આ 5 વસ્તુઓને દહીંમાં મિક્ષ કરીને ખાઓ, એનાથી થતા ફાયદા જાણીને દંગ રહી જશો.

0
1754

નમસ્કાર મિત્રો, તામાર બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે દહીં સાથે જોડાયેલી થોડી વાતો કરીશું. એ વાત તો સાચી છે કે, ખાવા સાથે દહીં ન હોય તો ખાવામાં મજા જ નથી આવતી. અને ઘણા બધા લોકો દરરોજ પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દહીનું સેવન કરવું કોઈ અમૃતના સેવનથી ઓછું નથી માનવામાં આવતું. કારણ કે દહીં શરીરને ઠંડક આપવાની સાથે સાથે શક્તિ પણ પૂરી પડે છે. દહીંમાં ઘણા એવા તત્વ રહેલા હોય છે, જે શરીર માટે ઘણા લાભદાયક હોય છે.

દહીનું સેવન દરેક રીતે હોય છે ફાયદાકારક :

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, દહીંમાં સારા બેક્ટેરિયા, મિનરલ્સ, વિટામીન અને કેલ્શિયમ રહેલા હોય છે. અને તે શરીરના આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. આમ તો દહીનું સેવન કોઈપણ પ્રકારે કરવામાં આવે તો ફાયદો જ પહોંચાડે છે. પણ જો તેમાં કાંઈક ભેળવીને ખાઈએ તો તેનો ફાયદો બમણો થઈ જાય છે. આજે અમે તમને થોડી એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દહીંમાં ભેળવીને ખાવાથી ફાયદો બમણો થઈ જાય છે.

આ વસ્તુ ભેળવવાથી થાય છે બમણો ફાયદો :

૧. દહીં અને શેકેલું જીરું :

મિત્રો, જો તમારા માંથી કોઈને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો દહીં ખાતી વખતે તેમાં કાળું મીઠું અને શકેલુ જીરું ભેળવીને ખાવ. આમ કરવાથી તમારી ભૂખ વધે છે, અને સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે.

૨. દહીં અને મધ :

જણાવી દઈએ કે, દહીં અને મધનું એક સાથે સેવન કરવું અમૃત જેવું હોય છે. તે ઘણા પ્રકારે શરીરને ફાયદો પહોંચાડે છે. તે એક એન્ટીબાયોટીકની જેમ કામ કરે છે. દહીંમાં મધ ભેળવીને ખાવાથી મોઢાના અલ્સર પણ સારા થઈ જાય છે.

૩. દહીં અને કાળા મરી :

જો તમે અથવા તમારા કોઈ મિત્ર કે સંબંધી જાડા છે, અને પાતળા થવા માંગે છે, તો તમારે કાંઈ બીજું કરવાની જરૂર નથી. તમે દહીં ખાતી વખતે તેમાં કાળું મીઠું અને કાળા મરીનો પાવડર ભેળવીને ખાવ. આમ કરવાથી શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.

૪. દહીં અને સુકા મેવા :

જાણકારી માટે જણાવી દઈએ કે, દહીંમાં સુકા મેવા અને ખાંડ ભેળવીને ખાવાથી શરીરની નબળાઈ દુર થાય છે. જો તમે ઘણા દુબળા પાતળા છો, તો તેનું સેવન સતત કરો. જલ્દી જ તમારું આરોગ્ય સુધરી જશે.

૫. દહીં અને અજમો :

મિત્રો, જો તમને અથવા ઘરના કોઈ સભ્યને ઘણા સમયથી પાઈલ્સની સમસ્યા પરેશાન કરી રહી છે, તો હવે તેમાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. એના માટે તમે દહીંમાં અજમો ભેળવીને ખાવ. અને પછી જુઓ કે થોડા જ દિવસોમાં તમારી સમસ્યા કાયમ માટે દુર થઈ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.