દરેક વ્યક્તિ તરબૂચ ખરીદતા પહેલા જાણી લો આ રીત, નહીતો પસ્તાવો કરશો તમે. ક્લિક કરી જાણો.

0
3203

મિત્રો, ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે કે તે પોતાને હાઈડ્રેટેડ અને રિફ્રેશમેન્ટ રાખે. અને આ ઋતુમાં 1 ડીશ કાપેલું તરબૂચ મળી જાય, તો તો વાત જ શું કરવું. તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે ફક્ત સારું જ નથી હોતું, પણ તે ટેસ્ટી ઘણું ટેસ્ટી પણ લાગે છે.

એ તો તમે જાણો છો કે, તરબૂચમાં પાણી વધારે માત્રામાં હોય છે. તરબૂચ ખાવાથી શરીરને તરત એનર્જી પણ મળી જાય છે. એટલા માટે ખાસ કરીને ઉનાળાના દિવસોમાં તરબૂચ ખાવું જ જોઈએ. આનાથી હંમેશા શરીરને લાભ મળે છે. તરબૂચ ઉનાળા માટે કુદરતનું આપેલ વરદાન છે, અને આને ખાવાથી ગરમીમાં રાહત મળે છે.

મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે તરબૂચ લો પ્રોટીન વાળા ફળો માંથી એક છે. એટલે કે જયારે તમે વજન ઓછું કરવા માંગો છો, ત્યારે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ નહિ હોય. તમને એ પણ જણાવી દઈએ કે, આ ફળ તમને હદયના રોગોથી દૂર રાખવાની સાથે સાથે તમારી કિડનીને હેલ્દી બનાવે છે અને તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. એટલા માટે જો તમને કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય તો સરળતાથી તરબૂચ ખાઈ લો.

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, તરબૂચમાં વિટામિન સી અને વિટામિન એ ખુબ સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન સી હંમેશા શરીરની રોગ-પ્રતિકારક પ્રણાલીને મજબૂત કરે છે. તરબૂચમાં જોવા મળતો વિટામિન સી તમને ફલૂ થવાથી બચાવે છે, અને એનાથી તમારી સ્કિન પણ સ્વસ્થ રહે છે. તરબૂચમાં આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક, કૈલ્શિયમ, આયોડીન અને પોટૈશિયમ જેવા મિનરલ્સ જોવા મળે છે, જે હાડકા અને દાંત માટે લાભદાયક માનવામાં આવે છે.

મિત્રો, ઘણીવાર એવું થાય છે કે, બજારમાં જે વિવિધ પ્રકારના તરબૂચ મળે છે, જેને આપણે પોતાની આવશ્યકતા મુજબ ખરીદીએ છીએ, ઘણી વાર તે તરબૂચ ઘર લાવીને કાપવા પર કાચું નીકળે છે કે જોઈએ એટલું મીઠું હોતું નથી. આથી આજે અમે તમને કેટલીક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી આ સમસ્યા દૂર થઇ જશે. અમે તમને જાણવાના છીએ કે, જયારે તમે તરબૂચ ખરીદવા બજાર જાઓ છો, તો તમને કેવી રીતે ખબર પડે છે તે અંદરથી મીઠું છે કે નહિ?

તો આવો જાણીએ આની રીત. આ કામમાં તમને માત્ર 15 સેકેંડ જેટલો સમય લાગશે, અને તમને ખબર પડી જશે કે તરબૂચ અંદરથી મીઠું છે કે નહિ.

પહેલી રીત :

તરબૂચ તપાસવાની પહેલી રીત અનુસાર, સૌથી પહેલા તમે ધ્યાન આપો કે તમે જે તરબૂચ ખરીદી રહ્યા છો, તેના પર પીળો રંગ ડાર્ક છે કે નહિ. જણાવી દઈએ કે, જો આ પીળો રંગ ડાર્ક છે તો તમે સમજી જાઓ કે આ અંદરથી ખુબ મીઠું હશે. પરંતુ આનો રંગ હલ્કો હોય તો આનો મતલબ આ તરબૂચ અંદરથી મીઠું નથી.

બીજી રીત :

તરબૂચ તપાસવાની બીજી રીત અનુસાર, જો તરબૂચ પોતાના સાઈઝના હિસાબે ભારે છે, તો એનો અર્થ એ છે કે તરબૂચ મીઠું છે.

ત્રીજી રીત :

તરબૂચને આંગળીઓથી ઠોકીને જુઓ જો તે અંદરથી જોરથી અવાજ આવે છે તો તરબૂચ પાકેલું અને મીઠું છે પરંતુ જો અવાજ ધીમે આવે છે તો આનો મતલબ છે કે તરબૂચ પાકેલું અને મીઠું નથી.