ધનમાં વૃદ્ધિ કરવી છે અને દરિદ્રતાને કરવી છે દુર? તો બુધવારે પાકીટમાં કે ખીસામાં મુકી દો આ વસ્તુઓ.

0
2692

આજના મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર તો હોય જ છે, એટલા માટે દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, જેથી એમને ક્યારેય પૈસાની કમીનો સામનો ન કરવો પડે. પણ બધું માત્ર ઈચ્છા રાખવાથી નથી થતું. અમુક લોકો ગરીબીમાં જન્મે છે અને ગરીબીમાં જ મૃત્યુ પામે છે. તેમજ અમુક લોકો એટલા પૈસા વાળા ઘરમાં જન્મે છે કે એમના જીવનમાં કોઈ વસ્તુની અછત હોતી નથી. તેઓ પોતાની બધી ઈચ્છાઓ સમજ્યા-વિચાર્યા વગર પુરી કરી દે છે.

લોકોની એવી ઈચ્છા હોય છે કે, એમની પાસે ગાડીઓ ભરાયા એટલું બધું ધન ન હોય તો વાંધો નહીં, પણ એટલું ધન હોય તો હોય જ કે જેનાથી તે પોતાની રોજની જરૂરિયાતને પુરી કરી શકે અને અન્ય સામાન્ય જરૂરિયાત પણ પુરી કરી શકે. અને એના માટે લોકો જીવનમાં સખત પરિશ્રમ પણ કરે છે, પરંતુ એનો કોઈ ફાયદો નથી થતો. અને તે પોતાના છેલ્લા શ્વાસ સુધી ફક્ત પૈસા ભેગા કરવામાં જ લાગેલા રહે છે.

મોરનું પીંછું રાખો તમારા પાકીટમાં નહીં થશે કોઈ મુશ્કેલી :

અને દુનિયામાં એવા પણ લોકો છે કે, જેમની પાસે પૈસા તો હોય છે, પરંતુ એવું લાગે છે કે એમની અને પૈસાની કોઈ દુશ્મની છે. કારણ કે પૈસા એમની પાસે રહેવા જ નથી માંગતા. સવારે એમનું પાકીટ પૈસાથી ભરેલું હોય છે, અને સાંજે આખું ખાલી. તેઓ ઘણી બચત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે બચત કરવામાં નિષ્ફળ રહે છે. તો એવામાં મોરનું પીછું તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ કઈ રીતે.

જાણકારી માટે જણાવી દઈએ કે, મોરના પીંછાને હિંદુ ધર્મ શાસ્ત્રો, વાસ્તુ શાસ્ત્ર તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, જે પણ વ્યક્તિ પોતાના પાકીટમાં મોરનું પીંછું રાખે છે. તેમણે જીવનમાં ક્યારેય પણ આપત્તિનો સામનો કરવો પડતો નથી. માટે પોતાના પાકીટમાં હંમેશા મોરનું પીછું રાખવું જોઈએ. જો તમારા લાખો પ્રયત્નો કરવા છતાં પણ તમારી પાસે પૈસા નથી બચતા, તો બુધવારે આ વસ્તુ પોતાના પાકીટમાં રાખો અને લક્ષ્મી મંદિરમાં જઈને વસ્ત્રની ભેટ કરો.

બુધવારે વિધિ-વિધાનથી કરો ગણપતિની પૂજા :

આ કામ માટે અન્ય એક ઉપાય પણ જણાવી દઈએ, જે ગણપતિ સાથે જોડાયેલો છે. એના માટે બુધવારના દિવસે સવારે જાગીને નિત્ય કર્મથી મુકત થઈ સ્વચ્છ કપડાં પહેરો. અને શુદ્ધ આસન લઈને ઉત્તર કે પૂર્વ દિશામાં મોઢું રાખી એના પર બેશો. ત્યારબાદ ગણપતિની પૂજા કરો.

પૂજા દરમ્યાન પંચામૃતથી ગણપતિને સ્નાન કરાવો અને એમને કેસર-ચંદન, અક્ષત(ચોખા) અને દુર્વા અર્પિત કરી કપૂરથી એમની આરતી ઉતારો. હવે એમને મોદકનો ભોગ અર્પિત કરો. પછી એક કાચા દોરાને લઈને એની પર સાત ગાંઠ લગાવો અને એને ગણપતિના ચરણોમાં અર્પિત કરી દો. ત્યારબાદ એને સૂર્યાસ્ત પહેલા પોતાના પાકીટમાં મૂકી દો. આવું કરવાથી જીવનમાં તમારે કયારેય ધનની અછતથી લડવું નહીં પડે.