વિસનગરનું આ ગામ છે અનોખું, અહીં એક ઝાડ કાપવા પર બીજા 4 રોપવાનો નિયમ છે, જાણો વધુ વિગત

0
1048

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો પર્યાવરણનું જતન કરવું આપણા બધાની જવાબદારી છે. જો એવું ન કરવામાં આવે તો આપણે એનું માથું પરિણામ ભોગવવું પડી શકે છે. આ કારણે ઘણા બધા દેશોમાં પર્યાવરણની જાળવણી માટે નિયમો બનાવવામાં આવ્યા છે. અને આપણા ગુજરાતમાં પણ એક એવું ગામ છે, જ્યાં આ કામ માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. આજે અમે તમને એ ગામ વિષે થોડી વાતો જણાવીશું જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

અમે જે ગામની વાત કરી રહ્યા છીએ એ ગામ છે વિસનગર તાલુકાનું તરભ ગામ. અહીં વૃક્ષનું જતન કરવું એ જવાબદારી નહીં પણ ગામનો વારસો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ગામમાં પ્રત્યેક 2 વ્યક્તિ સામે 3 વૃક્ષો છે. આ ગામની સાક્ષરતાનો દર 80 % છે. મળેલી જાણકારી અનુસાર તરભ ગામમાં 1500 મકાનમાં કુલ 6300 ની વસ્તી રહે છે. અને તેની સામે ગામમાં વૃક્ષોની સંખ્યા 9700 જેટલી છે. અને આ ગામમાં એવી એક પણ ખુલ્લી જગ્યા નથી કે જ્યાં તમને વૃક્ષ જોવા ન મળે.

આ બાબતે ગામના અગ્રણી એવા સોમાજી કાનાજી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, આ ગામના લોકોને વૃક્ષ પ્રેમ એમના વારસામાં જ મળ્યો છે. આ ગામમાં ક્યારેય વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવ્યું નથી. અને આ ગામમાં ક્યારેય પણ બિનજરૂરી વૃક્ષ છેદન થતું નથી. જો કયારેક એવું થાય કે, કોઇ વૃક્ષ નડતરરૂપ થતું હોય, કે પછી જોખમી લાગતું હોય તો જ તેને કાપવામાં આવે છે. અને તે કપાયેલા એક વૃક્ષની સામે નવા 4 વૃક્ષો ઉછેરવામાં આવે છે.

થોડા સમય પહેલા આ ગામમાં માત્ર 200 મીટરના પ્રવેશ રોડ પર જ વૃક્ષ નહોતું, તો આ વર્ષે ત્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને આ ગામના લોકોને એમના વડીલો દ્વારા વારસામાં મળેલા આ વૃક્ષ પ્રેમને કારણે, એમની આસપાસના અન્ય ગામોની સરખામણીમાં વધુ વરસાદ કુદરત તરફથી મળે છે. અને વૃક્ષોને કારણે ઉનાળામાં આ ગામનું તાપમાન પણ નીચું રહે છે. આ ગામની ભૌગોલીક સ્થિતિ એવી છે કે, જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે. એ કારણે વૃક્ષારોપણ માટે નવા રોપાને ભેજ ન મળતાં તેને ઉછેરવામાં મુશ્કેલી પડે છે.

પણ સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ આ સમસ્યાનો ઉકેલ શોધતા વિદ્યાર્થીઓને એક ટેકનીક શીખવાડી છે. એ અનુસાર વિદ્યાર્થીઓએ આખા ગામમાંથી પિવાના પાણીની ખાલી બોટલો ભેગી કરી, અને બોટલના સૌથી નીચેના ભાગે નાનું કાણું પાડી તેમાં પાણી ભરીને રોપાના થડ પાસે મુકી દે છે.

આમ કરવાથી પાણીની બચત પણ થાય છે અને આખો દિવસ જમીનમાં ભેજ પણ જળવાઇ રહે છે. અને એમનું વૃક્ષારોપણનું કામ અટકતું નથી. દરેક ગામમાં આવા નિયમો બનાવવામાં આવે તો આપણે પર્યાવરણના જતનમાં ઘણો મોટો ફાળો ભજવી શકીશું.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.