દરેક રંગની માટીના ગણેશજીનું છે પોતાનું અલગ મહત્વ, પતિ-પત્નીના મંગળ દોષ ઓછા કરશે આ રંગના ગણેશજી

0
684

ગણ દેવ, દેત્ય, દાનવ, યક્ષ, કિન્નર સૌના ભગવાન ગણેશને માનવામાં આવે છે. તમામ દેવી દેવતાઓની કૃપા ભગવાન ગણેશજીની પૂજા કરવાથી મળી જાય છે. ભગવાન ગણેશજીને બે પત્નીઓ હતી. રિદ્ધી અને સિદ્ધી. ભગવાન ગણેશ પોતાના માતા પિતા એટલે માતા પાર્વતી અને શિવજીના પ્રિય પુત્ર છે. કોઈ કામ શરુ કરતા પહેલા તેમની પૂજા શુભ માનવામાં આવે છે. કે પછી એમ કહીએ કે કોઈપણ શુભ કાર્યમાં તેમણે ન પૂજવાનો અર્થ પોતાના સૌભાગ્યને ભૂલવા જેવું છે.

કહેવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ માતા પાર્વતીએ પોતાના શરીરના ઉબટનથી કર્યો હતો. ઉબટન માટે અનેક પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. તે કારણે ભગવાન ગણેશજીની મૂર્તિને પણ બનાવવા અલગ અલગ રંગની માટીમાંથી કરવામાં આવે છે. દરેક રંગની માટીનું પોતાનું અલગ મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે અલગ અલગ રંગની માટીના ઉપયોગથી નવગ્રહોની કૃપા હોય છે.

સફેદ માટી

ભગવાન ગણેશજીની મૂર્તિ જો સફેદ રંગની માટીમાંથી બનાવવામાં આવે તો તે ચંદ્ર અને શની સાથે જોડાયેલા દુઃખો માંથી છુટકારો અપાવી શકે છે. પરણિત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ માટે કે પછી તમારી માતાને કોઈ પીડા હોય તો સફેદ રંગની માટીના ગણેશ બનાવો અને પૂજા કરો.

કાળી માટી

દક્ષીણ દિશામાં શનિદેવનો પ્રકોપ વધુ હોવાને કારણે આખા દક્ષીણ ભારતમાં ભગવાન ગણેશ કાળા રંગની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. કાળા રંગની માટી માંથી ગણેશ બનાવવામાં આવે તો તે વેપાર, સારવાર વકીલાત વગેરે સાથે સંબંધિત તકલીફોને દુર કરે છે. તે ઉપરાંત શની અંગેની પીડાનો પણ નાશ કરે છે.

પીળી માટી

પીળી માટીના ગણેશ બનાવવાથી ગુરુ અને કેતુ ગ્રહ સાથે જોડાયેલી તકલીફો જેવી કે વિદ્યામાં અડચણ, સંતાન ન હોવું, આર્થિક તકલીફ, ઉદરરોગ વગેરેનું નિવારણ થાય છે. પીળા રંગના ગણપતી વંશને વધારવામાં મદદરૂપ બને છે.

લીલી માટી

બુધ અને રાહુ ગ્રહથી વેપાર અને વિદ્યા સંબંધી તકલીફો આવી શકે છે. તેના નિવારણ માટે કે કોઈ ષડ્યંત્રને દુર કરવા માટે લીલા રંગના ગણપતિ બનાવવાને શુભ માનવામાં આવે છે.

લાલ માટી

લાલ રંગ માંથી જો ગણપતિ બનાવવામાં આવે તો તે સૂર્ય ગ્રહ સાથે જોડાયેલી તકલીફો માંથી છુટકારો અપાવી શકે છે. તે ઉપરાંત પતિ પત્નીના મંગળ દોષ, ભૂમિ, ભાઈઓમાં દુશ્મની, રાજકીય પીડા, મકાન વગેરે તકલીફ લાલ રંગના ગણપતિ બનાવીને પૂજવાથી ઓછા થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.