17 વર્ષ પછી “કાંટા લગા” ગર્લની હવે આવી થઈ ગઈ છે હાલત, જોશો તો ઓળખી પણ નહિ શકો.

0
4044

જો તમે ૯૦ ના દશકમાં જન્મ્યા હશો તો તમને 2002 માં રિલીઝ થયેલું ગીત ‘કાંટા લગા’ યાદ હશે. આ ગીત તે સમયે સુપર હિટ થયું હતું. આમ તો આ ગીત વર્ષ 1972 માં આવેલી ફિલ્મ ‘સમાધિ’ ની હતું. પણ એને રિમિક્સ કરીને ફરીથી 2002 માં દર્શકો સામે લાવવામાં આવ્યું હતું. અને ‘કાંટા લગા’ નું આ રિમિક્સ વર્ઝન દર્શકોએ ઘણું પસંદ આવ્યું.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ગીતના રિમિક્સ વર્ઝનના વિડીયો આલબમમાં ડાન્સર તરીકે શેફાલી જરીવાલા જોવા મળી હતી. એ સમયે એ ગીત તો હિટ થયું જ અને સાથે સાથે શેફાલીની સુંદરતા અને ભોળપણ પણ લોકોને ઘણું પસંદ આવ્યું. શેફાલીએ પોતાની સુંદરતાથી લાખો લોકોને દીવાના બનાવ્યા છે. અને આ વિડીયોએ શેફાલીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

પણ સ્ટાર બન્યા પછી શેફાલી એક બે મ્યુઝિક વીડિયોમાં જ જોવા મળી. ત્યારબાદ ન જાણે તે ક્યા ગાયબ થઈ ગઈ. તેમજ શેફાલીને લોકો આજે પણ ‘કાંટા લગા ગર્લ’ ના નામથી જ ઓળખે છે. આ ગીતને આવ્યાને હવે 17 વર્ષ થઈ ચુક્યા છે. પરંતુ આજે પણ શેફાલીની સુંદરતામાં કોઈ ફરક નથી પડયો. આજે શેફાલી 36 વર્ષની થઈ ગઈ છે. અને આજે પણ તે ઘણી ગ્લેમરસ અને હોટ દેખાય છે.

15 વર્ષોમાં બદલાય ગયો છે લુક :

શેફાલીના અંગત જીવનની વાત કરીએ તો એમણે પહેલા લગ્ન મીટ બ્રોસના હરમીત સિંહ સાથે કર્યા હતા. પણ કોઈ અંગત કારણોને લીધે એમના લગ્ન વધારે સમય ટકી શક્યાં નહીં. એટલે એમણે છૂટાછેડા લઈ લીધા. ત્યારબાદ એમણે વર્ષ 2014 માં પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા. જણાવી દઈએ કે પરાગ એક ટીવી એક્ટર છે. અને તે સિરિયલ ‘જોધા બાઈ’ માં શરીફુદ્દીનની ભૂમિકા ભજવી ચુક્યા છે.

તેમજ શેફાલી અને પરાગ બંને એક સાથે ટીવીના ડાન્સિંગ શો ‘નચ બલિયે’ માં પણ ભાગ લઈ ચુક્યા છે. 17 વર્ષમાં શેફાલીનો લુક ઘણો બદલાય ગયો છે. તે આટલા વર્ષોમાં પહેલા કરતા પણ વધારે સુંદર અને હોટ થઈ ગઈ છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે શેફાલીના થોડા લેટેસ્ટ ફોટા લઈને આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ ફોટા જોયા પછી તમારી નજર એમના પરથી હટશે નહીં. તમે પણ જુઓ શેફાલી જરીવાલાના થોડા સુંદર ફોટા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.