શિવ મંદિરમાં દર્શન કરવા આવ્યો કોબ્રા, શિવલિંગ પર કુંડળી મારીને બેસી ગયો, જાણો વધુ વિગત

0
1371

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે, અને દરેકનું પોતપોતાનું અલગ મહત્વ છે. ભારતમાં હિંદુ ધર્મમાં માનવાવાળા લોકોની ભગવાનમાં ઘણી શ્રદ્ધા હોય છે. એ કારણે દરેક મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. અને ઘણી વાર એવા કિસ્સા પણ બનતા હોય છે જેને લીધે લોકોની ભગવાનમાં આસ્થા વધી જાય છે.

અને હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેને લીધે ભક્તોના સુખમાં વધારો થયો છે. એક મંદિરમાં સાંપ આવીને શિવલિંગ પર લપેટાયો હતો, અને એને લીધે લોકોને સાક્ષાત શિવના દર્શનનું સુખ મળ્યું છે. આવો એના વિષે જાણીએ.

એક મંદિરમાં ત્યારે અદ્દભુત નજારો જોવા મળ્યો જયારે એક કોબ્રા સાંપ મંદિરની મૂર્તિઓને લપેટાઈને પોતાની શ્રદ્ધા પ્રગટ કરતો નજરે પડ્યો. આ નાગ શિવલિંગ પર એવી રીતે બેઠો હતો કે, જાણે ભગવાન શિવના ગળામાં જ લપેટાયો હોય. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ગંગધાર ગામમાં આવેલ નાની કાળી સિંધ નદીના કિનારે આવેલ મંદિરમાં આ ચોંકાવી દેનારો નજારો જોવા મળ્યો.

આ ઘટનાની જાણકારી નજીકના ગામોમાં આગની જેમ ફેલાઈ ગઈ, અને જોતા જોતામાં તો મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, કોબ્રા નાગ પેહલા હનુમાન મંદિરમાં જોવા મળ્યો, જ્યાં આ નાગ હનુમાન ભગવાનની મૂર્તિના પગમાં લપેટાયેલો હતો.

થોડી વાર પછી એ કોબ્રા નાગ નજીકના શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર તરફ અને શ્રી ગૌરી શંકર મહાદેવ મંદિરમાં પહોંચ્યો અને શિવલિંગની ચારે તરફ પરિક્રમા કરી કુંડળી મારીને બેસી ગયો. આ નજારો એટલો અદ્દભુત હતો કે, જાણો ભગવાન શંકર પોતે ગળામાં સાંપની માળા નાખીને બેઠા હોય એવું લાગતું હતું. આ ઘટનાથી ઉત્સાહિત શ્રદ્ધાળુઓ આને ચમત્કારીક ઘટના માની ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા.

મિત્રો, એ તો તમે જાણો જ છો કે હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ મહિનો ભગવાન શિવને ઘણો પ્રિય છે. અને એવામાં સાંપનું આવી રીતે શિવલિંગ સાથે વીંટળાઈને બેસવું ભક્તો માટે કોઈ ચમત્કારથી ઓછું નથી હોતું. આ ઘટના પછી લોકોમાં ઉત્સાહ વધી ગયો છે. અને આની ચર્ચા દુર દુર સુધી થવા લાગી છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.