લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોને આજે ધનપ્રાપ્તિ થઇ શકે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

0
199

મેષ : આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો તેમ ગણેશજી કહે છે. આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઇ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઇએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

મિથુન : આજે નવા કાર્યોની શરૂઆત કરશો નહીં, સમય અનુકૂળ નથી. ગણેશજીની સલાહ છે કે જીવનસાથી તેમજ સંતોનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમિયાન માનહાનિ થઇ શકે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

સિંહ : આજના દિવસે આ૫ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. એમ ગણેશજી કહે છે. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતાનો અનુભવો. મિત્રો સ્‍વજનો સાથે નાનકડું ૫ર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રીય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ઘિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.

કુંભ : આજે આપને તબિયતમાં બેચેની, થાક અને કંટાળો રહેશે. ૫રંતુ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહે જેથી કામ કરવાનો ઉત્‍સાહ ન રહે. ઓફિસ તથા કામકાજના સ્‍થળે ઉ૫રીઓનો નારાજગીનો ભોગ બનવું ૫ડે. મોજશોખ અને હરવાફરવા પાછળ ખર્ચ થશે. લાંબી મુસાફરી થાય. વિદેશથી સમાચાર મળે. સંતાનોના પ્રશ્‍ન આપને મુંઝવશે. હરીફો સામે વધુ વાદવિવાદમાં ન ઉતરવાની ગણેશજીની સલાહ છે.

તુલા : ગણેશજી કહે છે કે આજે આ૫ની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આ૫ના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રીયજન સાથેનું સાનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

ધનુ : આજનો દિવસ આપના માટે લાભદાયી હોવાનું ગણેશજી જણાવે છે. ગૃહસ્‍થ જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રીયપાત્ર સાથેનું મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણો માણી શકશો. આવકના સ્‍ત્રોત વધશે. ઉ૫રી અધિકારીઓ અને વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે સુંદર ૫ર્યટનનું આયોજન થાય. ઉત્તમ ભોજનની પ્રાપ્તિથી સંતુષ્‍ટ થશો.

કર્ક : ગણેશજી કહે છે કે આ૫નામાં આજે આનંદ અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્‍નતા છવાયેલી રહે. છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફ થાય. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે મનદુ:ખ અને વાદવિવાદ થાય. અનિદ્રા સતાવે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તે જોવું. ધન ખર્ચ થાય. જળાશય પાસે ન જવું હિતાવહ છે.

કન્યા : ૫રિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. ૫રંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાની ગણેશજી કહે છે.

વૃશ્ચિક : આજના દિવસ દરમ્‍યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી ૫રેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્‍નેહીઓ સાથે અણબનાવ રહે, એમ ગણેશજી જણાવે છે.

વૃષભ : આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઇ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે. ગણેશજી કહે છે કે આપના વિલંબમાં પડેલા કાર્યો પુરા થશે.

મકર : વેપાર ધંધાના ક્ષેત્રે લાભ થવાનો ગણેશજી સંકેત આપે છે. ઉઘરાણી , પ્રવાસ, આવક વગેરે માટે શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળે કે નોકરીમાં ઉ૫રી અધિકારીઓ દ્વારા આ૫ના કામની પ્રશંસા થાય. બઢતીના યોગની સંભાવના વધે. પિતાથી લાભ સંતાનોના અભ્‍યાસ અંગે સંતોષની લાગણી અનુભવાશે. પ્રતિષ્ઠામાં વધારો થાય.

મીન : તંદુરસ્‍તીની બાબતમાં ખાસ ધ્‍યાન આપવાનું ગણેશજી કહે છે. માંદગી પાછળ ખર્ચ કરવો ૫ડે. ઓચિંતો ધનખર્ચ થાય. અન્‍ય કામકાજમાં પણ આપે થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. કુટુંબીજનો સાથે મનદુ:ખનો પ્રસંગ ઉભો થાય, જેથી સંભાળીને બોલવું. આકસ્મિક ધનલાભ આપની તકલીફો હળવી કરી દેશે. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.