આંખોની નીચેના ડાર્ક સર્કલ શોધવા પર પણ નહિ મળે એવો જબરજસ્ત નુસખો છે આ, અજમાવો ખુબ જ સરળ છે

0
5972

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમાર માટે આંખોની નીચેના ડાર્ક સર્કલ દુર કરવાનો એવા જબરજસ્ત ઘરેલુ નુસખો લઈને આવ્યા છીએ. અને તે હકીકતમાં ખુબ કારગર છે. તો આવો તમને એના વિષે જણાવીએ.

નુસખા જરૂરી સામગ્રી :

કાકડીનો રસ – અડધી ચમચી

મધ – 1 ચમચી

બટાકાનો રસ – અડધી ચમચી

મિશ્રણ બનાવવાની રીત :

તો મિત્રો, મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા એક સ્વચ્છ વાટકી લો. હવે તેમાં સૌથી પહેલા મધ નાખો. ત્યારબાદ તેમાં કાકડીનો રસ ઉમેરો. એક વાતનું ધ્યાન રહે કે ઉપર દરેક વસ્તુની જે માત્રા જણાવેલી છે તે જ માત્રા લેવાની છે. ત્યારબાદ તેમાં બટાકાનો રસ ઉમેરો. જેટલી માત્રા તમે કાકડીના રસમાં લીધી છે તેટલી જ માત્રા બટાકાના રસની લેવાની છે. હવે આ બધાને સારી રીતે મિક્ષ કરી નાખવાનું છે. બધું સારી રીતે મિક્ષ થઇ જાય તો આ તમારા ચહેરા પર લગાવવા માટે તૈયાર છે.

કેવી રીતે કરવો ઉપયોગ :

આ મિશ્રણને તમે સ્નાન કરવાના પહેલા અથવા તો દિવસમાં કોઈ પણ સમયે, તમારી આંખોના નીચેના ભાગમાં અથવા તો આખા ચહેરા પર લગાવી શકો છો. આ મિશ્રણને તમારે અડધો કલાક માટે લગાવી રાખવાનું છે. અડધો કલાક થઇ ગયા પછી તમે આને સ્વચ્છ પાણીએ ધોઈ શકો છો.

આનો ઉપયોગ તમારે 10 થી 15 દિવસ સુધી સતત કરતા રહેવાનો છે. અને એક ખાસ વાત એ છે કે આ મિશ્રણને તમે પહેલાથી બનાવીને રાખી શકો નહિ. એટલે જયારે તમે લગાવવાના છો ત્યારે જ આને બનાવીને લગાવી શકો છો. જો તમે આને પહેલાથી બનાવીને રાખો છો, તો તે તમારા ચહેરા પર વધારે અસર કરશે નહિ. એટલા માટે આને ફ્રેશ ઉપયોગ કરશો તો વધારે ફાયદાકાર રહેશે.

ટિપ્સ :

મિત્રો જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા ગરમ પાણીથી પોતાનો ચહેરો સારી રીતે ધોઈ નાખવાનો છે. અને તેને સ્વચ્છ રૂમાલથી સારી રીતે સાફ કરી નાખવાનો છે. ત્યારબાદ તમારે પોતાના ચહેરા પર લીંબુને સારી રીતે ઘસી લેવાનું છે. કારણ કે લીંબુ ચામડી પર જેટલા પણ પોર્સ (છિદ્ર) હોય છે તેને ખોલી નાખશે. આ એટલા માટે જણાવીએ છીએ કે ઉપર જણાવેલ નસખો તમે આખા ચહેરા પર પણ લગાવી શકો છો. એટલા માટે લીંબુને આખા ચહેરા પર ધસી લેવાનું છે. ત્યારબાદ તમે આને 10 થી 15 મિનિટમાં ધોઈ નાખો.

હવે ચહેરો ધોવાઈ ગયા પછી તેને પાછો સારી રીતે સાફ કરીને ઉપર જણાવેલ નુસખાને લગાવો. જો તમે ઈચ્છો તો લીંબુનો ઉપયોગ કર્યા વિના ફક્ત ગરમ પાણીથી પોતાનો ચહેરો સાફ કરીને, આ નુસખાનો ઉપયોગ કરી શકો છો. એ પણ ખુબ ફાયદાકારક રહેશે.

પરંતુ અમારૂ માનો તો ચહેરો ધોઈ લીધા પછી, જો તમે લીંબુથી સારી રીતે મસાજ કરી નાખશો, તો તમારા ચહેરાના બધા પોર્સ ખુલી જશે. અને ત્યારબાદ જો તમે ઉપરનો નુસખો લગાવો છો, તો તમને બેસ્ટ પરિણામ જોવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.