વધેલા ભાતમાંથી આ રીતે બનાવો સ્વાદિષ્ટ દહીંવડા, ક્લિક કરી જાણો રેસિપી

0
1693

મિત્રો, એ વાતથી તો તમે બધા સારી રીતે પરિચિત છો કે, આપણે ત્યાં અન્નને દેવી કહેવામાં આવે છે. એટલે રોજ જમતા પહેલા પ્રાર્થના કરવામાં આવે છે. અને જમવાની વસ્તુઓને ક્યારેય પણ ફેંકવી જોઈએ નહિ. કારણ કે આવુ કરવાથી ઘણું નુકસાન થાય છે. આમ તો આપણે ઘેર જમવાનું વધારે બની ગયું હોય, તો બીજા દિવસે એમાંથી કોઈ અન્ય વાનગી બનાવીને ખાવામાં આવે છે. એટલે આપણે વધેલી વસ્તુઓમાંથી કંઇક ને કંઈક નવુ બનાવીને ખાતા જ હોઈએ છીએ. અને આજે અમે તમને વધેલા ભાતમાંથી દહીંવડા કેવી રીતે બનાવતા એ જણાવીશું.

આ રીતે દહીંવડા બનાવવા ખુબજ સરળ છે. અને આમ કરવાથી વધેલા ભાત ફેંકવા નથી પડતા, આથી અન્નનું અપમાન નથી થતું. તો ચાલો આજે બનાવીએ ભાતના દહીંવડા.

ભાતના દહીંવડા બનાવવા માટે જરૂરી સામગ્રી : વધેલા ભાત : 2 કપ, ઘાટું દહીં : 3 કપ, લીલા મરચાં : 3 નંગ, બ્રેડ : 2 નંગ, શેકેલું જીરું : 3 ચમચી, સંચળ : 1 ચમચી, તળવા માટે તેલ, એક આદુનો ટુકડો, મીઠું : સ્વાદ અનુસાર. ભાતના દહીંવડા.

બનાવવાની રીત : દહીંવડા બનાવવા માટે તો સૌ પ્રથમ બ્રેડ લઈને એની કિનારી કાપી લો. બ્રેડને પાણીમાં ડુબાડી પાણી નીચવી લો, અને એને ભાતની સાથે મિક્સ કરી દો. પછી એમાં આદુ, મરચા, લાલ મરચુ, જીરા પાવડર, કાળા મરી પાવડર આ બધું ઉપર જણાવેલ પ્રમાણમાં નાખીને સારી રીતે મિક્સ કરો. ભાતને તમે મિક્સરથી પણ ક્રશ કરી શકો છો. પછી એના નાના નાના ગોળા બનાવો. પછી મધ્યમ આંચ પર તેલ ગરમ કરી એ ગોળાને તળી લો. એ બ્રાઉન થાય એટલે એને પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ એની પર દહીં નાખીને ચટણી અને કોથમીરથી સજાવી લો. મિત્રો, આ દહીંવડામાં આપણે ફક્ત વડામાં જ ભાતનો ઉપયોગ કરીશુ બાકી બધુ તો દહીંવડા જેમજ બનાવીશુ. સ્વાદમાં આ દહીંવડા ખુબજ સારા લાગે છે. તમે તમારા ઘરના સભ્યો અને જો કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ જલ્દી બનાવીને સર્વ કરી શકો છો.

આશા છે કે તમને આ લેખ ગમ્યો હસે. તમે પણ આ રીતે વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ દહીવડા બનાવીને ખાઈ શકો છો. આમ કરવાથી અન્નનો બગાડ પણ નહીં થાય અને તમે એક નવી વાનગી બનાવતા સીખી જશો. આવી બીજી રેસિપી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.