સત્ય ઘટના : દીકરીની બગડી કીડની, માતાએ મદદ માટે કર્યો ઇન્કાર, તો સાસુએ આપ્યું બીજું જીવન

0
2725

સાસુ વહુનો સંબંધ ઘણો અલગ હોય છે. જયારે પણ આ સંબંધની વાત નીકળે છે તો બધાના મનમાં એજ આવે છે ઘરના બે વિરુધ દિશામાં રહેલા વ્યક્તિ. અને ટીવી સિરીયલો એ પણ લોકોના મનમાં એવી જ છાપ ઉભી કરી લીધી છે. તમે અત્યાર સુધી જ્યારે પણ સાસ-વહુના સંબંધ વિશે ચર્ચા કરી હશે તો તમને ફક્ત એક જ વસ્તુ સાંભળવા મળ્યું હશે કે આ બે પાત્રો ઝગડતા જ રહે છે. પણ દરેક ઘરમાં એવું નથી હોતું. આજે અમે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ કહેશો કે સાસુ હોય તો આવી. તમે માનસો કે સાસુ-વહુ વચ્ચેનો સાચો સંબંધ આવો હોવો જોઈએ.

આ કિસ્સો છે રાજસ્થાનના એક પરિવારનો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક સાસુએ પોતાની કીડની પોતાના દીકરાની પત્નીને આપીને પોતાની ઘરની કુલવધૂનો જીવ બચાવ્યો છે. આજે આ વહુ જીવિત છે અને એ ફકત ને ફક્ત તેની સાસુને લીધે. બાડમેરમાં રહેતી સોનિકાને ડોકટરે જણાવ્યું કે તેની બંને કિડનીઓ ફેલ થઇ ગઇ છે. આથી જો સોનિકાએ પોતાનો જીવ બચાવવો હોય તો એણે બીજી કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે.

આ વાત પરિવારના સભ્યો ખબર પડતા તે સોનિકા માટે કીડની આપવા વાળા વ્યક્તિની શોધમાં લાગી ગયા. પરંતુ ઘણા પ્રયત્નો છતાં પણ કીડની મળી નહિ. સોનિકાના પિયરમાં તેની માં જ હતી પરંતુ તે પણ બીમાર રહેતા હતા. માટે તે પણ કીડનીના આપી શકી. માટે સોનિકા માટે કિડની મળવી ખૂબ જ અઘરું થઈ ગયું. સોનિકા માટે કિડની ન મળતા પરિવાર વાળા લોકો નિરાશ થઈ ગયા.

એવામાં સોનિકાની સાસુ ગીનીદેવી તેના માટે આગળ આવે છે. તે સોનીકાના માથા પર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે, અને કહે છે કે,‘તું ચિંતા ન કરીશ, હું તને મારી કીડની આપીશ, અને તું પોતાનું જીવન જીવી શકીશ. તું આપણા ઘરના બધા જ સભ્યોની જરૂરિયાત પૂરી કરે છે, અને આપણા ઘરને સારી રીતે સાચવે છે. તો હું તારા માટે આ નાનકડું કામ ન કરી શકું?’

પોતાની સાસુની આ વાત સાંભળીને સોનિકાની આંખોમાં આશું આવી ગયા. ગીનીદેવીની શારીરિક તપાસ કરવામાં આવી અને તેમનું બ્લડગ્રુપ સોનિકા સાથે મેચ થઇ ગયું. ત્યાર બાદ સોનિકાનું ઓપરેશન કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. સલામ છે ગીનીદેવીને જે પોતાના ઘરની પુત્રવધૂને પોતાની દીકરી જેટલું સન્માન આપે છે. પ્રભુને પ્રાથના કરીએ કે ગીનીદેવી જેવા વિચાર વાળી સાસુ દરેકને મળે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.