જાણો દાલવડા બનાવવાની રેસીપી, અને ઘરે જ બનાવો યમી, ક્રન્ચી અને બજાર જેવા દાલવડા. એનો વિડીયો પણ જુઓ.

0
2407

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને દાલવડા કેવી રીતે બનાવવા એ જણાવીશું. દાલવડા ગુજરાતી અને નોન ગુજરાતી બંને જ ફેમસ હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે, દાલવડાને તમે ઘરે જ કેવી રીતે પરફેક્ટ બનાવી શકો છો. દાલવડા બનાવતી વખતે તમે થોડી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા દાલવડા સેમ આપણે જેમ બહારથી લાવ્યે છીએ તેમ જ બનશે.

જરૂરી સામગ્રી :

ચોખા – 2 મોટી ચમચી

મગની મોગર દાળ -1 કપ

કોથમીર – 1/2 કપ

કાપેલા લીલા મરચા – 1/2 કપ

ખાવાનો સોડા – 1/8 નાની ચમચી

મીઠું -સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

સૌથી પહેલા તો મગ અને ચોખાને પાણીથી સારી રીતે ધોઈ નાખો. ત્યારબાદ તેને 4 થી 5 કલાક માટે પલાળીને મૂકી દો. ચોખાનો ઉપયોગ કરવાથી તે ખાવામાં સોફ્ટ અને તેની આઉટર લેયર એકદમ ક્રિશપિ બને છે.

હવે આપણે મિક્સરના જગમાં નીચે મરચા એડ કરી દઈશું. પછી એમાં કોથમીર અને એની ઉપર જે 4 થી 5 કલાક માટે પલાણેલી દાળ અને ચોખા છે, તેમાંથી પાણી કાઢીને એને જગમાં થોડી માત્રામાં એડ કરીશું. પહેલા આપણે એ બધી વસ્તુને પાણી વગર ક્રશ કરવાની છે. વચ્ચે તેને એક વાર જગમાં જ ચમચીથી મિક્ષ કરી દેવું, પછી તેને ફરીથી ગ્રાઈન્ડ કરવું.

થોડી વાર સુધી ગ્રાઈન્ડ કર્યા પછી તેમાં 1 થી 1.5 મોટી ચમચી પાણી એડ કરી લેવાનું છે, અને તેને ફરી ક્રશ કરી લેવાનું છે. આવી જ રીતે ફ્રૂડપ્રોસેસરમાં કે મિનિચોપરમાં એને બનાવવાથી ખીરું પરફેક્ટ બને છે. આપણે ફાઈન પેસ્ટ નથી બનાવવાનું, પણ એનું પોસ્ટફોર્મ કહે એવી રીતે તેને ક્રશ કરવાનું છે.

ત્યારબાદ એને બીજા વાસણમાં કાઢી લઈશું. અને એજ રીતે બાકીની દાળ અને ચોખાને પણ ક્રશ કરવાના છે. એમાં પહેલા પાણી વગર અને જરૂર પડે એટલે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. અને એનું ખીરું બનાવી દઈશું. અને તેને પહેલા વાળા મિશ્રણમાં એડ કરી દઈશું. આ રીતે બધી દાળ અને ચોખા ગ્રાઈન્ડ કરી ખીરું તૈયાર કરી લેવું. બધું ખીરૂ બની ગયા પછી એમાં મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કર્યા પછી ખાવાનો સોડા એડ કરી દઈશું, અને તેને સારી રીતે મિક્ષ કરી દેશું.

હવે વડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે, અને જયારે તેલ ગરમ થાય ત્યારે ગેસને ધીમો રાખીને તેમાં વડા મૂકી દઈશું. બધા વડા મુકાય જાય એ પછી ગેસને મીડીયમ કરીને આપણે એને ફ્રાઈ કરીશું. થોડી વારમાં એને એક સાઇડથી પલટાવી નાખવાના છે. હવે આપણે આ વડા લાઈટ કલરના થઇ જાય તે પછી એને બહાર કાઢી દઈશું.

જાણકારી માટે જણાવી દઈએ કે, સેમ દુકાનમાં મળે એવા ક્રિસ્પી દાલવડા બનાવવા માટે દાલવડાને હંમેશા બે વાર તળવામાં આવે છે. આ રીતે બધા દાલવડા લાઈટ કલરના થાય ત્યાં સુધી ફ્રાઈ કરીને બહાર કાઢી લેવાના છે. જો તમને હાથની વડા મુકતા ન ફાવે, તો તમે ચમચીથી પણ વડા ફ્રાય કરી શકો છો.

અને ધ્યાન રાખવું કે, ક્યારે પણ વધારે ઉપરથી વડા તેલમાં મૂકવા નહિ, કારણ કે તેના કારણે તમારા ઉપર તેલ ઉડવાની સંભાવના વધુ રહે છે. એટલે ઓછી ઉંચાઈ પરથી વડા તેલમાં નાખવાના છે. બધા વડા લાઈટ ફ્રાઈ થઇ જાય ત્યારબાદ તેલને ફરી એકદમ ગરમ કરીને, જે પહેલા ફ્રાઈ કરેલા વડા છે એને પાછા ફ્રાઈ કરવાના છે. બીજી વાર જયારે વડા ફ્રાઈ કરતા હોય ત્યારે ગેસને ફૂલ રાખવાનો છે. નહિ તો આમાં તેલ ભરાઈ જશે. એને ફેરવતા રહેવાના છે. અને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને તળવાના છે.

આ રીતે બે વાર તળવાથી દાલવડા એકદમ ક્રિસ્પી બને છે. વડા ફ્રાઈ થાય ત્યારબાદ એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાના છે. હવે આપણા દાળવડા સર્વિંગ માટે તૈયાર છે. તમે આને તળેલા મરચા અને ડુંગરી સાથે સર્વ કરી શકો છો. આ વડા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ લાગશે. વડાને તમે ફરજીયાત 2 વાર ફ્રાઈ કારશો તો તમને સેમ માર્કેટ જેવું રિજલ્ટ મળશે.

વીડિઓ :