લગ્નના ફોટોમાં દેખાયો ખતરનાક નજારો, જોઈને દંગ રહી ગયા લોકો

0
466

એક તરફ આકાશમાં જ્વાળામુખી વિસ્ફોટની રાખ છવાયેલી હતી, તો બીજી તરફ એક કપલના લગ્નની વિધિ થઈ રહી હતી. જયારે લગ્નના ફોટા પાડવામાં આવી રહ્યા હતા, તો પાછળ જ્વાળામુખી વિસ્ફોટની રાખ આકાશમાં ફેલાતી દેખાઈ રહી હતી. આ નજારો ફિલિપાઇન્સની રાજધાની મનીલાનો છે, જ્યાં રવિવારે એક કપલના લગ્ન થઈ રહ્યા હતા.

સીએનએન અનુસાર, ચિનો અને કૈટ વૈફલોરે સવાના ફાર્મ ટેગાટેમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, જે મનીલામાં તાલ જ્વાળામુખીથી લગભગ 16 કિલોમીટર દૂર આવેલો છે. તાલ જ્વાળામુખી ફિલીપીંસની રાજધાની મનીલાથી 37 માઈલ દક્ષિણમાં એક ટાપુ પર ફાટ્યો હતો.

જોકે, જવાળામુખી અને સીસ્મોલૉજી ઈંસ્ટીટ્યૂટે જ્વાળામુખી વિસ્ફોટની ચેતવણી, બંનેના લગ્નના પહેલા જ જાહેર કરી દીધી હતી, પણ ચિનો અને કૈટે તે દરમિયાન જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

લગ્નનો ફોટોશૂટ કરી રહેલા રૈનડોલ્ફ ઇવાને જ્વાળામુખી ફાટવાની સાથે આકાશમાં ઉત્પન્ન થયેલા ધુમાડાના વાદળો સહિત વરરાજા અને નવવધૂના એકદમ સુંદર ફોટા લીધા.

જણાવી દઈએ કે, તાલ જ્વાળામુખી 1977 થી સતત સમય સમય પર ફાટી રહ્યો છે. આ વખતે તે 44 મી વખત ફાટ્યો છે. રવિવારે સવારે 4:33 વાગ્યે જવાળામુખી ફાટ્યા પછી આસપાસના વિસ્તારમાં ઘણી વાર ભૂકંપના ઝટકાનો અનુભવ કરવામાં આવ્યો.

1911 માં પણ તાલ જ્વાળામુખી ફાટ્યો હતો, ત્યારે એના કારણે 1500 લોકો મરી ગયા હતા. પણ તે પછી ઘણી વાર તે ફાટ્યો પણ એટલું નુકશાન નહિ થયું. ફિલીપીંસની સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. સાથે જ ઘરમાંથી નીકળવાની ના પાડી છે.

જ્વાળામુખી ફાટ્યા પછી બાટનગેસ પ્રાંતના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો. રાખ અને વરસાદથી આ જગ્યાઓ પર કાદવ-કીચડ થઈ ગયું છે. લોકોના ઘર, ગાડીઓ, રસ્તા, બગીચા બધું કીચડથી ભરાઈ ગયું છે. રાહત અને બચાવકર્મી આ કીચડવાળા રસ્તેથી સુરક્ષિત સ્થાનો પર લઈ ગયા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.