બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

0
191

3 વર્ષની નાની બાળકીએ મોડી રાત્રે બહેનને જગાડી અને કહ્યું, બહેન કીડી કરડી રહી છે. અવાજ થવા પર માં તેની બાજુમાં સુતેલી પોતાની 14 વર્ષની દીકરીને ખીજાય અને ચુપચાપ સુઈ જવા માટે કહ્યું, તો તેણે પણ કંઈક કરડવાની વાત કહી. ઊંઘને કારણે માં ને ઝોંકા આવી રહ્યા હતા. થોડીવાર પછી નાની દીકરીના પેટમાં દુઃખાવો થવાને કારણે તે રડવા લાગી, તો માં એ તેના પેટ પર માલિશ કરી અને તેને પાણી પીવડાવ્યું. પલંગમાં મૃત્યુ બનીને સંતાયેલ સાપથી અજાણ માં કાંઈ સમજી ન શકી કે શું થઈ રહ્યું છે.

આ દરમિયાન 14 વર્ષની દીકરી પણ દુઃખાવો અનુભવવા લાગી. બાળકોનો રડવાનો અવાજ સાંભળીને પાડોશમાં રહેતી ભાભી ત્યાં પહોંચી, તો તેણીએ કરૈત સાપને રૂમમાંથી બહાર જતા જોયો. સંજીવની 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓ દીકરીઓ સાથે હોસ્પિટલ પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં 3 વર્ષીય બાળકી સિયા સારથીનું મૃત્યુ થઈ ગયું હતું. તેમજ 14 વર્ષીય બાળકી રવીના સારથીની હાલત ગંભીર હતી.

નાની બાળકીને મૃત જાહેર કર્યા પછી રવીનાને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે, તેની હાલત પણ ગંભીર છે. આ બનાવ કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બધિયાચુઆનો છે. મમતા સારથીએ પોલીસને જણાવ્યું કે, તે લગભગ 3 વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. તેની ચાર દીકરીઓ છે, જેનો કોઈ રીતે ઉછેર કરી રહી છે.

શનિવારે રાત્રે નાની દીકરી સિયા (3 વર્ષ) એ તેને જગાડી અને બાજુમાં સુતેલી બહેન રવીના (14 વર્ષ) દ્વારા ચીમટી ભરવાની વાત કહી. માં એ રવીનાને ખીજાયને ઊંઘી જવા માટે કહ્યું, તો તેણે પણ કંઈક કરડવાની વાત કહી. તે પથારીમાં તેમની બે અન્ય દીકરીઓ રિયા (6 વર્ષ) અને રિના (10 વર્ષ) પણ ઊંઘી રહી હતી. ત્યારબાદ તે સિયાને સુવડાવવા લાગી.

થોડીવારમાં પેટમાં દુઃખાવો થતા બાળકીને રડતા જોઈ તો તેને રાહત આપવા માટે પેટ પર માલિશ કરવા લાગી. તરસ લાગવા પર સિયાને પાણી આપવા ઉઠી તો રવીના પર તકલીફ અનુભવીને હાથ-પગ હલાવવા લાગી. છોકરીઓના રડવાનો અવાજ સાંભળીને પાડોશમાં રહેતી મોહરમનિયા ભાભી આવી અને પૂછ્યું કે, શું થઈ રહ્યું છે? ત્યાં સુધી તો નાની દીકરી બેભાન થઈ ગઈ હતી.

બાળકીના નાના બુટૂ સારથીએ દીકરીઓની ખરાબ હાલત જોઈને 108 નંબર પર ફોન કર્યો, અને તેમને મેડિકલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પણ ત્યાં સુધીમાં નાની દીકરી મૃત્યુ પામી હતી. આ સૂચના બાળકીઓના પિતાને આપવામાં આવી, પણ તે નિર્દોષના મૃત્યુના સમાચાર મળવા પર પણ પહોંચ્યો નહિ. પોલીસે પોસ્ટમોર્ટમ પછી બાળકીનું શબ પરિવારજનોને સોંપી દીધું.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.