પ્રખ્યાત શો ક્રાઇમ પેટ્રોલમાં કામ કરતી આ છોકરીની એક દિવસની ફી જાણીને ચકિત થઇ જશો.

0
2797

વર્તમાન સમયમાં ફિલ્મોમાં કામ કરવા વાળા કલાકાર હોય કે પછી ટીવી પર આવતી સીરિયલમાં કામ કરવા વાળા કલાકાર હોય, બંનેની લોકપ્રિયતા તો સરખી જ હોય છે. અને આ નાના પર્દા પર કામ કરતા કલાકારો રોજ ટીવી પર જોવા મળે છે, જેના કારણે તે લોકો પર પોતાનો અભિનયનો જાદુ ચલાવી રહ્યા છે. અને ટીવી સીરીયલોમાં કામ કરતા કેટલાક કલાકાર એવા પણ છે, જે પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલો પર રાજ કરે છે.

આજે અમે તમને એ કલાકારો માંથી જ એક સુંદર કલાકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે દરરોજ ટીવીમાં જુઓ છો. તો ચાલો જાણી લઈએ તે છે કોણ છે?

મિત્રો જયારે પણ આપણે કામથી કંટાળી જઈએ છીએ તો સ્માર્ટફોનમાં લાગી જઈએ છીએ, કે પછી ટીવી જોવાનું પસંદ કરીએ છીએ. કારણ કે હવે ટીવી પર કેટલાક શો એવા આવે છે, જેને વારંવાર જોવા છતા પણ લોકો કંટાળતા નથી. અને એવી જ એક સીરીયલ સોની ટીવી પર પણ આવે છે, જેને દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ ક્રાઇમ પેટ્રોલની. ક્રાઇમ પેટ્રોલ દરેક લોકોના ઘરમાં જોવામાં આવે છે, જેના કારણે દિવસેને દિવસે તેની લોકપ્રિયતા વધતી રહે છે. તમે હમણાં આ શો ને લાગતો એક જોક્સ પણ ઘણો સાંભળવામાં આવી રહ્યો છે કે, ક્રાઈમ પેટ્રોલ વાળા એમના શો નાં નામ માંથી પેટ્રોલ શબ્દ હટાવવાનાં છે. કારણ કે પેટ્રોલનાં વધતા ભાવથી હવે તેમને પોસાતું નથી.

આમ તો આ સિરિયલોમાં તમને મોટેભાગે અલગ અલગ લોકો જોવા મળે છે. કારણ કે અહીંયા કોઈ ફિક્સ હોતું નથી. અને દરેક રોલ માટે અલગ અલગ કલાકાર પસંદ કરવામાં આવે છે. પરંતુ આ બધા વચ્ચે એક એવી અભિનેત્રી છે, જે તમને હંમેશા આ શો માં દેખાઈ આવે છે. સાથે સાથે તે દેખાવમાં પણ ખુબ વધારે સુંદર છે. છોકરાઓ તો આમને જોઈને ફિદા થઇ જાય છે. આ જ કારણે છે કે તે હંમેશા ક્રાઇમ પેટ્રોલ સાથે જોડાયેલી રહે છે. જણાવી દઈએ કે આ સુંદર એકટ્રેસ છેલ્લા 10 વર્ષથી ક્રાઇમ પેટ્રોલથી જોડાયેલી છે. એવામાં તેમનો દરેક રોલ ખુબ ખાસ હોય છે.

મિત્રો અમે વાત કરી રહ્યા છે ગીતાજંલી મિશ્રાની. તે મુંબઈની રહેવાવાસી છે, અને તે તમે આમને આ શો ના દરેક બીજા એપિસોડમાં જરૂર જોઈ હશે. પણ શું તમે જાણો છો કે આ એક એપિસોડના કેટલા પૈસા લે છે? જો નહિ જાણતા હોય તો આજે અમે તમને આમની કમાણી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે, આમની ફૈન ફોલોઇંગ પણ ખુબ વધારે છે.

ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી ગીતાંજલિ 28 વર્ષની છે. એમને બાળપણથી એક્ટિંગ કરવાનું પસંદ હતું. ગીતાંજલિએ ક્રાઇમ પેટ્રોલ સિવાય સાવધાન ઇન્ડિયા, બાલિકા વધુ વગેરે ઘણી બધી સિરિયલોમાં કામ કર્યુ છે. તેમજ ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કર્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ગીતાંજલિ એક એપિસોડના લગભગ 40 હજાર રૂપિયા લે છે. અને આ હિસાબે તે વર્ષે 4 કરોડ સુધી આરામથી કમાઈ લે છે. ગીતાંજલિ લાઈફ સ્ટાઇલ પણ ખુબ સારી છે. હંમેશા તમે આમને નેગીટીવ રોલમાં જ જોઈ હશે, અને આમનો નેગેટિવ રોલ પણ લોકોને ખુબ પસંદ આવે છે. આના કારણે તેમને ખુબ પસંદ કરવામાં આવે છે. સિરિયલ બનાવનારા પણ આમને હંમેશા નેગેટિવ રોલ માટે લે છે. અને આ તે રોલ ખુબ સારી રીતે ભજવે છે.

આમ તો ગીતાંજલિ નેશનલ ચેનલ પર પણ કામ કરી ચુકી છે, પણ ક્રાઇમ પેટ્રોલથી જેટલી લોકપ્રિયતા તેમને મળી છે, તેટલી બીજે ક્યાંય નથી મળી. તે સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફૈન્સનું ધ્યાન રાખે છે. ગીતાંજલિ રિયલ લાઈફમાં પણ ખુબ સરળ છે, પરંતુ આમની લાઈફ સ્ટાઇલ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી.