દરેક મહિલાએ સવારે ઊઠતાંજ કરી લેવા જોઈએ આ 5 કામ, એનાથી ચમકી જશે તમારું નસીબ.

0
2754

રોજ સવાર થાય એક નવા દિવસની શરુઆત થાય છે. અને સવારે ઉઠીને વ્યક્તિના મનમાં જ ઈચ્છા હોય છે કે, તેનો આખો દિવસ સારી રીતે પસાર થાય, અને આખા દિવસ દરમ્યાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. સવારે ઉઠવા પર લોકો પોત પોતાના કામોમાં લાગી જાય છે. બધાનું પોત પોતાનું રૂટિન હોય છે અને તે રૂટિન અનુસાર કાર્ય કરે છે.

આથી તમે કોઈ પણ 10 લોકોને તેમનું રોજનું રૂટિન પૂછો, તો બધાના જવાબ અલગ અલગ મળશે. કોઈનું રૂટિન એક જેવું હશે નહિ. પરંતુ શું તમે આ વાત પર ધ્યાન આપ્યું છે કે, સવારે ઉઠીને તમે જે કર્યો કરો છો, તે તમારા માટે સારું છે કે ખરાબ? શું થયું વિચારવા લાગ્યા?

જણાવી દઈએ કે, એવું જરૂર નથી કે સવારે ઉઠીને જે કાર્ય આપણે કરીએ છીએ તે સારું જ હોય. હકીકતમાં, સવારે ઉઠયા પછી આપણે કેટલીક એવી ભૂલ કરી નાખીએ છીએ, જેનો આપણને અંદાજો પણ રહેતો નથી. આ ભૂલના કારણે તમારે આખી ઉંમર પસ્તાવું પડે છે. ખાસકરીને મહિલાઓને સવારે ઉઠીને અમુક ખાસ કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. અને એવું કરીને તે પોતાનું અને પરિવારનું ધ્યાન સારી રીતે રાખી શકે. તો આવો એ કાર્યો કયા છે તે જણીએ.

ઊઠતાંજ પાણી પીવું :

એ વાત તો બધા જાણે જ છે કે, પાણી પીવું દરેક માટે જરૂરી છે. આખા દિવસમાં વ્યક્તિએ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. કેટલાક લોકોની આદત હોય છે કે, તેમને સવારે ઊઠતાં જ સૌથી પહેલા ચા જોઈએ. પરંતુ આ ખોટું છે. સવાર સવાર માં ખાલી પેટ ચા પીવાથી તમે અલગ અલગ પ્રકારની બીમારીઓને આમંત્રણ આપો છો. એટલા માટે સ્ત્રી હોય કે પુરુષ સવારે ઊઠતાંજ ચા ની જગ્યાએ 2 ગ્લાસ પાણી પીવાની આદત કરી લો.

યોગ :

એ વાત સાચી છે કે આજકાલના વ્યસ્ત શેડ્યુલમાં લોકોએ પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ છે. અને ખાસકરીને મહિલાઓને ઘરના કામોમાં રજા મળતી નથી, અને આ કારણે તે પોતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખતી નથી. પણ તમે એવું બિલકુલ કરતા નહિ. તમે સવારે ઉઠીને ઓછામાં ઓછું 10 મિનિટ માટે યોગ જરૂર કરો. અને ફક્ત મહિલા જ નહિ પણ બાળકો, વૃદ્ધ બધાએ યોગ કરવો જોઈએ. મહિલાઓ યોગને પોતાના ડેયલી રૂટિનમાં ઉમેરી દો.

સ્નાન કરો :

મિત્રો, સવાર સવારમાં સ્નાન કરવું દરેક વ્યક્તિ માટે ફાયદાકારક હોય છે. પણ મહિલાઓના માટે તો એ વિશેષકરીને જરૂરી હોય છે. આપણા ત્યાં હજારો વર્ષોથી એ પરંપરા ચાલતી આવી રહી છે કે, મહિલાએ સવારે ઉઠીને પહેલા સ્નાન કરવું જોઈએ, અને તેના પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. પણ હમણાં આ જૂની વાત થઇ ગઈ છે. પણ જોવામાં આવે તો આ ફાયદાકારક પણ છે.

જણાવી દઈએ કે, હકીકતમાં કોઈ પણ પરંપરા કે નિયમ પાછળ કોઈ જરૂરી કારણ અને ફાયદા હોય છે. સવારે ઉઠીને સ્નાન કરવાથી પણ ઘણા ફાયદા થાય છે, જેમ કે આનાથી તમારો બ્લડસર્કુલેશન સારું થઇ જાય છે, અને તમને નવી ઉર્જા મળે છે. સ્ત્રીઓએ રસોઈથી લઈને ઘરના અને બહારના બંને પ્રકારના કામ કરવા પડે છે. એટલા માટે કહેવામાં આવે છે કે, સવારે ઊઠતાં જ સ્નાન કરી લેવું જોઈએ. જેથી પુરી સ્ફૂર્તિ સાથે બધા કામ થાય.

તુલસીની પૂજા :

મિત્રો, તુલસીનો છોડ લગભગ દરેક હિન્દૂ ઘરમાં હોય છે. જો તમારા ઘરમાં નથી તો આને જરૂર લગાવો અને સવારે ઉઠીને રોજ એની પૂજા કરો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, રવિવારનો દિવસ છોડીને મહિલાઓએ દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તેમના ઘરમાં ઘન અને અન્નની ક્યારે પણ કમી નથી થતી.

પોતાનું મનપસંદ ભજન કીર્તન સાંભળો :

સ્વાભાવિક વાત છે કે, સંગીત કોઈના પણ મૂડને સારું કરી શકે છે. જો તમે ચાહો છો કે તમારો દિવસ સારો જાય તો સવારે ઉઠીને પોતાનું મનપસંદ ભજન કીર્તન સાંભળો. સંગીતથી મૂડ સારો રહે છે અને તે ડિપ્રેશનને પણ ખત્મ કરવાનું કામ કરે છે. મહિલાઓ પોતાનું કામ કરતા કરતા સંગીતનો આનંદ ઉઠાવી શકે છે.