લો બોલો, દારૂની તસ્કરી માટે એવો જુગાડ લગાવ્યો કે ઇમરજન્સી સેવાને પણ નહિ છોડી

0
376

આપણે ત્યાં જુગાડથી કામ કાઢવા વાળાની કોઈ કમી નથી. લોકો જુગાડથી કારનામા પણ એવા કરે છે કે, જોવા વાળાનો પરસેવો છૂટી જાય. આ દિવસોમાં એક એવા જ જુગાડીના સમાચાર સામે આવ્યા છે, જેણે દરેકને ચકિત કરી દીધા છે.

હરિયાણાની પલવલ પોલીસે એક તસ્કરને પકડ્યો છે. તસ્કરે જુગાડનો સિક્કો એવો ચલાવ્યો કે પોલીસવાળા પણ ચકિત રહી ગયા. સામાન્ય રીતે પોલીસને ઇમરજન્સી વાહનો પર ઘણી ઓછી શંકા જાય છે. એવામાં તસ્કરોએ ઇમરજન્સી વાહનને જ પોતાનો હથિયાર બનાવી દારૂની તસ્કરી શરુ કરી દીધી.

આ ઘટના હરિયાણાના પલવલ શહેરની છે, જ્યાં તસ્કર પાસેથી 400 કરતા વધારે ગેરકાયદેસર દારૂની બોટલો મળી. તે હાઇવે અને એક્સપ્રેસવે પર પણ તસ્કરી કરતો હતો. છેવટે પોલીસે એને કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર પકડી લીધો.

પોલીસે જણાવ્યું કે, તે એમ્બ્યુલન્સ સફદરગંજ હોસ્પિટલ માટે હતી. તે એ અંગત એમ્બ્યુલન્સમાંથી હતી કે તે વિસ્તારમાંથી સફદરગંજ હોસ્પિટલ દિલ્લીમાં દર્દીઓને લઈને જતી હતી. પોલીસને આ તસ્કરીની પહેલાથી જ સૂચના મળી ચુકી હતી.

સૂચના મળતા જ પોલીસે ચેકપોઇન્ટ પર નજર તેજ કરી દીધી, એમ્બ્યુલન્સને જોતા જ તેમણે હાથ કર્યો. તસ્કરે ચેકપોઇન્ટની પાછળ જ એમ્બ્યુલન્સ રોકી દીધી અને ભાગવા લાગ્યો. પોલીએ તેનો પીછો કરીને તેને પકડી લીધો. પોલીસે જણાવ્યું કે, જે વ્યક્તિને પકડવામાં આવ્યો છે, તે પહેલા પણ તસ્કરી કરી ચુક્યો છે. એની પાસે ન કોઈ લાઇસન્સ હતું અને ન તો પરમિટ. 460 ગેરકાયદેસર દારૂની બોટલો તે એમ્બ્યુલન્સમાંથી મળી આવી છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.