મુખ્યમંત્રીએ કરી આ મોટી જાહેરાત, રાજ્ય સરકાર દ્વારા 5 લાખ કર્મચારીને મળશે આ દિવાળી ભેટ.

0
291

દિવાળીના તહેવાર પર ભેટ આપવાની પરંપરા છે. એવામાં સરકાર તરફથી પણ કર્મચારીઓને ભેટ આપવામાં આવે છે. આ વખતે ગુજરાત સરકાર તરફથી પણ કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ કર્મચારીઓને દિવાળી ભેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે તમામ અધિકારીઓ, કર્મચારીઓને દિવાળી અને નૂતન વર્ષના પર્વના અવસરે ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 10 હજાર રૂપિયા વગર વ્યાજે આપવાનો નિર્ણય લીધો છે. અને આ એડવાન્સની રકમ અધિકારીઓ, કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. ડિજિટલ ટ્રાનઝેકશનને વધુ પ્રોત્સાહન આપવા માટે આ રીતે ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે આપવામાં આવી છે. જે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને લીધે દિવાળીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સરળતા રહેશે. તેનાથી નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને પણ વેગ મળશે. હાલની સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે એવી આશા છે.