દારૂનો છંટકાવ કરી માલામાલ થઇ રહ્યો છે બટાકા ઉત્પાદક ખેડૂત

0
2159

ઉત્તરપ્રદેશના બહરાઈચ જીલ્લાના ખેડૂત બટેટાની ખેતીમાં દારૂનો પુષ્કળ ઉપયોગ કરી રહ્યા છે. બટેટાના ખેડૂતોનું કહેવું છે કે દારુના છંટકાવથી બટેટાનો ગ્રોથ ઘણો ઝડપથી વધે છે.

તમે દારુ સાથે જોડાયેલા તમામ સમાચારો વાચ્યા કે જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે આરોગ્ય માટે ખતરનાક ગણવામાં આવતી દારૂનો ખેતીવાડીમાં ઘણો ઉપયોગ રહી રહ્યો છે. વાત ઉત્તર પ્રદેશના બહરાઈચ જીલ્લાની છે. અહિયાં ખેડૂત બટેટાના ખેતરમાં દારુનો પુષ્કળ ઉપયોગ કરી રહ્યા છે. બટેટાના ખેડૂતોનું કહેવું છે કે દારુનો છંટકાવથી બટેટાનો ગ્રોથ ઘણો ઝડપથી વધે છે. જીલ્લાના ખેડૂતો બટેટાની વધુ ઉપજ માટે ખેતરોમાં દારુનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ તેનાથી પાક ઉપર ઠંડા હવામાનનો પ્રકોપ નથી લાગતો અને ઉપજ પણ વધુ થાય છે. સાથે જ બટેટાની સાઈઝ પણ મોટી થાય છે. જેથી વધુ નફો થાય છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બટેટાના પાક ઉપર જંતુનાશક દવાઓ સાથે સાથે દારુનો પણ સ્પ્રે કરી રહ્યા છે. ખેડૂતોનું એવું પણ કહેવું છે કે દારુના સ્પ્રેથી બટેટાનો પાક જલ્દી તૈયાર થઇ જાય છે.

પાક વીમા કે ફ્રોડ વીમો? ખેડૂતોને ઓછો, વીમા કંપનીઓને વધુ ફાયદો :-

એક ખેડૂતે જણાવ્યું કે દારુ છાંટવાથી બટેટાના પાક ઉપર કોઈ ખરાબ અસર પડતી નથી. પરંતુ ઉપજ સારી થાય છે. ઠંડીમાં વધુ પાલો પડવાને કારણે બટેટામાં દારૂનો સ્પ્રે કરવામાં આવે છે. તેના વિષે બહરાઈચના કૃષિ નિરીક્ષક આર. કે. વર્મા એ એનડીટીવીને જણાવ્યું કે તેનું કોઈં વેજ્ઞાનિક આધાર નથી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખડૂતો બટેટાની ઉપજ વધારવા માટે બટેટાના પાક ઉપર જંતુનાશક સાથે દારુનો છંટકાવ કરતા આવી રહ્યા છે. જેથી તેમને ઘણો લાભ પણ થઇ રહ્યો છે. તે જોઈને હવે પૂર્વી ઉત્તર પ્રદેશના ખેડૂતો એ પણ દારુનો છંટકાવ શરુ કરી દીધો છે.

ખેડૂતોના આંદોલનથી સરકાર ચિંતિત, પાક વીમા યોજનાનું મુલ્યાંકન શરુ થયું :-

તેઓ કહે છે કે દારુનો છંટકાવ કરવાથી તેમાં રહેલા આલ્કોહોલ પાક ઉપર ઉત્પેર્કનું કામ કરે છે. તેનાથી પાંદડાઓના સ્ટોમેટા ખુલી જાય છે અને તેમાં પ્રકાશ સંશ્લેશણની ક્રિયા વધવાથી ક્લોરોફિલનું પ્રમાણ વધી જાય છે. જેથી પાક લીલો છમ અને સ્વસ્થ દેખાય છે અને બીમારીઓ પ્રત્યે પ્રતિરોધક શક્તિ પણ વધી જાય છે. આમ તો બટેટા એક કન્દીયપાક છે. એટલા માટે તેના મૂળ ઉપર હજુ સુધી કોઈ પ્રકારની દારુની ખરાબ અસરની જાણકારી થઇ નથી. અનુસંધાન પછી તેના વિષે યોગ્ય જાણકારી આપી શકાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.