કમ્પ્યુટરથી લઈને ટીવીથી સજ્જ છે આ રિક્ષા, ફિલ્મી સ્ટાર પણ કરી રહ્યા છે મુસાફરી

0
649

મુંબઈની એક ઓટો રિક્ષા આ દિવસોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એને લક્ઝરી ઓટોનું નામ આપવામાં આવી રહ્યું છે. આ રિક્ષાનો ડ્રાઈવર પોતાના પેસેન્જરને દરેક શક્ય હોય એવી સુવિધા આપવા માંગે છે.

હકીકતમાં, સત્યવાન ગીતે નામનો આ રિક્ષા ડ્રાઈવર યાત્રીઓને આરામદાયક સવારી આપવા માટે રિક્ષાની અંદર જ વોશ બેઝીન, મોબાઈલ ફોન ચાર્જિંગ પોઈન્ટ, છોડથી લઈને ડેસ્કટોપ મોનિટર સુધીની સુવિધાઓ આપી રહ્યો છે.

‘હોમ સિસ્ટમ’ ઓટો :

આ રિક્ષા મુંબઈની પહેલી હોમ સિસ્ટમ રિક્ષા માનવામાં આવી રહી છે. રિક્ષાની અંદર સુંદર છોડ પણ લગાવવામાં આવ્યા છે. આ રિક્ષાએ મુંબઈના યાત્રીઓને ચકિત કરી દીધા છે. અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પણ આનો ફોટો પોસ્ટ કરીને ડ્રાઈવરની પ્રશંસા કરી છે.

ટ્વિંકલ ખન્નાને કરી ટ્વીટ :

અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ ટ્વીટ કરી છે કે, મુંબઈની આ જુગાડ ઓટોરિક્ષા જુગાડનું ઉત્તમ ઉદાહરણ છે. આ હૉલ ઓફ ફેમની શ્રેણીનું છે.

વૃદ્ધો માટે કોઈ ભાડું નહિ :

એટલું જ નહિ રિક્ષા ડ્રાઈવર સત્યવાન એક કિલોમીટરની યાત્રા કરવા વાળા વૃદ્ધો પાસે કોઈ ભાડું પણ નથી લેતા.

સત્યવાને જણાવ્યું કે, ઓટો રિક્ષામાં સ્માર્ટફોન ચાર્જિંગ, હેન્ડ વોશ, ફિલ્ટર પાણી વગેરે પણ છે. એમણે કહ્યું કે, હું યાત્રીઓને સારી સુવિધા આપવા માંગુ છું, એટલા માટે આ બધું કર્યું છે.

જુઓ એમની રિક્ષાના અંદરના સુંદર ફોટા :

આ રિક્ષાના ડ્રાઈવરે તેની રિક્ષાની ખાસિયતો પણ રિક્ષા પર બેનરના રૂપમાં ચીપકાવી છે.

આ રિક્ષા વિષે મોટાભાગના લોકોએ ત્યારે જાણ્યું જયારે ટ્વિંકલ ખન્નાએ સૌથી પહેલા સોશિયલ મીડિયા પર આનો ફોટો પોસ્ટ કર્યો.

એ પછી તો આ ફોટો વાયરલ થઈ ગયો અને લોકો સત્યવાન ગીતેને મળવા આવ્યા. જો કે સત્યવાન પોતાની આ રિક્ષાની ઘણી સંભાળ રાખે છે.

સત્યવાન ગીતેએ પોતાની રિક્ષામાં ઘર જેવો આરામ મળે એવું કામ કર્યું છે. એમણે તેને ઘણી સારી રીતે મોડીફાઈ કરી છે.

સત્યવાન જણાવે છે કે, તે સિનિયર સીટીઝનને જયારે મફત યાત્રા કરાવે છે, તો તેમને ઘણી ખુશી મળે છે. તે આ બધી સુવિધાઓ માટે યાત્રીઓ પાસેથી અલગથી કોઈ ચાર્જ નથી લેતા.

બીજા રિક્ષા ડ્રાઈવર પ્રેરણા લઈ રહ્યા છે :

રસપ્રદ વાત એ છે કે, સત્યવાનની રિક્ષા જોવા માટે બીજા રિક્ષા ડ્રાઈવર પણ આવી રહ્યાં છે, અને એમને પણ આવું કરવાની પ્રેરણા મળી રહી છે.

સત્યવાને રિક્ષાની અંદર સાફ સફાઈની પણ સુવિધા આપી છે અને ટીસ્યુ પેપર સુધીની વ્યવસ્થા પણ કરી છે.

સત્યવાન ગીતે અને એમની રિક્ષાના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

થઈ રહી છે પ્રશંસા :

આખા દેશના લોકો સત્યવાન ગીતેની પ્રશંસા કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.