400 કરતા વધારે ભ્રષ્ટ અધિકારીઓની જઈ શકે છે નોકરી, બની રહી છે લિસ્ટ

0
718

મિત્રો, તમે બધા આપણા દેશમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિષે સારી રીતે જાણો છો. ભ્રષ્ટાચાર કરનાર લોકો એટલે કે ભ્રષ્ટાચારીઓ દેશને માંકડની જેમ અંદરથી ખાઈ રહ્યા છે. પોતાની તિજોરી ભરવા માટે તેઓ સામાન્ય લોકોની મહેનતની કમાણી ગેરકાયદેસર રીતે પચાવી રહ્યા છે. આવા લોકોને લીધે જ આપણો દેશ એ ઊંચાઈએ નથી પહોંચી શકતો જ્યાં ખરેખર તેણે હોવું જોઈએ.

આવા લોકોને રોકવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની રચના કરી છે. આ શાખા દેશમાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવામાં કાર્યરત છે. તમે ઘણી વાર સમાચારમાં ભ્રષ્ટાચારીઓના પકડાવા વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે. એવામાં હવે સરકાર આવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર આવા લોકોની યાદી બનાવી રહી છે, અને એમને એક સાથે જ નોકરી પરથી કાઢી મુકવાની યોજના પર કામ કરી રહી છે. આવો તમને એના વિષે થોડી જાણકારી આપીએ.

ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નથી. એમની યાદી તૈયાર કરીને એમને વીઆરસી આપવામાં આવશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણા કર્મચારીઓ અને અધિકારીઓની નોકરી જઈ શકે છે. સરકારી એક્શનના બીજા ફેરામાં 400 કરતા વધારે ભ્રષ્ટ અધિકારીઓ – કર્મચારીઓની ઓળખ કરી લેવામાં આવી છે.

દર મહિને થવા વાળા અપ્રેઝલની પ્રક્રિયા હેઠળ એમની ઓળખ થઈ છે. સરકારે એવા કર્મચારીઓની ઓળખ કરી છે જે સતત ત્રણ મહિના આવી લિસ્ટમાં શામેલ રહ્યા. જણાવી દઈએ કે, પહેલા ચરણમાં 284 અધિકારીઓના કામકાજની સમીક્ષા થઈ ચુકી છે.

જબરજસ્તી આપવામાં આવશે વીઆરએસ :

ભ્રષ્ટ ઓફિસરોને સરકાર જબરજસ્તી સેવાનિવૃત્ત અથવા નોકરીમાંથી કાઢી શકે છે. એના માટે રીવ્યુ કમિટી સમીક્ષા કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) ના સૂત્રો અનુસાર, 400 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓની સર્વિસ ડિટેલ 20 જાન્યુઆરી સુધી રીવ્યુ કમિટીની સામે મુકવાની છે. કમિટીની રચના સેક્રેટરીની દેખરેખમાં થાય છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.