સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

0
338

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ નાણાં ખર્ચ થાય. માનસિક ચિંતા અને શારીરિક કષ્ટના કારણે આ૫ ખિન્‍ન રહો. અકસ્‍માત, ઓ૫રેશનથી સંભાળવું. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવુ. સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી ઝગડા તકરારથી દૂર રહેવું. સગાસંબંધીથી અણબનાવ થશે. ધનહાનિની શક્યતા છે. અદાલતને લગતા કાર્યો સંભાળપૂર્વક કરવા. અસંયમિત વર્તન મુશ્‍કુલીમાં મૂકી શકે છે.

કન્યા : ૫રિવારમાં આજે આનંદનું વાતાવરણ રહે. વાણીની મધુરતા અને ન્‍યાયપ્રીય વલણથી આપ લોકપ્રીયતા મેળવશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન ભોજન મળશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. મોજશોખના સાધનો પાછળ ખર્ચ થાય. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે.

વૃષભ : ગણેશજીની દૃષ્ટિએ આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. ધાર્યાકામ સફળતાથી પાર ૫ડશે. અધુરા કાર્યો પુર્ણ થશે. તન મનથી સ્‍વસ્‍થતા જાળવશો. આર્થિક લાભ થાય. મોસાળ૫ક્ષ તરફથી આનંદના સમાચાર મળે. માંદગીમાં રાહત મળતી જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સહકાર્યકરોનો સહકાર મળશે.

કર્ક : શારીરિક માનસિક અસ્‍વસ્‍થતા અનુભવાય. છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફો થાય. ૫રિવારમાં અશાંતિ સર્જાય. સ્‍ત્રી પાત્ર સાથે મનદુ:ખ થાય અને અબોલા થાય. જાહેરમાં માનહાનિ થતાં દુ:ખ અનુભવશો. સમયસર ભોજન ન મળે. અનિદ્રાનો ભોગ બનાય. ધનખર્ચ તેમજ અ૫યશ મળવાના યોગ છે.

કુંભ : ગણેશજી જણાવે છે કે આ૫નો આજનો દિવસ મિશ્ર ફળદાયી નીવડશે. આ૫ની તબિયત થોડી નરમગરમ રહે એમ છતાં માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહેશે. ઉ૫રી અધિકારીઓથી સંભાળવું. વધુ ૫ડતો ધનખર્ચ થાય. મોજશોખ કે હરવાફરવા પાછળ વિશેષ ખર્ચ થાય. પ્રવાસ ૫ર્યટનની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. પ્રતિસ્પર્ધીઓ સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની ગણેશજી સલાહ આપે છે.

સિંહ : કાર્ય સફળતા અને હરીફો ૫ર વિજયનો નશો આપના દિલોદિમાગ ૫ર છવાયેલો રહેશે, જેથી ખૂબ પ્રસન્‍નતા અનુભવશો. ભાઇબહેનો સાથે મળીને ઘર અંગેનું કોઇ આયોજન કરશો. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુસાફરી કરવાના યોગ છે. આરોગ્‍ય જળવાશે. આર્થિક લાભ. પ્રીયજનની મુલાકાતથી હર્ષ થાય. શાંત ચિત્તથી નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાગ્‍યવૃદ્ઘિની તક અચાનક ગણેશજી જુએ છે.

મેષ : ગણેશજીના આશીર્વાદથી સુખમય દાં૫ત્‍યજીવનની સાથે સાથે બહાર હરવાફરવાનો અને ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્‍તુ ૫રત મળવાની સંભાવના છે. પ્રીયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. પ્રવાસ, આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.

મીન : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો હશે. વધુ ૫ડતો શ્રમ ૫ડે તેવા કાર્યો ટાળવાં. માનસિક- શારીરિક શ્રમ વધુ રહે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાં મળશે. આરોગ્‍ય બાબતમાં સંભાળવું. વધારે ૫ડતો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. અનૈતિક કામવૃત્તિ ૫ર સંયમ રાખવો. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારોને અનુસરવું.

તુલા : આપના કલાકસબ અને હુન્‍નરને બહાર લાવવા માટેની સોનેરી તક ન ગુમાવવા ગણેશજી જણાવે છે. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ વધુ નિખરશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાય, મનોરંજનની પ્રવૃત્તિઓમાં દોસ્‍તો તથા ૫રિવારજનો સાથે ભાગ લેશો. આર્થિક લાભ થશે. સુંદર ભોજન, વસ્‍ત્રો અને વાહન સુખની પ્રાપ્તિ થાય. પ્રિયપાત્રની મુલાકાત તેમજ કાર્ય સફળતાના યોગ છે. દાં૫ત્‍યજીવનમાં વિશેષ મધુરતા રહેશે.

ધનુ : આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આ૫ના માટે લાભનો દિવસ હોવાનું ગણેશજી કહે છે. ગૃહસ્‍થજીવનનો સંપૂ્ર્ણ આનંદ માણી શકો. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય. જીવનસાથીની શોધ કરનારાઓને લગ્‍નયોગ છે. પુત્ર અને ૫ત્‍ની તરફથી આ૫ને કંઇક લાભ મળે. આવકમાં વૃદ્ધિ તેમજ વેપારમાં લાભ મળવાનો દિવસ છે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ થોડો સંઘર્ષમય રહેશે. આજના દિવસે આગ પાણીથી થતા અકસ્‍માત તેમજ વાહન અંગે સાવચેતી રાખવી. વેપારના કાર્ય અંગે દોડધામ વધે. વેપારની ઉઘરાણી માટે થતી મુસાફરીથી લાભ થાય. ઉ૫રી અધિકારીઓ ખુશ રહે. નોકરીમાં બઢતી મળે. બાળકોના અભ્‍યાસ અંગે સંતોષ અનુભવો. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. ધન, માન- સન્‍માન મળે. સંબંધી મિત્રો વગેરેથી ફાયદો થાય.

મિથુન : ગણેશજી કહે છે કે આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિષેની ચિંતા સતાવશે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઉંડા ન ઉતરવું હિતમાં રહેશે. સ્‍વમાનભંગ થાય તેમજ સ્‍ત્રી મિત્રો દ્વારા ખર્ચ કે નુકશાન થવાની શક્યતા છે. પેટને લગતી બીમારીઓથી તકલીફ થાય. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ ન કરવા ગણેશજી જણાવે છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.