‘શો માં દયાબેન તો આવશે ભલે નવી અથવા જૂની…’, પ્રોડ્યુસર અસિત મોદીનું નિવેદન.

0
171

તારક મેહતાના પ્રોડ્યુસરે દયાબેનની એન્ટ્રી બાબતે વાત કરતા કહ્યું, શો માં દયાબેન તો આવશે ભલે નવી અથવા જૂની…

તારક મેહતા કા ઉલટા ચશ્મા શો ની લોકપ્રિયતા પાછળ એક મોટું કારણ શો માં કામ કરવા વાળા કલાકાર અને તેમનો જોરદાર અભિનય રહ્યો છે. પણ આ શો ના મનપસંદગ પાત્રોમાંથી એક દયાબેન એટલે કે દિશા વાકાણીના માતૃત્વ રજા ગયા પછી લગભગ 3 વર્ષથી તે શો માં જોવા નથી મળ્યા. જોકે તેમના પાછા આવવાને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, પણ સ્પષ્ટ રીતે કાંઈ સામે નથી આવ્યું.

એવામાં દિશાના શો છોડવાના સમાચારો વચ્ચે ઘણી વખત પ્રોડ્યુસરે તેમના પાછા આવવા બાબતે જણાવ્યું હતું કે, દિશા ટૂંક સમયમાં શો માં જોવા મળશે. તે બધા સમાચારો વચ્ચે એક વખત ફરી શો ના પ્રોડ્યુસરનું નિવેદન સમાચારોમાં આવી ગયું છે.

દિશા વાકાણીના ફેન શો માં તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ બાબતમાં વાત કરતા પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું છે, સાચું કહું તો હું પણ મનથી એવું ઈચ્છું છું કે, ઓરીજીનલ દયાબેન દિશા વાકાણી જ પાછા આવી જાય અને તેના માટે હું અને મારી આખી ટીમ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ.

અસિત મોદીએ આગળ જણાવ્યું, દિશાને બાળક થઇ ગયા પછી અમે વિચાર્યું કે તે મોટું થઇ જાય અને તેમને પણ મધરહુડ એજ્નોય કરવાનો સમય આપવામાં આવવો જોઈએ. અમને એ વાતથી જરાપણ તકલીફ નહતી. જો કે ફેન્સ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા, તેમ છતાં પણ તેઓ શો ને પસંદ કરતા હતા. હવે હું માનું છું કે, શો માં દયાબેનની જરૂર છે. કો-વી-ડના સમયમાં અમે પણ થોડા અટક્યા છીએ, પણ એક કે બે મહિનામાં તમને શુભસમાચાર જ મળશે.

અસીતે એ પણ જણાવ્યું કે, જે પ્રેમ દિશાને દયાબેનના રૂપમાં મળ્યો, તે તો મળવો ઘણો મુશ્કેલ છે. મને લાગે છે કે, દિશા ફેન્સના પ્રેમનું સન્માન કરશે અને પાછા આવવાનું વિચારશે. જો દિશા તેના પાછા ન આવવાનું કારણ જણાવશે તો હું તેના માટે પણ ઉકેલ શોધી કાઢીશ.

અસિત આગળ જણાવે છે કે, હવે દયાબેનને તો શો માં લાવવા જ પડશે. હાલ અમે કો-વી-ડના સમયમાં થોડી સાવચેતી રાખી રહ્યા છીએ પણ વાતાવરણમાં થોડો સુધારો આવતા જ દયાબેન પણ પાછા આવી જશે. ભલે જૂની (દિશા વાકાણી) કે પછી અમારે નવી દયાબેનની એન્ટ્રી કરાવવી પડે.

મિત્રો, હવે આપણા માટે તે જોવું રસપ્રદ રહેશે કે, દિશા વાકાણીની જ એન્ટ્રી થાય છે કે કોઈ નવો ચહેરો જોવા મળશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.