દબંગ ખાનની આ રીતે મજાક ઉડાવવી અક્ષયને ભારે પડી, ભડકેલી જનતાએ સોશિયલ મીડિયા પર પાઠ ભણાવ્યો

0
2349

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને શુક્રવારે પોતાની આવનારી ફિલ્મનું નામ ટ્વીટ કરીને પોતાના ફેન્સ સાથે શેયર કર્યું હતું. સલમાનની એ ટ્વીટ પછી અક્ષય કુમારે તેના પર ચીમટી કસી હતી. અક્ષયે ટ્વીટર પર લખ્યું – ‘કભી ઈદ કભી દિવાલી માટે મારા મિત્રો સાજીદ નાડિયાડવાલા, સલમાન ખાન અને ફરહાદ સામજીને અભિનંદન. તમને બધાને શુભકામનાઓ. એની સિક્વલ માટે એક સલાહ પણ છે….કભી ઈદ કભી ક્રિસમસ.’

હવે એવું તો ના બને કે તમે ટ્વીટર પર સલમાન વિરુદ્ધ કાંઈ લખો અને સોશિયલ મીડિયા પર સલમાનના ફેન્સ તમને છોડી દે. આ વખતે સલમાનના એ ફેન્સના હાથે ખેલાડી કુમાર ચઢી ગયા અને પછી લોકોએ આ રીતે તેમની મજા લીધી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.