શું તમે જાણો છો ડાલડા ઘી કઈ વસ્તુમાંથી બને છે, ક્લિક કરીને જાણો એના વિષે

0
2386

ઘી એક એવી વસ્તુ છે જેના વગર આપણું જીવન અધૂરું છે. અને આપણા દેશમાં ઘીનું મહત્વ કેટલું વધારે છે એના વિષે તમે જાણતા જ હશો. જ્યાં સુધી એની સુગંધ ના આવે ત્યાં સુધી તે વાનગીમાં સ્વાદ નથી આવતો. ઘી વાનગીનો સ્વાદ તો વધારે જ છે, સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે, અને આપણે ત્યાં સદીઓથી એનો ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને પૂજા પાઠમાં પણ ઘીનું મહત્વ વધારે છે. એ તો અમે જાણતા જ હશો કે, ઘી બે પ્રકારના હોય છે.

એક દેશી ઘી અને ડાલડા ઘી. દેશી ઘી દૂધથી બનેલું હોય છે. જ્યારે ડાલડા ઘી કે વનસ્પતિ ઘી તેલમાંથી બનેલું હોય છે. પણ શું તમે જાણો છો કે, ડાલડા ઘી કઈ વસ્તુમાંથી બને છે? ઘણા ઓછા લોકો આ વાત જાણે છે. અને આજે અમે તમને એના વિષે જ જણાવવાના છીએ. મિત્રો, આજકાલ ભલે ડાલડા ઘીનો ઉપયોગ ઘરમાં ઘણો ઓછો કરવામાં આવી રહ્યો છે.

પરંતુ એક સમય એવો હતો જ્યારે બચત અને ઓછી આવકને ધ્યાનમાં લઇને ઘણા લોકો દેશી ઘીની જગ્યાએ ડાલડા ઘીનો જ વપરાતા હતા. એવામાં આ વાત જાણવી ખૂબ જરૂરી છે કે આખરે ડાલડા ધી કેવી રીતે બનાવવામાં આવે છે.ડાલડા ઘી કઇ વસ્તુમાંથી બનાવવામાં આવે છે? સૌથી પહેલા તો એ જાણીલો કે, ડાલડા વનસ્પતિ તેલમાંથી ઘી બનાવનારી એક કંપનીનું નામ છે. આ કંપની ભારત સહિત પાકિસ્તાન અને દક્ષિણ એશિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલી સફળ બ્રાન્ડમાંથી એક રહી છે. પોતાની લોકપ્રિયતાને લીધે લોકો કંપનીની પ્રોડક્ટને કંપનીના નામથી જ ઓળખવા લાગ્યા. અને આજે પણ તમે લોકોને પૂછશો તો મોટાભાગના લોકોને ખબર નહિ હોય કે ડાલડા ઘી નો પ્રકાર નહિ પણ કંપનીનું નામ છે. જાણકારી માટે જણાવી દઈએ કે, વનસ્પતિ ઘી તેલમાંથી બનાવવામાં આવે છે. અને એ તેલને ઘટ્ટ બનાવવા માટે હાઇડ્રોજનીકૃત કરવામાં આવે છે. અને એની બનાવટ શુદ્ધ દેશી ઘી જેવી કરવા અને એવો સ્વાદ બનાવવા માટે એનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે, જેનાથી ટ્રાન્સ ફેટી એસિડ્સ વધી જાય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણ અને હાર્ટ પ્રોબ્લેમ્સને વધારવાનું કામ કરે છે. એક કે એકથી વધારે વનસ્પતિ તેલ મિક્સ કરીને વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે. આ તેલ કે તેલના મિશ્રણને 70 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે, અને એને સતત મિકસ કરવામાં આવે છે.

આ પ્રકારના વનસ્પતિ ઘી બનાવવા માટે સૌથી વધારે ઉપયોગ થનારા તેલમાં સોયબીનનુ તેલ, તાડનું તેલ, કપાસના બીજનું તેલ અને સરસિયાનું તેલ વાપરવામાં આવે છે. અને આ રીતે તૈયાર કરેલું વનસ્પતિ ઘી કોલેસ્ટ્રોલને વધારે છે, અને તેમાં દેશી ઘી કરતા કેલરીનું પ્રમાણ પણ વધારે હોય છે. એવામાં વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવા કરતા દેશી ઘીનો ઉપયોગ કરવો જોઇએ. એજ સ્વાસ્થ્ય માટે સારું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.