દાદીને જરાય શરમ ન આવી, બિલાડીને બચાવવા માટે પૌત્રને હવામાં લટકાવ્યો, પછી કર્યું આવું કામ

0
554

પ્રાણીઓને બચાવવા માટે તમે કઈ હદ સુધી જઈ શકો છો? તમે કહેશો કે જેટલું શક્ય હશે એટલું કરીશું, પણ કદાચ પોતાના બાળકને દોરડાથી લટકાવશો તો નહિ? પણ ચીનમાં એક એવી ખતરનાક ઘટના બની છે. ચીનમાં બનેલી એક ઘટનાનો શોકિંગ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાંઈક એવું જ જોવા મળ્યું.

એક વૃદ્ધ મહિલાએ પોતાના સાત વર્ષના પૌત્રને એક દોરડાથી બાંધી દીધો અને તેને એક એપાર્ટમેન્ટના 5 માં માળ પર એટલા માટે લટકાવી દીધો જેથી તે એક પાલતુ બિલાડીને બચાવી શકે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને નીચે ઉભેલા કેટલા લોકોએ રેકોર્ડ કર્યો અને ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર શેયર કરી દીધો.

તે બિલાડી બે માળ નીચે એક બાલ્કનીમાં ફસાયેલી હતી. મહિલા બાળકને દોરડાથી બાંધે છે, અને નીચે તરફ સરકાવે છે. બાળક નીચે જઈને બિલાડીને ઊંચકી લે છે, એ પછી મહિલા તેને ધીરે ધીરે ઉપર ખેંચવા લાગે છે. નીચે ઉભેલા લોકો મહિલાને સાવધાન રહેવા માટે કહેતા દેખાઈ રહ્યા છે.

સ્થાનિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ આખી ઘટના લગભગ 10 મિનિટમાં થઈ. 10 મિનિટ સુધી બિલાડી અને છોકરો હવામાં લટકેલા હતા. લોકો મહિલાની આલોચના કરી રહ્યા છે, અને પૂછી રહ્યા છે કે બિલાડીને બચાવવા માટે તેમણે બાળકનો જીવ કેમ જોખમમાં નાખ્યો?

જુઓ વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.