આ એક્ટ્રેસને ઓફર થયો હતો ‘તારક મેહતા’ શો માં દયાબેનનો રોલ? જાણો શું છે હકીકત.

0
358

ટીવીની સંસ્કારી વહુને મળી હતી દયાબેનના રોલની ઓફર, જાણો કોણ છે તે એક્ટ્રેસ.

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) હાલના દિવસોમાં રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ (Khatron Ke Khiladi) ની સિઝન 11 ને લઈને ચર્ચામાં છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવીનો જાણીતો ચહેરો છે. તે થોડા સમય પહેલા ‘યે હે મોહબ્બતે’ (yeh hai mohabbatein) સીરિયલમાં દેખાઈ હતી. વર્તમાન સમયમાં આ એક્ટ્રેસ વિષે મોટી જાણકારીઓ સામે આવી રહી છે. આજે આપણે તેના વિષે જાણીશું.

શું તમે જાણો છો કે દિવ્યાંકાને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ઓફર થયો હતો, પણ તેમણે આ શો કરવાની ના પાડી દીધી હતી.

કોઈમોઈના રિપોર્ટ્સ મુજબ, ટીવીના સૌથી ચર્ચિત શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં દયાબેનનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર થયો હતો. પરંતુ તેમણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. જો કે, દિવ્યાંકા તરફથી તેના પર કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી, એટલે આ સમાચાર કેટલા સાચા છે તે તો દિવ્યાંકા જ જણાવી શકે છે.

દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણી ફરીથી આ શો માં પાછી આવશે કે નહિ? તેને લઈને પણ ચર્ચા થતી જ રહે છે. દિશાએ 2017 માં મેટરનિટી લિવ માટે શો માંથી બ્રેક લીધો હતો. તેના પછી તે શો માં પાછી આવી નથી. ‘હે માં માતાજી’ અને ‘સુનિયે ટપ્પુ કે પાપા’ જેવા ડાયલોગ અલગ રીતે બોલીને દર્શકોનું મનોરંજન કરનારી દિશાને ફેન્સ ખુબ મિસ કરે છે.

બીજી તરફ ટીવીની વહુ દિવ્યાંકા ત્રિપાઠીની વાત કરીએ, તો હમણાં તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને તે પોતાના ફોટાઓ અને વિડીયો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ ખતરો કે ખિલાડી 11 નો નવા પ્રોમો રિલીઝ થયો હતો. તે પ્રોમોમાં દિવ્યાંકા ત્રિપાઠી મગરને ખોળામાં લઈને બેસેલી દેખાય હતી. એટલું જ નહિ દિવ્યાંકા ત્રિપાઠી આ મગરને સુવડાવવા માટે હાલરડું પણ ગાઈ છે. દિવ્યાંકા ત્રિપાઠીની દિલેરી જોઈને બાકી કન્ટેસ્ટેન્ટની હાલત ખરાબ થઇ ગઈ હતી.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.