એક કરોડપતિ ક્રિકેટરના પિતા હોવા છતાં પણ રસ્તા પણ ફરીને બિસ્કિટ વેચી રહ્યા છે. જાણો કોણ છે એ વ્યક્તિ?

0
2074

પિતાનું એના બાળકના જીવનમાં ઘણું મોટું યોગદાન રહેલું હોય છે. અને પિતા એક એવો સંબંધ નિભાવે છે, જેમાં તે અનુભવ તો બધું એક માં ની જેમ કરે છે, પરંતુ ક્યારેક તેને ખુલ્લું નથી પડવા દેતા. અને એક પિતાનું જીવન કેટલી મુશ્કેલીઓથી ભરેલું હોય છે, એ તો માત્ર તે જ જાણે છે.

પોતાના દીકરા દીકરીઓના સપના પુરા કરવા માટે એક પિતા ન જાણે કેવા કેવા સંઘર્ષ કરે છે. તે પોતાના સંતાનની તમામ ખુશીઓ પૂરી કરે છે, અને ક્યારેય તેને કોઈપણ વસ્તુની કમીનો અનુભવ નથી થવા દેતા. સંતાન માટે એક પિતા પોતાની જાતને ઘસી નાખે છે, જેથી એમના સંતાનોનું ભવિષ્ય ઉજવળ થાય.

અને પોતાનું પેટ કાપીને પોતાના સંતાનોનું પેટ ભરવા વાળા દરેક પિતા ઘડપણમાં માત્ર એક જ આશા રાખે છે, કે એમના સંતાન ઘડપણમાં તેનો આશરો બને અને તેની સાથે રહે. પણ એવું દરેક બાપ સાથે થતું નથી. કારણ કે આ દુનિયામાં તમને ઘણા બધા એવા કિસ્સા જોવા મળશે, જેમાં એક વખત પોતાના પગ ઉપર ઉભો થયા પછી દીકરો પોતાની તમામ ફરજો ભૂલી જાય છે, અને પોતાની દુનિયામાં મશગુલ થઈ જાય છે. અને પોતાના માતા પિતા તરફ ધ્યાન નથી આપતો.

મિત્રો, આજે અમે તમને એવા જ એક અભાગી પિતા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, જેમણે પોતાનું અડધું જીવન પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવામાં પસાર કરી દઈશું, અને આજે એ પિતા પોતાના ઘડપણમાં પોતાનું ગુજરાન માટે ફેરીયા જેવું જીવન પસાર કરી રહ્યા છે.

આ દુનિયામાં દરેકના નસીબમાં કદાચ ભણવા-ગણવા અને કપડા, ઘર તેમજ બે ટંકનું ભોજન નથી હોતું. પરંતુ દરેક પિતા પોતાના સંતાનોની આવી જરૂરિયાત પૂરી કરવાં માટે કોઈપણ હદે જઈ શકે છે. અને પોતાના બાળની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે તે ક્યારેય પૈસાની અછત નથી જોતા, અને ન તો પોતાના બાળકને ક્યારેય અનુભવવા દેતા.

અને દરેક પિતાની એ જ ઈચ્છા હોય છે કે, તેનો દીકરો મોટો થઈને તેનો સહારો બને. પણ આજના સમયમાં ઘણા બધા લોકો એવા છે જેમને પોતાના માતા-પિતાની પણ ફીકર નથી. આજે અમે તમને એવા જ સંતાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતે તો દુનિયાનો મહાન બોલર છે, પરંતુ તેના પિતા આજે પણ બિસ્કીટ વેચવા માટે મજબુર છે.

મિત્રો તમને પણ એ ખેલાડીનું નામ જાણીને ચકિત રહી જશો, કારણ કે તે કોઈ સામાન્ય બોલર નથી, પરંતુ વિશ્વનો મહાન બોલર મુથૈયા મુરલીધરન છે. મુથૈયા મુરલીધરન શ્રીલંકાનો ઉત્તમ બોલર છે, અને એના નામે ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે. અને સાથે જ તે એક કરોડપતિ ખેલાડી પણ છે. તેમ છતાં પણ તેના પિતાની હાલત ફેરિયા જેવી છે, અને તે ઘડપણમાં બિસ્કીટ વેચવા માટે મજબુર છે.

જણાવી દઈએ કે, આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે શ્રીલંકાના મોટા સમાચાર પત્રએ મુથૈયા મુરલીધરનના પિતા ચિન્ના સ્વામીનું ઈન્ટરવ્યુ લીધું. ચિન્ના સ્વામીએ એ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, પોતાના દીકરાને આટલી ખ્યાતી અને સમ્માન મળ્યા પછી પણ તેમણે બિસ્કીટ વેચવા પડી રહ્યા છે. જ્યાં એક તરફ તેમનો દીકરો એક મોટી બિસ્કીટ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર છે, તો બીજી તરફ તેના પિતાએ તેના ઘડપણમાં પણ રોડ ઉપર બિસ્કીટ વેચવા પડી રહ્યા છે.

જણાવી દઈએ કે, મુથૈયા મુરલીધરન પોતે તો એક આલીશાન બંગલામાં લક્ઝરી જીવન જીવી રહ્યા છે, પરંતુ તેમના પિતા એક સફેદ લુંગીમાં રસ્તાઓ પર ફરી ને પોતાના બિસ્કીટનો વેપાર ચલાવે છે. ચિન્ના સ્વામીએ પોતાના દીકરાની શાનમાં કોઈ આંચ ન આવે, એટલા માટે શ્રીલંકાના સમાચર પત્ર અને મીડિયાને વધુ વાતો જણાવવા અને ટીવી ઈન્ટરવ્યુ લેવાથી મનાઈ કરી દીધી. હવે તમે જ વિચારો એક બાજુ આ પિતા આજે પણ પોતાના દીકરાની શાનની આટલી ચિંતા કરે છે, અને બીજી તરફ તે દીકરાને કોઈ ફરક સુદ્ધાં નથી પડતો.