લક્ષ્મી માતાની કૃપાથી આ રાશિઓ માટે શુભ રેહેશે શુક્રવાર, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે.

0
149

તુલા : ભાગ્યનો ઘણો સાથ મળશે. જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને લક્ષ્ય પણ નક્કી કર્યા છે, પણ પ્રયત્નની અછત છે જેથી તમારે ઘણી વાર નિરાશ થવું પડ્યું છે. આ દિવસ તમારા માટે કોઈ પરિવર્તન લાવી રહ્યો છે. તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા માટે પોતાના પ્રયત્નમાં કોઈ ઘટાડો ન થવા દો. જલ્દી જ તમારી દરેક મનોકામનાઓ પુરી થઈ શકે છે.

ધનુ : રોકાણ કે કોઈ લોન માટે એપ્લિકેશન કરવા આજનો દિવસ અનુકૂળ છે. તમે ધાર્મિક કાર્ય કરવામાં ધન ખર્ચ કરી શકશો. યાત્રા દરમિયાન તમે નવી જગ્યાઓએ જશો અને મહત્વપૂર્ણ લોકો સાથે ભેટ થશે. જીવનસાથીની સાથે વાદવિવાદ થવાની ખુબ સંભાવના છે. આજે નાણાકીય લાભ માટે એક સારો દિવસ થશે. પ્રતિસ્પર્ધાથી સાવધાન રહેવું જોઈએ. વેપારમાં રોકાણ કરવું ફાયદાકારક રહશે.

મેષ : ગણેશજીના જણાવ્‍યા અનુસાર આ૫નો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. હિતશત્રુઓ આ૫ને હાનિ ન ૫હોંચાડે તેની કાળજી લેવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ : ફાયદાની તકો તમારા હાથમાં આવશે. પાર્ટનર વચ્ચે પ્રેમ અને રોમાન્સ વધશે. તમારા બચતમાં વૃદ્ધિ થશે. પરિવારમાં વિવાદની સંભાવના છે તો ચતુરાઈ અને સંયમ રાખો. કામમાં શાંતિ મળશે. આધ્યાત્મિક રૂપથી દિવસ સામાન્ય રહશે. વ્યક્તિગત કાર્ય અધૂરા રહશે. એવી જાણકારીઓને બહાર ન પાડો જે વ્યક્તિગત અને ખાનગી હોય. જીવનસાથીનો સહયોગ અને સુસંગતતા મળશે, જુના મિત્રો સાથે ભેટ થશે.

મિથુન : શૈક્ષણિક અને વિચાર વગેરે કાર્યોના પરિણામ સુખદ રહેશે. પાર્ટીનું આયોજન થઈ શકે છે. નોકરી કાર્યમાં ઉત્સાહ અને પ્રસન્નતાથી સફળતા પ્રાપ્ત થશે. વ્યાપાર વ્યવસાય સારો ચાલશે. રોકાણ વગેરે લાભદાયક રહેશે. ભાગ્યનો સાથ રહેશે. ઉતાવળ ના કરો. પ્રેમમાં ઈમાનદારી રાખવાની જરૂર છે. લાઈફ પાર્ટનરને મીઠાઈની ભેટ આપવાના છો.

સિંહ : ગણેશજી કહે છે કે આજે ૫રિવારમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. કુટુંબીજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને માતાનું આરોગ્‍ય બગડે. મનમાં નકારાત્‍મક વિચારો આવતા અસ્‍વસ્‍થતા અનુભવાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની ગણેશજી સલાહ આપે છે.

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે ૫રિવારજનો સાથે આજનો દિવસ આનંદ પ્રમોદમાં પસાર થશે. તન મનની પ્રસન્‍નતા રહેશે. પ્રિયજન સાથેનો મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળે. મિત્રો, સ્‍નેહીજનો તરફથી ઉ૫હાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દામ્‍પત્‍યજીવનમાં મધુરતા રહે. એકંદરે આખો દિવસ ખુશાલીમાં પસાર થાય.

મીન : ગણેશજી કહે છે કે આજે આ૫ તન અને મનથી થાક તથા બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા આ૫ને ચિંતિત કરશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદ થતાં તેમની નારાજગી વહોરવી ૫ડે. હરીફો માથું ઉંચકે નકારાત્‍મક વિચારોથી મન ઘેરાયેલું રહે. સરકાર તરફથી કોઇ ૫રેશાની ઉભી થાય. પુત્રો સાથે મતભેદ વધે.

કર્ક : ગણેશજી આજનો દિવસ શાંત ચિત્તે ૫સાર કરવાની ચેતવણી આપે છે. શરીર અને મનની અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન બનાવશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદને કારણે મનદુ:ખ થાય. વિજાતીય પાત્ર ૫રત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્‍નો સતાવે.

વૃષભ : આજે આપને દાં૫ત્‍યજીવનને વિશેષ માણવાની તક મળે આ૫ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ ૫સાર કરશો. એમ ગણેશજી જણાવે છે. સ્‍નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્‍ઠા મળશે.

મકર : ગણેશજી કહે છે કે આજના લાભદાયી દિવસે આ૫ના ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. કોઇપણ વસ્‍તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. શેરસટ્ટાકીય પ્રવૃત્તિમાં ધનલાભ થાય. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે. ૫ત્‍ની, પુત્રનો સહકાર સાં૫ડશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની ૫સંદગીનું પાત્ર મળે.

કન્યા : તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે, સાથે સાથે આપ લાગણીભર્યા સંબંધોથી દ્રવીભૂત થશો. ભાઇબહેનો સાથે સારી રીતે સમય ૫સાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્‍ફળ નીવડે. ભાગ્‍યવૃદ્ઘિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી ૫ગલાંથી નુકશાન થઇ શકે છે. એમ ગણેશજી ચેતવણી આપે છે. ગૂઢ અને આદ્યાત્મિક બાબતોમાં સિદ્ઘિ મળે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.