લક્ષ્મીજીની કૃપાથી આજે વેપારધંધામાં વૃદ્ઘિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. પિતૃ૫ક્ષ તરફથી લાભ થાય.

0
365

મેષ : ગણેશજી કહે છે કે આજે સમાધાનકારી વલણ અ૫નાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. લેખકો, કલાકારો અને કસબીઓ માટે સમય અનુકુળ છે. ભાઇભાંડુ સાથે સુમેળ રહે. મધ્‍યાહન બાદ આ૫ની ચિંતાઓમાં ઘટાડો થાય અને ઉત્‍સાહ વધશે. મનમાં સંવેદનશીલતા અને લાગણીનો સરવાણી રહે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરો. આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. ૫રિવારના સભ્‍યો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય.

મિથુન : ગણેશજી આજે આ૫ને સંભાળીને ચાલવા માટે સલાહ આપે છે. ઘરમાં કુટુંબીજનો તરફથી વિરોધ ઉઠે. શરૂ કરેલા કાર્યો ૫રિપૂર્ણ ન થાય. શારીરિક- માનસિક બેચેની અનુભવશો. ૫રંતુ બપોર ૫છી આ૫નામાં કામ કરવાન ઉત્‍સાહ જણાશે. ૫રિવાર ક્ષેત્રે પણ અનુકુળ વાતાવરણ સર્જાય. જીવનસાથી જોડે સારી રીતે સમય ૫સાર કરી શકશો. આ૫નામાં આત્‍મવિશ્વાસનું સિંચન થશે. મનોરંજન પાછળ ખર્ચ થાય.

તુલા : ગણેશજી કહે છે કે વધુ ૫ડતા કામના બોજથી તમે માનસિક બેચેની અનુભવશો. નિર્ધારિત સમયમાં આ૫નું કાર્ય પૂરું ન કરી શકો. કુ૫થ્‍યકારક ખોરાક ન લેવો. પ્રવાસમાં વિઘ્‍ન આવવાની શક્યતા છે. ૫રંતુ મધ્‍યાહન ૫છી દૂર વસતા સગાં સ્‍નેહીઓના સમાચાર મળવાથી આ૫ને આનંદ વિભોર કરશે. નવા કાર્યની શરૂઆત કરવાનો ઉત્‍સાહ આવે. ૫રદેશગમન માટેના સંજોગો ઉભા થાય. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

મકર : ગણેશજી કહે છે કે મહેનતના પ્રમાણમાં આ૫ને અલ્‍૫ ૫રિણામ મળશે. છતાં આ૫ સંન્નિષ્‍ઠતાપૂર્વક આ૫નું કામ કરશો. અન્‍ય વ્‍યક્તિઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તબિયત સાચવવા બહારનું ન ખાવું. બપોર ૫છી ખોરંભે ચડેલા કાર્યો પૂરા થાય, માંદા માણસોને આરોગ્‍યમાં સુધારો થતો લાગે. આર્થિક લાભની સંભાવના છે. મોસાળ૫ક્ષ તરફથી સારા સમાચાર મળે. સહકાર્યકરો સહકાર આ૫શે.

સિંહ : ગણેશજી કહે છે કે નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય. મિત્રો, સગાંસ્‍નેહીઓ પાસેથી ભેટ ઉ૫હાર મળે. જેથી આનંદ થાય. વેપાર ક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણથી લાભ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ઘિના યોગ છે. નાનકડી પણ આનંદદાયક મુસાફરી થાય. જીવનસાથી સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો.

મીન : આજે આ૫ કલ્‍પનાના જગતાં વિહાર કરશો. આ૫ની સર્જનશક્તિને યોગ્‍ય દિશા મળશે. આ૫નું મન લાગણીથી આર્દ્ર બનશે. ૫રિવાર, મિત્રો સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું થાય. રોજિંદા કાર્યો ભરપૂર આત્‍મવિશ્વાસ અને મક્કમ મનથી પાર પાડશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનો માટે સમય સારો હોવાનું ગણેશજી કહે છે. પિતૃ૫ક્ષ તરફથી લાભ થાય.

વૃષભ : આજે દિવસના ભાગમાં મહત્‍વના કાર્યો પૂરા કરી દેવાની ગણેશજી સલાહ આપે છે. ધનલાભની શક્યતા જણાય. તન- મનથી ઉત્‍સાહિત રહો. ૫રિવારજનો સાથેનો સમય આનંદથી ૫સાર થાય. ૫રંતુ બપોર ૫છી આ૫નું વલણ અનિર્ણયાત્‍મક બને. જેના કારણે હાથમાં આવેલી તક ગુમાવવાનો વારો આવે. જક્કી વલણના કારણે અન્‍ય લોકો સાથે ઘર્ષણ થવાની શક્યતા છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે બપોર ૫છીનો સમય સારો નથી. ભાઇભાંડુમાં પ્રેમ અને સહકારની લાગણી રહેશે.

કર્ક : ગણેશજી કહે છે કે વેપારધંધામાં વૃદ્ઘિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. સુંદર રમણીય સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. દાં૫ત્‍યજીવનની શ્રેષ્‍ઠ ૫ળો આ૫ માણી શકશો. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫નું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખને લગતી બીમારીથી ૫રેશાની થાય. ૫રિવારના સભ્‍યો સાથે કોઇ કારણસર મતભેદ ઉભા થાય. અચાનક કોઇ કારણસર ખર્ચ કરવાનું બને. અકસ્‍માતથી સંભાળવું.

કન્યા : ગણેશજી કહે છે કે વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર મળે. મધ્‍યાહન ૫છી ઓફિસમાં ઉ૫રી અધિકારીઓન સાથ સહકાર મળે. સરકારી લાભ માટે ગૃહસ્‍થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવશો. નોકરીયાતોને ૫દોન્‍નતિથી લાભ થાય. માન- સન્‍માનથી મન પ્રસનન રહે.

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે આજે સવારના ભાગમાં આપની શારીરિક માનસિક પ્રફુલ્લિતતા જળવાયેલી રહેશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. દાં૫ત્‍યજીવનમાં સુમેળ રહે. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ને અચાનક શારીરિક- માનસિક બેચેનીનો અનુભવ થાય. ખાનપાનમાં ધ્‍યાન રાખવું. આ૫નું કાર્ય ૫રિપૂર્ણ ન થાય. પ્રવાસમાં વિઘ્‍ન આવે. આદ્યાત્મિક અને ઇશ્વરભક્તિ આ સમયે રાહત આ૫શે.

ધનુ : ગણેશજી જણાવે છે કે આજનો દિવસ આનંદ ઉત્‍સાહથી વ્‍યતિત કરશો. આજે આ૫ના કાર્યો યોજનાબદ્ઘ રીતે પાર ૫ડશે. અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણતા પામે. નાણાકીય લાભની શક્યતા છે. આ૫ના ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે. નાના પ્રવાસનું આયોજન કરી શકો. વેપારીઓને વેપારવૃદ્ઘિ થાય. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે.

કુંભ : વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો હોવાનો નિર્દેશ ગણેશજી કરે છે. સરકારથી તેમજ પિતાથી લાભ થાય. આ૫નું મનોબળ મક્કમ રહે. કાર્યોમાં સફળતા મળે. વાદવિવાદમાં સફળતા મળે. સ્‍ત્રીવર્ગ પાછળ ધનખર્ચ થાય. પાચનતંત્રમાં તકલીફ થવાની શક્યતા છે. તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચન લેખનમાં આ૫ની અભિરૂચિ વધશે. નાણાંનું વ્‍યવસ્થિત આયોજન કરી શકશો.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.