આ રાશિના લોકોને આજે ગૃહસ્‍થજીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે આવક વૃદ્ઘિના યોગ છે.

0
375

કન્યા : આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક ચિંતા સાથે આજનો દિવસ ૫સાર થાય. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટથી કામ બગડવાની શક્યતા રહે. કુટુંબીજનો અને મિત્રો સાથે અણબનાવ થાય. આકસ્મિક ધનખર્ચ થાય. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું બને. કોર્ટ કચેરી અને નોકરીવર્ગથી સંભાળવું, એમ ગણેશજી જણાવે છે.

મકર : ગણેશજી આપને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવા અને ખાનપાન ૫ર ધ્‍યાન રાખવાની સલાહ આપે છે. ઓચિંતો ધનખર્ચ થાય, સારવાર પાછળ ખર્ચ થવાની પણ સંભાવના છે. વેપારમાં ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. ક્રોધાવેશ પર કાબૂ રાખવો ૫ડશે. સામાજિક કાર્ય પ્રસંગે મુસાફરીના યોગ છે. ઓફિસમાં આપની વહીવટી કુનેહ દેખાઇ આવશે.

વૃશ્ચિક : ગણેશજીની કૃપાથી આપના તમામ કાર્યો સરળતાપૂર્વક પાર ૫ડતા જણાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અને સંતોષ અનુભવશો. આરોગ્‍ય સારું રહેશે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા મળશે. ઉચ્‍ચ અધિકારીઓ અને વડીલવર્ગની કૃપાદૃષ્ટિ રહેશે. સંતાનોની સંતોષજનક પ્રગતિથી આનંદ અનુભવાય. ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે.

મીન : રોજિંદા કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે જેથી વાણી અને વર્તનમા સંભાળીને કામ કરવાની ગણેશજીની સલાહ છે. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો. સહકર્મચારીઓનો સાથ સહકાર તમારા વ્‍યવસાયક્ષેત્રે કામને સરળ બનાવશે. મોસાળ૫ક્ષ તરફથી લાભ થાય.

વૃષભ : આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સં૫ત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્‍યવહારથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. રમતગમત અને કલાક્ષેત્રના કસબીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે. સંતાનોના કામ પાછળ ખર્ચ થશે એમ ગણેશજી કહે છે.

કર્ક : ગેરસમજ અને નકારાત્‍મક વલણ આપના ચિત્તમાં ગ્‍લાનિનો ભાવ પેદા કરશે. આરોગ્‍યમાં ખાસ કરીને આંખની તકલીફ થાય. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. કામ અંગે અસંતોષની લાગણી પ્રવર્તે. ધન ખર્ચ થાય. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ દોરવાતા મનને કાબુમાં રાખવાની ગણેશજી સલાહ આપે છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ધારી સફળતા ન મળે.

મેષ : સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી૫ણા ૫ર સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. શારીરિક, માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. વધુ ૫રિશ્રમના અંતે ઓછી સફળતાથી નિરાશા ઉ૫જે. સંતાનોની બાબતમાં ચિંતા ઉ૫જે. પેટને લગતી બીમારીઓથી ૫રેશાન થવાય. મુસાફરીમાં અવરોધ આવે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.

મિથુન : નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે. નોકરિયાતો અને વેપારીઓને ઉ૫રી અધિકારીઓ તેમજ સરકાર તરફથી મહેનતનું ખૂબ સારું વળતર મળશે. પાડોશીઓ, ભાઇબહેનો તેમજ મિત્રમંડળ સાથે આનંદપૂર્વક સમય ૫સાર થશે. ભાગ્‍યવૃદ્ઘિ માટેની તકો ઉભી થાય. નાની મુસાફરીની શક્યતા છે.

સિંહ : આજે કોઇપણ કામ અંગે આત્‍મવિશ્વાસ સાથે ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પ‍િતા તેમજ વડીલવર્ગનો સાથ સહકાર મેળવશો. સામાજિક પ્રતિષ્‍ઠામાં વધારો થશે. આપના સ્‍વભાવમાં ક્રોધ અને વર્તનમાં ઉગ્રતા રહેશે, જેના ૫ર અંકુશ રાખવાની ગણેશજીની સલાહ છે. શિરદર્દ, પેટને લગતી ફરિયાદો રહે. દાં૫ત્‍યજીવનમાં સુમેળ રહેશે.

તુલા : ગૃહસ્‍થજીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે આવક વૃદ્ઘિના યોગ છે. ઓફિસ વ્‍યવસાયના ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ રહે. બઢતી મળવાના સંકેત મળે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે ખુશ રહેશો. આનંદદાયક ૫ર્યટન થાય. વેપારી વર્ગને લાભદાયક વેપાર થાય, ઉત્તમ લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય. ગણેશજીની સંપૂર્ણ કૃપા આપ ૫ર રહેશે.

કુંભ : પ્રણય, રોમાંસ, પ્રવાસ પર્યટન અને મનોરંજન આપના આજના દિવસનો એક હિસ્‍સો બની રહેશે. કુટુંબીજનો અને મિત્રો સાથે ક્યાંક ભોજન લેવા જવાનું થાય. ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહન પ્રાપ્તિના યોગ છે. ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. જાહેર જીવનમાં નામના અને પ્રતિષ્‍ઠા મળે. દૃઢ આત્‍મવિશ્વાસથી કાર્ય સફળતા મેળવશો. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

ધનુ : શરીરમાં થાક, કંટાળો અને બેચેની રહે. આરોગ્‍ય નરમગરમ રહે. મન ચિંતાથી વ્‍યાકુળ રહે. પ્રવાસ યાત્રા મોકૂફ રાખવાની ગણેશજીની સલાહ છે. સંતાનોના પ્રશ્‍ને ચિંતા ઉદભવે. ભાગ્‍ય સાથ ન આ૫તું લાગે. નોકરી ધંધાના સ્‍થળે ઉ૫રી અધ‍િકારીઓના રોષનો ભોગ બનવું ૫ડે. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. સાહસિક પ્રવૃત્તિઓ હાથ ધરવો નહીં.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.