ઘરવાળાએ જબરજસ્તી કરાવ્યા હતા દારા સિંહના લગ્ન, કંઈક આવી હતી પહેલવાનમાંથી અભિનેતા બનવાની સફર.

0
264

પહેલવાનીથી લઈને ફિલ્મ ઉદ્યોગ સુધી દરેક ક્ષેત્રમાં રાજ કરનાર દારા સિંહના લગ્ન જબરજસ્તી કરાવવામાં આવ્યા હતા, જાણો અજાણી વાતો. ભારતમાં જ્યારે પણ પહેલવાનીનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે દારા સિંહનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. કુસ્તીથી લઈને અભિનય અને રાજકારણ સુધી દરેક ક્ષેત્રમાં વિશેષ સ્થાન મેળવનાર દારા સિંહનો જન્મદિવસ 19 નવેમ્બરના રોજ થયો હતો. તેમનું આખું નામ દારાસિંહ રંધાવા હતું. રાજ્યસભામાં ચૂંટાયેલા તે પ્રથમ સ્પોર્ટસમેન હતા.

એટલું જ નહીં, ઓનસ્ક્રીન શર્ટ ઉતારવાનો ટ્રેન્ડ પણ દારા સિંહે જ શરૂ કર્યો હતો. તેમજ તેમણે કુસ્તી ક્ષેત્રે ઘણા આંતરરાષ્ટ્રીય શીર્ષક પણ જીત્યા હતા. 84 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહેનાર દારા સિંહે પાંચસોથી વધારે મેચોમાં ભાગ લીધો હતો, પરંતુ તે ક્યારેય હાર્યા નથી. તેમની શાનદાર ઇનિંગ્સ જોઈને તેમને રુસ્તમ-એ-હિન્દનું બિરુદ મળ્યું હતું. ચાલો આપણે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જાણીએ. જેનાથી તમે હજી અજાણ હશો.

dara sinh
dara sinh – source google

દારા સિંહના બળજબરીથી લગ્ન થયા હતા : રેસલર બનતા પહેલા દારા સિંહ ખેતરોમાં કામ કરતા હતા. તેમના પરિવારે નાની ઉંમરે જ બળજબરી પૂર્વક તેમના લગ્ન બચનો કૌર સાથે કરાવ્યા હતા. તે સમયે તે માત્ર 14 વર્ષના હતા અને બચનો કૌર તેમના કરતા ઘણી મોટી હતી. આવી સ્થિતિમાં કુટુંબના સભ્યોને ચિંતા હતી કે દારા નબળો ના નીકળે. આથી તેમના ખોરાકની માત્રામાં વધારો કરવામાં આવ્યો. તેમના આહારમાં દૂધ અને દહીં ઉપરાંત બદામ પણ ઉમેરવામાં આવી. જણાવી દઈએ કે દારા સિંહ માત્ર 17 વર્ષની ઉંમરે પિતા બની ગયા હતા.

આવા હતા પહેલવાન : દારાસિંહની ઉંચાઈ 6 ફૂટ 2 ઇંચ હતી. તેમજ તેમનું વજન 132 કિલો હતું. તેમને ખૂબ જ નાની ઉંમરે કુસ્તી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પહેલા તે ગામના મેળામાં અને સમારોહમાં થતી કુસ્તીમાં ભાગ લેતા હતા. કુસ્તીમાં તેમની શૈલીને પહેલવાની કહેવામાં આવતી હતી, જે 100 વર્ષથી ભારતીય કુસ્તીની લોકપ્રિય ટેકનીક છે.

dara sinh
dara sinh – source google

કુસ્તીમાં ભાગ લેવા માટે દારા સિંહે એશિયન દેશોનો પ્રવાસ કર્યો હતો. 1947 માં તે સિંગાપોર ગયા હતા જ્યાં તેમણે તરલોક સિંઘને હરાવ્યા હતા, ત્યાર બાદ તેમને મલેશિયાના ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો. માત્ર 26 વર્ષની ઉંમરે દારા સિંહ રાષ્ટ્રીય રેસલિંગ ચેમ્પિયન બની ગયા હતા.

હનુમાન બનીને થયા લોકપ્રિય : દારા સિંહે હિન્દી ઉપરાંત ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. શરૂઆતના દિવસોમાં તે ફિલ્મોમાં સ્ટંટ માસ્ટર તરીકે કામ કરતા હતા, પરંતુ ધીરે ધીરે તે અભિનય તરફ વળી ગયા. અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ સંગદિલ હતી, જે 1952 માં રજૂ થઈ હતી. આ સિવાય તેમણે સિકંદર-એ-આઝમ, વતન સે દુર, દારા, રુસ્તમ-એ-બગદાદ, શેર દિલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેમણે ટીવી શો માં પણ કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય સીરિયલ રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને ખૂબ લોકપ્રિયતા મેળવી.

dara sinh
dara sinh – source google

રાજકારણમાં પણ હાથ અજમાવ્યો : રમત અને અભિનય ઉપરાંત દારા સિંહે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તે દેશના પહેલા ખેલાડી હતા, જે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 2003 થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.