હવે ઘણા લોકો આવનારા મોટા મુહૂર્ત એટલે ભડલી નોમની રાહ જોઈ રહ્યાં છે.

લગ્ન માટે અબુજ મુહૂર્ત :

પુરીના જ્યોતિષાચાર્ય ડો ગણેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચાતુર્માસ અને ધનુર્માસને કારણે લગ્ન માટે મુહૂર્ત ઘણા ઓછા છે. એટલા માટે લોકો અબુજ મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં અષાઢ મહિનાના શુક્લપક્ષની નોમને અબુજ મુહૂર્ત માનીને આ તિથિએ લગ્ન કરવામાં આવે છે. તેને ભડલી નોમ કહેવામાં આવે છે. જે આ વર્ષે 18 જુલાઈના રોજ છે. ત્યાર પછીનું અબુજ મુહૂર્ત દેવઉઠી એકાદશી રહેશે. જે 14 નવેમ્બરે છે. ચાર મહિના પછી આ દિવસથી લગ્નની શરૂઆત થશે.

વર્ષના વધેલા 6 મહિનામાંથી સાડા 5 મહિના મુહૂર્ત નથી :

20 જુલાઈએ દેવશયન શરૂ થઈ જશે. જે 14 નવેમ્બર સુધી રહેશે. લગભગ આ 4 મહિના દરમિયાન શુભ કામો માટે મુહૂર્ત નહીં રહે. ત્યારબાદ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે સૂર્ય ધનુ રાશિમાં આવી જશે. જેને ધનુર્માસ કહે છે. આ એક મહિના દરમિયાન પણ શુભ કામ નથી કરવામાં આવતા. આ રીતે જુલાઈથી ડિસેમ્બર સુધી 6 મહિનામાં ફક્ત 13 દિવસ લગ્ન થઈ શકશે.

જૂનથી ડિસેમ્બર સુધી લગ્ન મુહૂર્ત :

જૂન 2021 :

22 જૂન 2021 મંગળવાર

23 જૂન 2021 બુધવાર

24 જૂન 2021 ગુરુવાર

જુલાઈ 2021 :

1 જુલાઈ 2021 ગુરુવાર

2 જુલાઈ 2021 શુક્રવાર

7 જુલાઈ 2021 બુધવાર

13 જુલાઈ 2021 મંગળવાર

15 જુલાઈ 2021 ગુરુવાર

નવેમ્બર 2021 :

15 નવેમ્બર 2021 સોમવાર

16 નવેમ્બર 2021 મંગળવાર

20 નવેમ્બર 2021 શનિવાર

21 નવેમ્બર 2021 રવિવાર

28 નવેમ્બર 2021 રવિવાર

29 નવેમ્બર 2021 સોમવાર

30 નવેમ્બર 2021 મંગળવાર

ડિસેમ્બર 2021 :

1 ડિસેમ્બર 2021 બુધવાર

2 ડિસેમ્બર 2021 ગુરુવાર

6 ડિસેમ્બર 2021 સોમવાર

7 ડિસેમ્બર 2021 મંગળવાર

11 ડિસેમ્બર 2021 શનિવાર

13 ડિસેમ્બર 2021 સોમવાર

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.