આયુર્વેદિક ઉકાળાથી હારી ગયો કોરોના વાયરસ, 90 લોકોએ પીધો તો એકપણને લાગ્યો નહીં તેનો ચેપ

0
891

કોરોના વાયરસ હાર્યો આયુર્વેદિક ઉકાળા આગળ, તેને પીનારા 90 લોકોમાંથી એક પણ સંક્રમિત થાય નહીં.

જે કોરોનાનો ઈલાજ હજી સુધી આખી દુનિયા નથી શોધી શકી, તે આયુર્વેદિક ઉકાળાથી પરાસ્ત થઈ રહ્યો છે. જેમણે ઉકાળો પી લીધો તેમને કોરોના વાયરસ બીમાર કરી શકતો નથી. અને જે બીમાર છે તે જલ્દી સ્વસ્થ થઈ રહ્યા છે. આ દાવો મધ્યપ્રદેશ આયુષ વિભાગનો છે. વિભાગ તરફથી પ્રદેશના 24 જિલ્લાની 98 હોસ્પિટલો અને કોરેન્ટાઈન સેંટરોમાં આ ઉકાળો સંક્રમણ વાળા દર્દીના સંપર્કમાં આવેલા લોકો અને પોઝિટિવ દર્દીઓને ક્લિનિકલ ટ્રાયલના રૂપમાં આપવામાં આવી રહ્યો છે.

7 પ્રકારની ઔષધિઓના મિશ્રણથી આ ઉકાળો તૈયાર કરવામાં આવે છે. વિભાગીય આયુષ અધિકારી ડો. સુનિલ કુલશ્રેષ્ઠનું કહેવું છે કે, આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જણાવી દઈએ કે, એમ્સ ભોપાલમાં પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા માઇકોબેક્ટીરિયમ ડબલ્યુનું ટ્રાયલ કોરોના દર્દીઓ પર કરવામાં આવી રહ્યું છે. તેનાથી પણ સારા પરિણામ સામે આવી રહ્યા છે.

ભોપાલના રાજીવ ગાંધી પ્રોધ્યોગિકી વિશ્વવિદ્યાલય (આરજીપીવી) ની હોસ્ટલમાં મે મહિનામાં 98 લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તે દરેક સંક્રમિત લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા. કોરોનાની તપાસ થવા પર તેમાંથી 8 સંક્રમિત મળી આવ્યા હતા. બીજા 90 લોકોને 13 મે થી 22 મે વચ્ચે આયુર્વેદિક ઉકાળો આપવામાં આવ્યો. ટ્રાયલમાં શામેલ આયુર્વેદ વિશેષજ્ઞ ડો. શશાંક ઝા એ કહ્યું કે, ઉકાળો પીવાવાળા 90 લોકોમાંથી એક પણ પોઝિટિવ નથી આવ્યો.

ભોપાલની પંડિત ખુશીલાલ શર્મા સરકારી આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. ઉમેશ શુક્લાએ જણાવ્યું કે, અત્યાર સુધી કોરેન્ટાઇન સેંટરોમાં 970 લોકોને આ દવા આપવામાં આવી છે. તે બધા એવા લોકો હતા જે સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવ્યા હતા અને હાઈ રિસ્કમાં હતા. કોરોનાની તપાસમાં તેમાંથી 831 લોકો સંક્રમિત થવાથી બચી ગયા. આ રીતે હોસ્પિટલોમાં દાખલ 981 દર્દીઓને આ દવા આપવામાં આવી, તેમાંથી 952 સ્વસ્થ થઈ ચુક્યા છે. ઘણા તો એવા છે જે પોઝિટિવ આવ્યાના 10 દિવસની અંદર જ નેગેટિવ થઈ ગયા.

મેડિકલ કોલેજના ડોક્ટર નર્સ પણ પી રહ્યા છે ઉકાળો :

ગાંધી મેડિકલ કોલેજ, ભોપાલના કોરોના વોર્ડ, સેમ્પલિંગ અને કોરોના દર્દીના ઈલાજમાં લાગેલા અન્ય લોકો મળીને 200 સ્વાસ્થ્યકર્મી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉકાળો પી રહ્યા છે. તેમણે આયુષ વિભાગને આના માટે લેખિત સહમતી પણ આપી છે. હોસ્પિટલના અધિક્ષક ડો. એકે શ્રીવાસ્તવે કહ્યું કે, રોગપ્રતિકારક શક્તિ સારી રહે એટલા માટે આ દવા લેવામાં આવી રહી છે.

સીટીઆરઆઈમાં કરાવશે નોંધણી :

ભોપાલની પંડિત ખુશીલાલ શર્મા આયુર્વેદ કોલેજના આચાર્ય ડો. ઉમેશ શુક્લાએ જણાવ્યું કે, ટ્રાયલ માટે પ્રદેશ સરકાર પાસેથી મંજૂરી મળી ચુકી છે. કોલેજની એથિકલ કમિટીની બેઠકમાં પણ પહેલા મંજૂરી મળી ચુકી છે. આ કમિટીમાં મેડિકલ કોલેજના વિશેષજ્ઞ પણ હોય છે. તેમણે જણાવ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઈંડિયા (સીટીઆરઆઈ) માં પણ તેના માટે નોંધણી કરાવવામાં આવશે. ટ્રાયલ પુરી થવા પર આખો બ્યુરો તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પરિણામ વિષે અંતિમ રૂપથી કાંઈ કહેવામાં આવી શકે છે. હાં, શરૂઆતી સ્તર પર સારા પરિણામ આવી રહ્યા છે.

આ દવાઓનો બન્યો છે ઉકાળો :

કાળામરી, પિપ્પલી (પીપર), સૂંઠ, હરડે, ગિલોય, કાલમેઘ અને જેઠીમધ.

પ્રમાણ : 200 ગ્રામ પાણીમાં ઉકાળીને સવાર-સાંજ 10 દિવસ સુધી લેવાનો હોય છે આ ઉકાળો.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.