જાણી લો દારુની ટેવ છોડાવવાના જોરદાર નુસખા વિષે, અઠવાડિયા પછી દારુડીયો પોતે કહેશે હવે નહિ પીઉ

0
1285

મિત્રો દારૂના નુકશાન વિષે તમને જણાવવાં વાળા લાખો લોકો મળી જશે. અને તમારા માંથી ઘણાએ તો પોતાની નજરે એવા લોકોને જોયા હશે જેનું જીવન દારૂએ બરબાદ કર્યુ હશે. એ વસ્તુ જ એટલી ખરાબ છે. દારુના નશામાં માણસ પોતાના હોંશ ખોઈ બેસે છે અને ઘણી વખત તો ચોરી, હત્યા, બળાત્કાર જેવા ગુન્હા પણ કરી દે છે. આ દારુ ક્યારે કોઈનું સગું નથી હોતું.

એકવાર દારૂની લત લાગી જાય તો પહેલા તેની ટેવ કુટુંબને ખલાશ કરે છે, અને પછી શરીરને પણ ખલાશ કરી નાખે છે. તેવામાં ઘણા લોકો વિચારે છે કે કદાચ મારો પતિ, ભાઈ, બાપ, દીકરો દારુ ન પિતા હોત તો અમે કેટલા સુખેથી રહીએ. ઘણી વખત તો દારુડીયો પોતે ઈચ્છે છે કે, તે કોઈપણ રીતે દારુ છોડી દે પણ તે તેની ઝપેટમાં કાંઈક એવો ફસાઈ જાય છે કે, તે ઈચ્છતા હોવા છતાંપણ નથી છોડી શકતા.

જો તમે કે તમારા કોઈ સંબંધી આ પ્રકારની તકલીફથી પરેશાન છે, તો હવે ટેન્શન ન લેતા. આજે અમે તમને દારુની ટેવ છોડાવવાનો એક એવો રામબાણ ઈલાજ જણાવીશું, કે જેનાથી મોટા દારૂડિયા પણ દારૂ છોડી દેશે. પણ એના માટે એક વાત જરૂરી છે અને એ છે કે દારૂડિયાની પણ ઈચ્છા હોવી જોઈએ કે એણે દારૂ છોડવું છે.

જણાવી દઈએ કે, જો દારુડીયાની અંદર ૧૦ % પણ દારૂ છોડવાની ઈચ્છા હશે, અને તે દારુને છોડવા માંગે છે, તો આ નુસખાનો ફાયદો તમને અઠવાડિયામાં જોવા મળશે. પરંતુ જો કોઈ દારુડીયો દારુ છોડવા જ નથી માંગતો, તો આ નુસખો કામ કરવામાં એક થી બે મહિના લાગી શકે છે.

નુસખો બનાવવાની રીત :

જણાવી દઈએ કે, આ નુસખો બનાવવા માટે તમારે ત્રણ વસ્તુ લેવી પડશે. એક તો સુંઠ જે સુકા આદુનો પાવડર હોય છે. બીજી વસ્તુ અજમો અને ત્રીજું પાણી. એને બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીમાં ૧ ગ્લાસ પાણી લો. ત્યારબાદ તેમાં એક ચમચી સુંઠ અને એક ચમચી અજમો નાખો. હવે આ પાણીને દસથી બાર મિનીટ સુધી ઉકળવા દો. જયારે એક ગ્લાસ પાણી ઉકળીને અડધો ગ્લાસ બાકી રહે ત્યારે તેને ગરણીથી ગાળીને એક કાચના વાસણમાં ભરી લો.

અને જો તમે આ નુસખાને વધારે પ્રમાણમાં બનાવવા માંગો છો, તો દર એક ગ્લાસ પાણી સાથે એક ચમચી સુંઠ અને અજમાને વધારી દો. દાખલા તરીકે જો તમે પાંચ ગ્લાસ પાણી લો છો, તો તેમાં પાંચ ચમચી સુંઠ અને અજમો નાખો. આ તૈયાર મિશ્રણનું સેવન તમારે સીધું નથી કરવાનું, પણ તેને એક કાચના વાસણમાં ભરીને ૪૮ કલાક માટે મુકી રાખવાનું છે. તમે ધારો તો આ મિશ્રણને ફ્રીઝની અંદર પણ મૂકી શકો છો. ૪૮ કલાક પછી આ મિશ્રણ ઉપયોગ કરવા લાયક થઇ જાય છે.

નુસખો ઉપયોગ કરવાની રીત :

આ નુસખાને તમે ૪૮ કલાક સુધી સ્ટોર કર્યા પછી એનો અડધો ગ્લાસ દારૂડિયા વ્યક્તિને સવારે ઉઠ્યા પછી અને રાત્રે સુતા પહેલા પીવડાવો. જો દારુડીયો આ નુસખો લેવાની ના કહે, તો તેને દાળનું પાણી કહીને તેને ખાધા પછી પીવરાવી શકો છો. આ નુસખાને સવાર અને રાત્રે નિયમિત રીતે લેવાથી દારુ પીવાની ઈચ્છા મરી જાય છે.

દારુ પીવાથી શરીરમાં સલ્ફરનું પ્રમાણ ઓછું થઇ જાય છે. તેવામાં આ નુસખો શરીરમાં સલ્ફરનું સ્તર સામાન્ય કરી દે છે જે દારુ પીવાની ઈચ્છાને દબાવી દે છે.